હાર્દિક પટેલ જેલ મુક્ત થતાં પાટીદાર અનામત આંદોલનમાં જાણે કે ફરી એકવાર જુસ્સો આવી ગયો છે. હાર્દિક પટેલ આજે સવારે વિરમગામ માદરે વતન આવ્યો હતો ત્યારે પાસના નેતાઓએ હૂંકાર કર્યો હતો કે, રાજ્યની ભાજપ સરકારે જે રીતે પાટીદારો પર દમન ગુજાર્યું છે એ જોતાં પાટીદાર સમાજ 2017માં ભાજપને નહીં બક્ષે.
હાર્દિક પટેલ જેલ મુક્ત થતાં પાટીદાર અનામત આંદોલનમાં જાણે કે ફરી એકવાર જુસ્સો આવી ગયો છે. હાર્દિક પટેલ આજે સવારે વિરમગામ માદરે વતન આવ્યો હતો ત્યારે પાસના નેતાઓએ હૂંકાર કર્યો હતો કે, રાજ્યની ભાજપ સરકારે જે રીતે પાટીદારો પર દમન ગુજાર્યું છે એ જોતાં પાટીદાર સમાજ 2017માં ભાજપને નહીં બક્ષે.
અમદાવાદ #હાર્દિક પટેલ જેલ મુક્ત થતાં પાટીદાર અનામત આંદોલનમાં જાણે કે ફરી એકવાર જુસ્સો આવી ગયો છે. હાર્દિક પટેલ આજે સવારે વિરમગામ માદરે વતન આવ્યો હતો ત્યારે પાસના નેતાઓએ હૂંકાર કર્યો હતો કે, રાજ્યની ભાજપ સરકારે જે રીતે પાટીદારો પર દમન ગુજાર્યું છે એ જોતાં પાટીદાર સમાજ 2017માં ભાજપને નહીં બક્ષે.
પાસ નેતાઓની એક્સક્લુસિવ મુલાકાત
વિરમગામ ખાતે હાર્દિક પટેલના પિતા, પાસના નેતા કેતનભાઇ પટેલ, ચિરાગ પટેલ, ધારાસભ્ય હર્ષલ રીબડીયા સહિત અગ્રણીઓએ પ્રદેશ18 ઇટીવી સાથે એક્સક્લુસિવ મુલાકાત કરી હતી.
આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે
આંદોલનની આગળની રણનીતિ અંગે વાતચીત કરતાં પાસ નેતા કેતન પટેલે કહ્યું હતું કે, આંદોલન જે ગતિએ ચાલતું હતું એના કરતાં હવે વધુ ઉગ્ર બનાવાશે અને અનામતની માંગને વધુ અસરકારક બનાવાશે.
પાટીદાર સીએમે સમાજ માટે કંઇ ન કર્યું
પાસ નેતા કેતન પટેલે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અગાઉના મુખ્યમંત્રીઓએ એમના સમાજ માટે કંઇકને કંઇક કરેલું છે જ્યારે હાલમાં પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં અમે જે અનામત માંગી રહ્યા છીએ એ આપવામાં નથી આવતી. આ મુખ્યમંત્રીએ સમાજ માટે કંઇક કર્યું નથી
એસપીજીનું કામ અનામતની લડાઇ લડવાનું નથી
પાસ નેતા ચિરાગ પટેલે કહ્યું હતું કે, એસપીજીનું કામ અનામતની લડાઇ લડવાનું નથી. એસપીજી અનામત માટે પાસને સમર્થન આપી રહ્યું છે. એસપીજીનું કામ મહિલાઓને રક્ષણ આપવાનું જેવું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર