હાઇકોર્ટે ઇબીસી ક્વોટા રદ કર્યો, પાટીદાર નેતાઓનો હૂંકાર આંદોલન ચાલુ રહેશે

Haresh Suthar | Pradesh18
Updated: August 4, 2016, 3:41 PM IST
હાઇકોર્ટે ઇબીસી ક્વોટા રદ કર્યો, પાટીદાર નેતાઓનો હૂંકાર આંદોલન ચાલુ રહેશે
પાટીદાર અનામત આંદોલનને ખાળવા માટે રાજ્ય સરકારે આપેલો 10 ટકા ઇબીસી ક્વોટા મામલે રાજ્ય સરકારને મોટો ઝટકો મળ્યો છે. હાઇકોર્ટે ઇબીસી ક્વોટા રદ કર્યો છે. આર્થિક અનામત ગેરબંધારણીય હોવાનું પણ હાઇકોર્ટે આ ચુકાદો આપતાં નોંધ્યું છે. જોકેઆ મામલે હવે રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટમાં જાય એવી સંભાવના છે.

પાટીદાર અનામત આંદોલનને ખાળવા માટે રાજ્ય સરકારે આપેલો 10 ટકા ઇબીસી ક્વોટા મામલે રાજ્ય સરકારને મોટો ઝટકો મળ્યો છે. હાઇકોર્ટે ઇબીસી ક્વોટા રદ કર્યો છે. આર્થિક અનામત ગેરબંધારણીય હોવાનું પણ હાઇકોર્ટે આ ચુકાદો આપતાં નોંધ્યું છે. જોકેઆ મામલે હવે રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટમાં જાય એવી સંભાવના છે.

  • Pradesh18
  • Last Updated: August 4, 2016, 3:41 PM IST
  • Share this:
અમદાવાદ #પાટીદાર અનામત આંદોલનને ખાળવા માટે રાજ્ય સરકારે આપેલો 10 ટકા ઇબીસી ક્વોટા મામલે રાજ્ય સરકારને મોટો ઝટકો મળ્યો છે. હાઇકોર્ટે ઇબીસી ક્વોટા રદ કર્યો છે. આર્થિક અનામત ગેરબંધારણીય હોવાનું પણ હાઇકોર્ટે આ ચુકાદો આપતાં નોંધ્યું છે. જોકેઆ મામલે હવે રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટમાં જાય એવી સંભાવના છે.

રાજ્ય સરકારે પાટીદારોને ખુશ કરવા માટે 10 ટકા આર્થિક અનામતનો લાભ આપ્યો હતો. પરંતુ આ મામલે થયેલી અરજી સંદર્ભે હાઇકોર્ટે ઇબીસી ક્વોટા રદ કરતાં આદેશ આપ્યો છે. હવે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જાય છે કે કેમ એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

હાઇકોર્ટે શું નોંધ્યું, જાણો

ગુજરાતની ભાજપા સરકારે સવર્ણોને અનામતનો લાભ આપવા માટે જાહેર કરેલ ખાસ ઇબીસી ક્વોટાને રદ કરતાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, ભલે સરકારે આ ખાસ ક્વોટા આપ્યો છે પરંતુ આ છેવટે તો અનામત જ છે. 50 ટકા કરતાં અનામત વધી શકે નહીં માટે આ ક્વોટા રદ કરવામાં આવે છે.

ગુજરાત સરકારનો ઠરાવ થશે રદ?

હાઇકોર્ટના ઇબીસી ક્વોટા રદ કરવાના આદેશને પગલે હવે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ ઇબીસી ક્વોટાની 10 ટકા અનામતની જોગવાઇ રદ થઇ શકે છે. જોકે આ મામલે હજુ સરકારને સુપ્રીમ કોર્ટમાં જવાની તક છે. હવે સરકાર કોર્ટમાં જાય છે કે પછી ઠરાવ રદ કરે છે એ જોવાનું રહ્યુંરાજ્ય સરકારે કેમ આપ્યો હતો EBC ક્વોટા

રાજ્યમાં પાટીદાર અનામતના ઘેરા પડઘા પડતાં પાટીદારો ભાજપ અને સરકારથી વિમુખ થઇ રહ્યા હતા. આગામી વર્ષે આવનારી વિધાનસભા ચૂંટણી અને રાજ્યની સ્થિતિને ધ્યાનમાં રાખતાં સ્થિતિ થાળે પાડવા તથા અન્ય સવર્ણોને પણ લાભ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 10 ઇબીસીની જાહેરાત કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

રાજ્ય સરકારે સમાજને ગુમરાહ કર્યો : હાર્દિક પટેલ

પાસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે, ન્યાયતંત્ર મહાન છે, સરકાર નહીં, આ લોલીપોપ હતી.અમે આંદોલન ચાલું રાખશું, જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ જ રાખશું. રાજ્ય સરકારે સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. ખબર હતી તો પછી કેમ આવો નિર્ણય લેવાયો.

આંદોલન ચાલુ જ રહેશે : લાલજી પટેલ

એસપીજી નેતા લાલજી પટેલે આ મામલે કહ્યું કે, અનામત આપવામાં સરકારને ખબર હતી કે આવું જ થશે. તમામ સવર્ણો અને પાટીદાર સમાજને જે મળ્યું છે એ પણ રદ થતું હોય તો સમાજ દુખની લાગણી અનુભવે છે. અમારી પહેલેથી જ માંગ હતી કે અનામતનો લાભ મળે એ, આંદોલન એ અમારૂ પાટીદાર સમાજને અનામત આપવા માટે છે એ ચાલુ જ રહેશે.
First published: August 4, 2016, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading