J&Kમાં આતંકી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ, BJPનાં તમામ કાર્યક્રમો રદ

News18 Gujarati
Updated: February 15, 2019, 7:49 AM IST
J&Kમાં આતંકી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ, BJPનાં તમામ કાર્યક્રમો રદ
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતના તમામ મુખ્યમાર્ગો પર નાકાબંધી કરીને વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના જવાનો ઉપર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલોનાં પગલે ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના તમામ મુખ્યમાર્ગો પર નાકાબંધી કરીને વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત એરપોર્ટ, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશનો, પવિત્ર યાત્રાધામો અને દરિયાઇ માર્ગો પર પણ સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. રાજ્યભરનાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.

જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લાના અવંતીપારાથી ગોરીપારા વચ્ચે થયેલા આ આતંકવાદી હુમલામાં 40થી વધારે જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત 45 જવાનોની હાલત ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેના કારણે ગુજરાતમાં એલર્ટ જાહેર કરીને ધોરીમાર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: કોંગ્રેસે કહ્યું 56 ઇંચની છાતી ક્યારે જવાબ આપશે, PM મોદીએ કહ્યું બલીદાન વ્યર્થ નહીં જાય

અમદાવાદ સહિતનાં શહેરોમાં પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખીને હોટલો ગેસ્ટ હાઉસ, હોસ્પિટલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશ ભાજપના આજના તમામ કાર્યક્રમ રદ્દ

આ આત્મધાતી હુમલા બાદ ગુજરાત પ્રદેશ ભાજપનાં આજના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યાં છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત ભાજપનાં તમામ કાર્યક્રમ રદ કર્યા છે જેમાં 5 લોકસભા બેઠકના 2 ક્લસ્ટર સંમેલન પણ રદ કરવામાં આવ્યાં છે. જીતુ વાઘાણીએ શહિદ જવાનો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી છે.CRPFના કાફલા પર IED બ્લાસ્ટ પછીની કાળજું કંપાવી દે તેવી તસવીરો

First published: February 15, 2019, 7:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading