Home /News /madhya-gujarat /ગૃહમંત્રી તાત્કાલિક અસરથી રાજીનામું આપે: OBC નેતા અલ્પેશ ઠાકોર

ગૃહમંત્રી તાત્કાલિક અસરથી રાજીનામું આપે: OBC નેતા અલ્પેશ ઠાકોર

ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરે દલિતો પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં આજે ગાંધી આશ્રમ ખાતે સરકારને સીધો જ પડકાર ફેંક્યો હતો અને રાજ્યમાં થઇ રહેલી હિંસાની ઘટનાઓને વખોડી હતી. અલ્પેશ ઠાકોરે સરકારને સીધી ચેતાવણી આપતાં નબળા ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરે દલિતો પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં આજે ગાંધી આશ્રમ ખાતે સરકારને સીધો જ પડકાર ફેંક્યો હતો. રાજ્યમાં થઇ રહેલી હિંસાની ઘટનાઓને તેમણે આકરા શબ્દોમાં વખોડી હતી.

અલ્પેશ ઠાકોરે સરકારને સીધી ચેતાવણી આપતાં નબળા ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. વધુમાં તેમણે દલિત યુવાનોને આત્મહત્યા ન કરવા તેમજ શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.

અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું રે, આ સરકાર અમને ન્યાય નહીં આપે તો આગામી ચૂંટણી પહેલા ગુજરાતના ઓબીસી વર્ગના લોકો ગુજરાતને નવી દિશા આપશે. અલ્પેશ ઠાકોર નક્કી ના કરી શકે પરંતુ એ સમાજના લોકો નક્કી કરશે.

વધુમાં તેમણે કહ્યું કે, વિધાનસભામાં કાયદો બનાવી શકે, અમને ન્યાય અપાવી શકે એ માટે આવનારી વિધાનસભામાં સરકાર બનાવીશું.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, ઓબીસી, ગુજરાત

विज्ञापन
विज्ञापन