કોંગ્રેસના (Gujarat Congress) પૂર્વ દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે (Jayrajsinh Parmar joins BJP) આખરે જાહેરાત કરી દીધી છે કે, તે મંગળવારે બીજેપીમાં (Gujarat BJP) જોડાશે. જયરાજસિંહે ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને આ અંગેની મહત્ત્વની જાણ કરી છે. ત્યારે જયરાજસિંહ પરમારના સમર્થનમાં ગુજરાત NSUI અને યુથ કોંગ્રેસમાં ભૂકંપ આવી ગચો છે અને રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે.
જયરાજસિંહ પરમારે કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ તેમના સમર્થકો પણ હવે કોંગ્રેસથી મુક્ત થવા રાજીનામાં આપી રહ્યા છે. જયરાજસિંહે આ અંગેની માહિતી આપતા જણાવ્યુ કે, 'મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવારના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. આ દરમિયાન હવે ગુજરાત NSUI અને યુથ કોંગ્રેસમાંથી પણ લગભગ 150 હોદેદારો રાજીનામાં ધરી ભાજપનો ખેસ પહેરવા તૈયાર થયા છે.
જયરાજસિંહ પરમારે આ અંગેની જાહેરાત કર્યા પછી ન્યૂઝ18 ગુજરાતી સાથેની પ્રથમ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, હું વ્યાસપીઠ પર આવીને કથા કરવા નથી આવ્યો, એટલે જ મે પહેલા દિવસથી કહ્યું હતું કે, મે પક્ષ છોડ્યો છે રાજનીતિ નહીં. મંગળવારે હું ભાજપમાં જોડાઇશ. મેં નવી દિશા પકડી લીધી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર