Home /News /madhya-gujarat /

નવરાત્રી વિવાદ: સોશિયલ મીડિયામાં ડોક્ટર્સ સામે અભદ્ર ટિપ્પણી કરનારા કલાકારો સામે ફરિયાદ

નવરાત્રી વિવાદ: સોશિયલ મીડિયામાં ડોક્ટર્સ સામે અભદ્ર ટિપ્પણી કરનારા કલાકારો સામે ફરિયાદ

આવા કપરા સમયમાં નવરાત્રી યોજવી કે નહીં તે અંગેનો નિર્ણય સરકારે લીધો છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના આયોજન ને લઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 

આવા કપરા સમયમાં નવરાત્રી યોજવી કે નહીં તે અંગેનો નિર્ણય સરકારે લીધો છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના આયોજન ને લઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 

અમદાવાદ : નવરાત્રી (Navratri) મુદ્દે કલાકારો અને ડોક્ટરો સામસામે આવી ગયા છે. કોરનાના કારણે ડોકટર્સ (Doctors) દ્વારા નવરાત્રી નહિ યોજવા મુદ્દે સરકારમાં (Gujarat Government) રજુઆત કરી હતી. જેના પગલે કેટલાક કલાકારોના રોષ ફેલાયો હતો અને ડૉક્ટર્સ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં (Social Media) અભદ્ર ટિપ્પણીઓ કરતા વિવાદ સર્જ્યો છે. કેટલાક ડોક્ટર  દ્વારા આ મામલે સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે. કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસ વધતા રાજ્યના આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય છે. ત્યારે આવા કપરા સમયમાં નવરાત્રી યોજવી કે નહીં તે અંગેનો નિર્ણય સરકારે લીધો છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના આયોજન ને લઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

જાહેરમાં ગરબાનું આયોજન નહિ કરવા સહિતના કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે. સરકારે ગરબાનું આયોજન નહિ કરવા માટે કોરોનાના ફ્રન્ટ લાઈન વોરિયર્સ એવા તબીબોએ જોરશોરથી રજુઆત કરી હતી. આખરે સરકારે ગરબાનું આયોજન નહિ કરવાનો નિર્ણય લેતા કલાકારોમાં નારાજગી વ્યાપી છે. છેલ્લા 6 મહિનાથી આર્થિક તકલીફનો સામનો કરી રહેલા કલાકારો ડોકટર્સ પર રોષે ભરાયા છે.



કેટલાક કલાકારોએ ડોકટર્સ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીઓ કરી પોસ્ટ વાયરલ કરી છે. જેમાં ડોકટર્સની હોસ્પિટલ પર જઈ પોસ્ટર સાથે અને ઢોલ નગારા સાથે વિરોધ કરવાની ચીમકીઓ આપવામાં આવી છે.



જેને લઈ અમદાવાદના ડોકટર્સે સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો છે અને આવી પોસ્ટ વાયરલ કરનારા કલાકારો સામે સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરિયાદ કરાઈ છે.

આ પણ જુઓ - 



આ અંગે ડો. વસંત પટેલે જણાવ્યું હતું કે, અમે લોકોની સુખાકારી અને લોકો મહામારીમાં સંક્રમિત ના થાય તે માટે રજૂઆત કરી હતી. જોકે, કલાકારોએ અમારા વિરોધનું ષડયંત્ર કર્યું છે. તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. સરકાર આવા ગણ્યા ગાંઠીયા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે. મહત્વનું છે કે, કોરોનાના સંક્રમણ વચ્ચે નવરાત્રી મુદ્દે હાલ ડોકટર્સ અને કલાકારો વચ્ચે જંગ છેડાયો છે. પરંતુ આ વાયરલ થયેલી પોસ્ટ મામલે વિવાદ થતા હાલ તો સોશિયલ મીડિયા પરથી પોસ્ટ હટાવી લેવાઈ છે. પણ હાલ ડોકટર અને કલાકારો વચ્ચેનો આ વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો  - દિવાળી પહેલા સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે સરકાર, જાણો ક્યારે અને કેવી રીતે ખરીદશો
Published by:Kaushal Pancholi
First published:

Tags: CYBER CRIME, Doctors, Garba, Navratri 2020, Social media, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन