છ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ: જાણો- 2015ના ચૂંટણી પરિણામમાં કોણે મારી હતી બાજી

છ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ: જાણો- 2015ના ચૂંટણી પરિણામમાં કોણે મારી હતી બાજી
મતપેટી.

2015ની ચૂંટણી દરમિયાન કુલ બે બેઠક બિન હરિફ રહી હતી. જેમાં વડોદરા અને સુરતમાં એક એક બેઠકનો સમાવેશ થાયછે. અમદાવાદ ખાતે એક અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે જામનગર બે અને વડોદરામાં ચાર બેઠક અન્ય પક્ષને ફાળે ગઈ હતી.

 • Share this:
  ગાંધીનગર: આજે મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ (Gujarat Municipal corporation election 2021) જાહેર થશે. આ માટે તમામ મહાનગરપાલિકામાં મતગણતરીની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આઠ વાગ્યાના ટકોરે મતગણતરી (Vote counting) પણ શરૂ થઈ ગઈ છે. 2021ની ચૂંટણીની ચિત્ર થોડા સમયમાં સ્પષ્ટ થઈ જશે ત્યારે 2015ની ચૂંટણીના પરિણામ (Gujarat Municipal corporation election 2015) પર એક નજર કરી લઈએ. 2015ની ચૂંટણીમાં અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા અને સુરત એમ તમામ કોર્પોરેશનમાં ભાજપની સરકાર બની હતી. આ ચૂંટણી દરમિયાન કુલ બે બેઠક બિન હરિફ રહી હતી. જેમાં વડોદરા અને સુરતમાં એક એક બેઠકનો સમાવેશ થાયછે. અમદાવાદ ખાતે એક અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે જામનગર બે અને વડોદરામાં ચાર બેઠક અન્ય પક્ષને ફાળે ગઈ હતી.

  2015 ચૂંટણી પરિણામ પર એક નજર:  >> અમદાવાદની વાત કરીએ તો 192માંથી ભાજપના ફાળે 142 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 49 બેઠક ગઈ હતી. એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી.

  >>રાજકોટની વાત કરીએ તો 72માંથી ભાજપના ફાળે 38 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 34 બેઠક ગઈ હતી.

  >>જામનગરની વાત કરીએ તો 64માંથી ભાજપના ફાળે 38 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 24 બેઠક ગઈ હતી. બે બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી.

  >>ભાવનગરની વાત કરીએ તો 52માંથી ભાજપના ફાળે 34 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 18 બેઠક ગઈ હતી.

  >>વડોદરાની વાત કરીએ તો 76માંથી ભાજપના ફાળે 57 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 14 બેઠક ગઈ હતી. ચાર બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી. ભાજપના એક ઉમેદવાર બિન હરિફ ચૂંટાયા હતા.

  >>સુરતનીની વાત કરીએ તો 116માંથી ભાજપના ફાળે 76 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 36 બેઠક ગઈ હતી. ભાજપના એક ઉમેદવાર બિન હરિફ ચૂંટાયા હતા.  2021માં જામનગરમાં સૌથી વધારે 53.64% મતદાન

  21મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકાનું ચૂંટણીમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન થયું છે. જામનગર મહાનગરપાલિકામાં સૌથી વધારે 53.64 ટકા મતદાન નોંધાયું છે.તમામ મહાનગરપાલિકાઓમાં સ્ત્રી મતદારોની ટકાવારી 42.18 ટકા રહી છે, જ્યારે પુરુષ મતદારોની ટકાવારી 48.73 ટકા રહી છે. એટલે કે સ્ત્રી મતદારોની સરખામણીમાં પુરુષ મતદારોની મતદાનની ટકાવારી ખૂબ ઓછી રહી છે. આ સાથે જ યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણીમાં 51.85 ટકા મતદાન નોંધાયું છે.

  ક્યાં કેટલું મતદાન

  અમદાવાદ---- 42.51%
  સુરત---------- 45.51%
  વડોદરા------- 47.99%
  જામનગર------ 53.64%
  રાજકોટ------- 50.75%
  ભાવનગર------ 49.79%
  કુલ----------- 45.64%

  પુરુષ Vs મહિલા મતદારો

  શહેર--------- પુરુષ--------- સ્ત્રી
  અમદાવાદ---- 45.90%---- 38.80%
  સુરત---------- 47.00%-----42.00%
  વડોદરા------- 51.07%---- 44.76%
  જામનગર----- 57.32%---- 49.78%
  રાજકોટ------- 54.60%---- 46.60%
  ભાવનગર----- 52.84%---- 45.88%
  કુલ----------- 48.73%---- 42.18%

  છ મહાનગરપાલિકામાં મતદાન યોજાયું

  શહેર--------- વોર્ડ---------- બેઠક
  અમદાવાદ---- 48----------- 192
  સુરત---------- 30----------- 120
  વડોદરા------- 19----------- 76
  જામનગર ----- 16----------- 64
  રાજકોટ------- 18----------- 72
  ભાવનગર----- 13----------- 52
  કુલ----------- 144----------- 576

  છ મહાનગરપાલિકાની ચૂંટણીના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો
  Published by:Vinod Zankhaliya
  First published:February 23, 2021, 08:24 am

  ટૉપ ન્યૂઝ