ભારે વરસાદની આગાહી વચ્ચે પાવી જેતપુરમાં ચાર, સુરતમાં 2.5 ઇંચ વરસાદ

ભારે વરસાદની આગાહી વચ્ચે પાવી જેતપુરમાં ચાર, સુરતમાં 2.5 ઇંચ વરસાદ
તસવીર (ડાકોર)

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 જિલ્લાના 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં નોંધાયો છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. 25મી જુનના રોજ પુરા થતા 24 કલાક દરમિયાન પડેલા વરસાદના આંકડા તપાસવામાં આવે તો મધ્ય ગુજરાતના છોટાઉદેપુરના પાવી જેતપુરમાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ પડ્યો છે. ગત વર્ષે જ્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો તે કચ્છના રાપરમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં આવતા સુરત શહેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

  77 તાલુકામાં વરસાદ  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 જિલ્લાના 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો કચ્છમાં સરેરાશ 7 મિમી, ઉત્તર ગુજરાતમાં સરેરાશ ત્રણ મિમી, પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ 14 મિમી, સૌરાષ્ટ્રમાં સરેરાશ બે મિમી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સાત મિમી વરસાદ નોંધાયો છે.

  આ પણ વાંચો : રાજ્યમાં વરસાદી માહોલ : અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ

  ક્યાં કેટલો વરસાદ

  પાવી જેતપુર (છોટાઉદેપુર) -- 102 મિમી
  સુરત શહેર-------------------- 69 મિમી
  રાપર (કચ્છ)------------------ 66 મિમી
  છોટાઉદેપુર ------------------66 મિમી
  શહેરા (પંચમહાલ)----------- 66 મિમી
  ગોધરા (પંચમહાલ)---------- 65 મિમી
  નિઝર (તાપી)----------------54 મિમી
  વિરપુર (મહિસાગર)-------- 49 મિમી
  બોડેલી (છોટાઉદેપુર)------ 43 મિમી
  જાંબુઘોડા (પંચમહાલ)----- 42 મિમી
  સોનગઢ (તાપી) -----------51 મિમી
  ઘોઘંબા (પંચમહાલ)------ 35 મિમી

  નોંધનીય છે કે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે હવામાન વિભાગ તરફથી હજી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
  First published:June 25, 2019, 08:53 am

  टॉप स्टोरीज