ગુજરાતમાં વરસાદ 10 દિવસ મોડો, 56 હજાર હેક્ટરમાં જ વાવેતર

News18 Gujarati
Updated: June 14, 2019, 1:37 PM IST
ગુજરાતમાં વરસાદ 10 દિવસ મોડો, 56 હજાર હેક્ટરમાં જ વાવેતર
ફાઇલ તસવીર

સામાન્ય રીતે 10 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ જતું હોય છે. ત્યારે ચોમાસાના આગમન પહેલાજ ખેડૂતોએ પોતાના ખેતમાં વાવેતરની શરૂઆત કરતા હોય છે.

  • Share this:
મયુર માંકડિયા, ગાંધીનગરઃ વાયુ વાવાઝોડાંની અસરના કારણે વિધિવત રીતે ચોમાસું મોડું શરૂ થશે. સામાન્ય રીતે 10 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ જતું હોય છે. ત્યારે ચોમાસાના આગમન પહેલાજ ખેડૂતોએ પોતાના ખેતમાં વાવેતરની શરૂઆત કરતા હોય છે. પરંતુ 10 જૂનની સ્થિતિએ પણ રાજ્યમાં 56 હજાર હેક્ટરમાં જ વાવેતર થયું છે, જે ગત વર્ષની સરખામણી એ 26 હજાર 646 હેકટરમાં ઓછું વાવેત નોંધાયું છે. જેમાં સૌથી વાવેતર કઠોળ,તેલીબિયાં,અને ધન્ય પાકોમાં નોંધાયું છે.

વાયુ વાવાઝોડાંના ગુજરાતની સિસ્ટમમાં બદલાવ થયો છે. જેના પગલે હવે વરસાદ એ 10 દિવસ મોડો આવશે. ત્યારે ગુજરાતમાં ઘટતા પાણી અને ઓછા થતા કૃષિ વાવેતરની સમસ્યા એ સરકાર માટે પડકાર સમાન સાબિત થશે.

10 જૂન 2019 ની સ્થિતિએ વાવેતર

ધાન્ય પાક વર્ષે 2018 હેકટર વર્ષે 2019 હેકટર
ડાંગર 543 77
બાજરી 23 0જુવાર 68 0
મકાઈ 146 175
કુલ ધાન્ય પાક 800 252

આ પણ  વાંચોઃ-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, હિરણ નદીમાં આવ્યું પૂર

કઠોળ પાક વર્ષે 2018 હેકટર વર્ષે 2019 હેકટર
તુવેર 1663 3
મગ 15 5
અડદ 52 2
અન્ય કઠોળ 74 0
કુલ કઠોળ પાક 1804 10

તેલીબિયાં પાક વર્ષે 2018 હેકટર વર્ષે 2019 હેકટર
મગફળી 14368 5216
તલ 8 0
દિવેલા 5 0
સોયાબીન 367 136
કુલ તેલીબિયાં પાક 14748 5352

અન્ય પાક વર્ષે 2018 હેકટર વર્ષે 2019 હેકટર
કપાસ 47907 40109
ગુવાર 10 5
શાકભાજી 6502 3409
ઘાસ ચારો 10875 6863
કુલ અન્ય પાક 65294 50386

 
First published: June 14, 2019, 12:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading