Home /News /madhya-gujarat /

BJPના વધુ એક નેતા Coronaની ઝપટમાં, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પોઝિટિવ આવતા આ સલાહ આપી

BJPના વધુ એક નેતા Coronaની ઝપટમાં, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પોઝિટિવ આવતા આ સલાહ આપી

મંત્રી ધર્મેન્દ્રસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

ધારાસભ્ય હર્ષ સંઘવી, સાંસદ કિરીટ સોલંકી બાદ હવે સચિવાલય સુધી પહોંચ્યો કોરોના

    અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. અગાઉ દેશ અને દુનિયાના અનેક નેતાઓને બાનમાં લેનારા કોરોના વાયરસે હવે ગુજરાતના નેતાઓને શકંજામાં લીધા છે. જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા અને જાહેર જીવન સાથે સંકળાયેલા નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટમાં આવી ગયા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોના પોઝિટિવ ટેસ્ટ થયા છે.

    ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જાતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. અગાઉ ગુરૂવારે ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી અને સંબંધિત લોકોને પોતાના ટેસ્ટ કરાવવા તેમજ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી હતી. ગુરૂવારે સાંજ થતાની સાથે જ અમદાવાદના પશ્વિમના સાંસદ ડૉ.કિરિટી સોલંકી પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. સોલંકીએ જાતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

    આ પણ વાંચો :  અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટ સોલંકી કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી જાણકારી



    દરમિયાન રાત્રે ધર્મેન્દ્રસિંહ જાડેજાનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું કે ' મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને મારી તબિયત સારી છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મારા સંપર્ક માં આવેલ તમામ લોકો સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થવા અથવા તો ડોક્ટર પાસે ટેસ્ટ કરાવવા વિનંતી. ભગવાન ભોળાનાથ તથા આપ સૌના આશીર્વાદથી હું ઝડપથી સ્વસ્થ થઈ જઈશ'

    આ પણ વાંચો :  સુરત : ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને જાણકારી આપી

    ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ જાડેજા ફૂડ, સિવિલ સપ્લાય, કન્ઝ્યુમર અફેર્સ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રીઝનો પ્રભાર સંભાળી રહ્યા છે. તેઓ જામનગર ઉત્તરના ધારાસભ્ય છે અને અગાઉ કૉંગ્રેસમાં કામ કરતા હતા. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી વખતે તેઓ કૉંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા હતા. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને આ સલાહ આપી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Coronavirus, COVID19, Gujarat corona cases, Gujarat coronavirus

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन