રાજ્યના 2 હજાર ઇન્ટર્ન ડૉક્ટર હડતાળ પર, કોવિડ દર્દીઓને પડી રહી છે હાલાકી

રાજ્યના 2 હજાર ઇન્ટર્ન ડૉક્ટર હડતાળ પર, કોવિડ દર્દીઓને પડી રહી છે હાલાકી
નિરાકરણ નહિ આવે તો, અચોક્કસ મુદતની હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે.

નિરાકરણ નહિ આવે તો, અચોક્કસ મુદતની હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે.

  • Share this:
અમદાવાદ : રાજ્યના સરકારી હોસ્પિટલના 2 હજાર  ઇન્ટર્ન MBBS ડોક્ટર્સ સરકારથી નારાજ થયા છે. તેઓ છેલ્લા 8 મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા છે. અન્ય રાજ્યો કરતા ગુજરાતની સરકરી મેડિકલ કોલેજમાં MBBS ઇન્ટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું મળતા હડતાળનું શાસ્ત્ર ઉગામ્યુ છે. નિરાકરણ નહિ આવે તો, અચોક્કસ મુદતની હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે.

કોરોના કાળમાં જ ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર જતાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જોકે, અનેકવાર રજુઆત કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા ડૉક્ટર્સ કામકાજથી અળગા રહ્યા છે. કોરોના કાળમાં સંક્રમણ વધી રહ્યું છે અને દર્દીઓને સારવાર સરકારી હોસ્પિટલમાં મળવી જોઈએ પણ સ્ટાઈપેન્ડ પૂરતું નહિ મળતા 2 હજાર ઇન્ટર્ન ડોકટર્સ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળ ને મ્યુનિસિપલ મેડિકલ કોલેજના ડોકટર્સ તેમજ જૂનિયર ડોકટર્સ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ ટેકો જાહેર કર્યો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 'ટીમ પાટીલ'ની કરાઈ જાહેરાત, યાદી પર કરી લો એક નજર

પંચમહાલ: માંડવામાં ચાલતી હતી લગ્નની વિધિ, અચાનક તંત્ર ત્રાટકતા અટકાવાયા બે બાળ લગ્નઆ અંગે ડોક્ટર્સ એ જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી કરતા ગુજરાતમાં સ્ટાઈપેન્ડ ઓછું આપવામાં આવે છે. અહીં ઇન્ટરનશીપ કરતા ડોક્ટરને માત્ર 12800 રૂપિયા આપવામાં આવે છે. જેની સામે ઇન્ટર્ન ડોકટર્સે સ્ટાઈપેન્ડ 20 હજાર કરવાની માંગ કરી છે. બંગાળમાં ઇન્ટર્ન ડોકટર્સને 28 હજાર જેટલું સ્ટાઈપેન્ડ અપાય છે. જ્યારે દિલ્હીમાં ઇન્ટર્નને 8 કલાકના 1000 અને 12 કલાકના 2 હજાર  આપવામાં આવે છે.  જ્યાં સુધી નિરાકરણ નહિ આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.

તો બીજે મેડિકલ કોલેજના ડીન ડો. પ્રણય શાહે જણાવ્યું કે, ડોકટર્સે  15 દિવસ પહેલા રજુઆત કરી છે. કોર્પોરેશનમાં ઇન્ટર્ન MBBSને સ્ટાઈપેન્ડ ઉપરાંત કોવિડ ડ્યુટીમાં 500 વધારે મળે છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે બાંહેધરી આપી છે. હડતાળ પર ના જવા જણાવ્યું હતું. પણ છતાં ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે.
Published by:Kaushal Pancholi
First published:December 14, 2020, 12:27 pm