કરોડો લોકો જે દિવસની રાહ જોતા હતા તે દિવસ એટલે કે 23 મે આવી ગઈ છે. 23મી મે ના રોજ લોકસભા ચૂંટણી 2019ના પરિણામ જાહેર કરવામાં આવશે. 23 મે ના રોજ ગુજરાતની 26 લોકસભા અને 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી પણ થશે. મતગણતરી સવારે 8 કલાકેથી શરુ થશે. રાજ્યમાં 27 મતગણતરી કેન્દ્રો તથા જામનગર(ગ્રામ્ય) વિધાનસભાની પેટાચૂંટણી માટે 1 મતગણતરી કેન્દ્ર મળીને કુલ 28 મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યા છે. આ મતગણતરી માટે 2548 કાઉન્ટિંગ સુપર વાઈઝર, 2548 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર સહિત કુલ 8,662ની સ્ટાફ નિમણુક કરવામાં આવી છે.
દરેક મતગણતરી હોલ ખાતે 14 મતગણતરી ટેબલ, એક રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર નું ટેબલ રહેશે. 26 સંસદીય મત વિસ્તારના 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ટપાલ મતપત્રો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ્ટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમની ચકાસણી માટે 15 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મળીને કુલ 122 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. આ સિવાય પણ ચૂંટણી અધિકારીઓની મદદ માટે રિઝર્વ તથા સપોર્ટિંગ સ્ટાફ ઉલલબ્ધ રહેશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતગણતરીમાં મોડું થઈ શકે છે. જેથી ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ 3-4 કલાક મોડુ જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે દરેક લોકસભા દીઠ પાંચ વીવીપેટીની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે.
મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે કે વીવીપેટ અને ઈવીએમના મતોમાં જો કોઈ તફાવત આવે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે. ચૂંટણી પંચે EVMની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી છે. તમામ મથકો મતગણતરી હોલમાં અને રૂમની બહાર સીસીટીવીથી સજ્જ ગણતરી થશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર