'ગુજરાત સરકારની બેફામ લૂંટ', પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો ચૂંટણીનો મુખ્ય મુદ્દો રહેશે : ડો. મનિષ દોશી

'ગુજરાત સરકારની બેફામ લૂંટ', પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો ચૂંટણીનો મુખ્ય મુદ્દો રહેશે : ડો. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્યપ્રવકતા ડૉ. મનિષ દોશી

છેલ્લાં ૭ વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ ઉપર એકસાઈઝ ડ્યૂટી રૂ. ૯.૨૦ પ્રતિ લિટર (મે-૨૦૧૪) થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. ૩૨.૯૮ કરી દીધી છે. એટલે કે પ્રતિ લિટર રૂ ૨૩.૭૮ અથવા તો. ૨૫૮ ટકા નો વધારો કર્યો

  • Share this:
અમદાવાદ : ‘બહુંત હુઈ મહેંગાઈ કી માર’ અચ્છેદિન’ ના રૂપાળા સૂત્રથી પ્રજાની લાગણી સાથે છેતરપીંડી કરી સત્તા મેળવનાર ભાજપ સરકાર દ્વારા સતત એક્સાઈઝમાં વધારો ઝીંકતાં દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની છ કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન છે. પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વિક્રમજનક વધારો કરીને સામાન્ય, મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો અને બેફામ લૂંટ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્યપ્રવકતા ડૉ. મનિષ દોશી એ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર દર મહિને પેટ્રોલ – ડીઝલ પરના વેટ દ્વારા ૧૨૦૦ કરોડ રૂપિયા નાગરીકો પાસે વસુલ કરી રહી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લાં ૭૩ વર્ષના સૌથી વધુ ઊંચા ભાવ છે.

તેમણે કહ્યું કે, છેલ્લાં ૭ વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ ઉપર એકસાઈઝ ડ્યૂટી રૂ. ૯.૨૦ પ્રતિ લિટર (મે-૨૦૧૪) થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. ૩૨.૯૮ કરી દીધી છે. એટલે કે પ્રતિ લિટર રૂ ૨૩.૭૮ અથવા તો. ૨૫૮ ટકા નો વધારો કર્યો છે. જ્યારે ડિઝલ ઉપરની એકસાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂ. ૩.૪૬ (મે-૨૦૧૪)થી વધારીને પ્રતિ લિટર રૂ. ૩૧.૮૩ કરી દીધી છે. એટલે કે, પ્રતિ લિટર રૂ. ૨૮.૩૭ સાથે ૮૨૦ ટકા નો વધારો કર્યો છે. જ્યારે ફ્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ ૧૧૦ અમેરિકી ડોલરથી ઘટીને પ્રતિ બેરલ ૫૦ અમેરિકી ડોલર થયા છે.આ પણ વાંચોસુરતમાં ભાઈ-બહેનનો અનોખો પ્રેમ: 5 બહેન વચ્ચે એકનો એક ભાઈ મરણ પથારીએ, બહેન કિડની આપી બચાવશે જીવ

વધુમા કોંગ્રેસ પ્રવક્તા દોશીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૨૧માં શરૂઆતના માત્ર ૪૧ દિવસોમાં જ પેટ્રોલમાં ૪.૧૪ અને ડીઝલમાં ૪.૧૬ રૂપિયાનો વધારો દેશના નાગરિકો ઉપર ઝીંકવામાં આવ્યો. પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણમાં દેશના ૧૩૦ કરોડ નાગરિકો પાસેથી ૨૦૧૪-૧૫ થી વર્ષ ૨૦૨૧ સુધીમાં વિવિધ કરવેરા પેટે રૂા. ૨૦,૯૦,૭૭૭ કરોડ જેટલી માતબર રકમની લુંટ ચલાવવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોંઘવારી અમારો મુખ્ય મુદ્દો હશે .. ગુજરાત જનતા પાસે ભાજપ સરકારે ઉઘાડી લૂંટ ચલાવી છે. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુખ્ય મુદ્દો રહેશે.

આ પણ વાંચોઅમદાવાદ : 'ડ્રગ માફિયા આમીર લાલાએ ગુજરાત મોકલ્યા, વડોદરા લાલ ટી-શર્ટ, કાળી ટોપીને આપવાનું હતું'

આંતર રાષ્ટ્રિય બજારમાં વર્ષ ૨૦૧૩ માં ક્રુડનો ભાવ અમેરીકન ડોલર ૧૦૯ હતો ત્યારે દેશના નાગરિકોને રૂા. ૭૪/- માં મળતુ હતું. આંતર રાષ્ટ્રીય બજારમાં વર્ષ ૨૦૨૧ માં ક્રુડનો ભાવ ૫૦/- અમેરીકન ડોલર જેટલો અતિ તળીયે ભાવ હોવા છતાં ભારતના નાગરિકો પાસેથી રૂા. ૮૨ પ્રતિ લીટર જેટલો વસૂલવામાં આવી રહી છે. જીડીપી(GDP) વધારવામાં અને આર્થીક મોરચે સદંતર નિષ્ફળ નીવડેલ કેન્દ્ર અને રાજયન ભાજપ સરકાર ગેસ-પેટ્રોલ-ડીઝલ(GDP) પરની સુનિયોજિત લુંટ બંધ કરીને રાજ્ય અને દેશની જનતાને રાહત આપે.
Published by:kiran mehta
First published:February 12, 2021, 18:21 pm

ટૉપ ન્યૂઝ