Home /News /madhya-gujarat /સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ: અમદાવાદમાં દેરાણી-જેઠાણી વચ્ચેના 'જંગ'માં દેરાણીની જીત

સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ: અમદાવાદમાં દેરાણી-જેઠાણી વચ્ચેના 'જંગ'માં દેરાણીની જીત

વિજેતા મહિલા ઉમેદવાર.

એક જ પરિવારની બે મહિલાઓ અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહી હતી, ચૂંટણી પરિણામ બાદ દેરાણીએ વિકાસની જીત થઈ હોવાનું જણાવ્યું.

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની બીજા તબક્કાની ચૂંટણી (Local body polls) માટે હાલ મતગણતરી (Voting) ચાલી રહી છે. આ દરમિયાન અમદાવામાં એક બેઠક પર દેરાણી-જેઠાણી વચ્ચે જંગ જામ્યો હતો. આ જંગમાં દેરાણી વિજેતા થઈ છે, જ્યારે જેઠાણીની હાર થઈ છે. સામાન્ય રીતે સમાજમાં પણ દેરાણી અને જેઠાણી વચ્ચે 'વાકયુદ્ધ' ખેલાતું જ હોય છે પરંતુ અહીં બંને વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો. એક જ પરિવારની બે મહિલાને બંને અલગ અલગ પક્ષોએ ટિકિટ આપી હતી. જેમાં દેરાણીને ભારતીય જનતા પાર્ટી અને જેઠાણીને કૉંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી. જેમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. એક જ પરિવારની બે મહિલાઓ અલગ અલગ પાર્ટીમાં ઊભી રહી હોવાથી લોકોને પણ આ ચૂંટણીનું પરિણામ શું આવશે તે જાણવાની રાહ હતી.

મળતી માહિતી પ્રમાણે હાલ અમદાવાદ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે લાંભા વિસ્તારની ગીતા હાઉસ્કૂલ ખાતે મતગણતરી ચાલી રહી છે. જેમાં દસક્રોઈ તાલુકા પંચાયતની 01 અસલાલી બેઠક પર રમીલાબેનની જીત થઈ છે. રમીલાબેન ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર હતા. તેમની સામે ઊભા રહેલા સુશિલાબેન કે જેઓ કૉંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા, તેમની હાર થઈ છે. આ મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા રમીલાબેને જણાવ્યું હતું કે, "હું મારા વિસ્તારમાં બાકી રહેલા કામ કરીશ. અમે વિકાસને વરેલા છીએ. વિકાસની જીત થઈ છે. મારી જીત થતા મને ખૂબ જ ખુશી છે."

આ પણ વાંચો: આયેશા આપઘાત કેસ: આરોપી પતિને અમદાવાદ લવાયો, પત્નીના મોતનો કોઈ રંજ ન હોય તે રીતે હસતા મોઢે પોઝ આપ્યો



આ મામલે વાતચીત કરતા રમીલાબેનના પતિએ જણાવ્યું હતું કે, "અમે છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છીએ. અમે વિકાસના કામો કરવા માટે બંધાયેલા છીએ. ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજા સાથે રહી છે, અને ભવિષ્યમાં પણ રહેશે."

ચૂંટણી પરિણામના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો...

8,474 બેઠક પર પરિણામ:

રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહીત કુલ 8,474 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2,720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. તાલુકા પંચાયતમાં ભાજપના 4, 652 ઉમેદવાર, કૉંગ્રેસના 4,594 ઉમેદવારો, આપના 1,067 ઉમેદવારો મેદાનમાં છે.

આ પણ વાંચો: ટોઇલેટ ન હોય તો ઉમેદવારનું ફોર્મ રદના નિયમ વચ્ચે મતગણતરી કેન્દ્ર ખાતે વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
" isDesktop="true" id="1076517" >

2015નું ચૂંટણી પરિણામ:

2015માં થયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી 23થી વધુ જિલ્લા પંચાયતો કૉંગ્રેસના ફાળે ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.
First published:

Tags: Election 2021, Local Body Polls, Nagar Palica, Taluka panchayat, ગુજરાત, ચૂંટણી, જીલ્લા પંચાયત