સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી અમિત ચાવડાનું રાજીનામું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી અમિત ચાવડાનું રાજીનામું
કોંગ્રેસ નેતા અમિત ચાવડા (ફાઇલ તસવીર)

Gujarat Local Body Polls Result: આઝાદી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત કૉંગ્રેસ પાર્ટી ભૂંડી રીતે હારી છે.

  • Share this:
    ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી (Gujarat Local body polss)માં કૉંગ્રેસના સુપડા સાફ થયા બાદ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા (Amit Chavda)એ પ્રમુખ પદેથી રાજીનામું (Resignation) ધરી દીધું છે. તેઓએ હારની જવાબદારી સ્વીકારીના રાજીનામું ધરી દીધું છે. આ અંગે તેમણે હાઇકમાન્ડને જાણ કરી દીધી છે. રાજીનામા અંગે તેઓ સાંજે પત્રકાર પરિષદ કરીને સત્તાવાર જાહેરાત કરશે. આ સાથે જ તેમણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે. ગુજરાતના છ મહાનગરપાલિકા (Gujarat Corporation elections)ની ચૂંટણીમાં માઠા પરિણામ બાદ કૉંગ્રેસ પાર્ટી (Congress Party)ને આશા હતી કે તાલુકા-જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન કરશે. જોકે, પરિણામો તેમની ગણતરીથી બિલકુલ ઉલટા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આઝાદી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત કૉંગ્રેસ પાર્ટી ભૂંડી રીતે હારી છે.

    પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું:



    અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર-10માં કૉંગ્રેસની કારમાં હાર થઈ છે. આ વોર્ડ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ગઢ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી આ વોર્ડમાં રહે છે. વોર્ડ નંબર 10માં ચાર બેઠકમાંથી ત્રણ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે, જ્યારે કૉંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે.

    આ પણ વાંચો: પેટલાદ નગરપાલિકા ચૂંટણી: કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલનો કારમો પરાજય

    અમરેલીમાં કૉંગ્રેસની હાર સાથે સાથે અહીં ત્રણ બેઠક પર આપના ઉમેદારોની જીત થઈ છે. જેમાં અમરેલી જિલ્લા પંચાયતની એક બેઠક પર આપના ઉમેદવારની જીત થઈ છે. આપના ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના પત્નીને હાર આપી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની દેવળીયા અને ભાડેર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.

    આ પણ વાંચો: આયેશા આપઘાત કેસ: આરોપી પતિ પકડાયો પણ તેનો મોબાઇલ ગાયબ, ક્યાં ગયો?

    8,474 બેઠક પર પરિણામ:

    રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહીત કુલ 8,474 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2,720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. તાલુકા પંચાયતમાં ભાજપના 4, 652 ઉમેદવાર, કૉંગ્રેસના 4,594 ઉમેદવારો, આપના 1,067 ઉમેદવારો મેદાનમાં છે.

    આ પણ વાંચો: સુરત: યુવકને પરિણીત મહિલા સાથે લીવ-ઇનમાં રહેવું ભારે પડ્યું, મહિલાના પતિએ કરી આવી હાલત

    2015નું ચૂંટણી પરિણામ:

    2015માં થયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી 23થી વધુ જિલ્લા પંચાયતો કૉંગ્રેસના ફાળે ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:March 02, 2021, 15:35 pm

    ટૉપ ન્યૂઝ