સ્થાનિક સ્વરાજ ચૂંટણી: જન જન સુધી પહોંચવા કૉંગ્રેસ સોશિયલ મીડિયાના સહારે

સ્થાનિક સ્વરાજ ચૂંટણી: જન જન સુધી પહોંચવા કૉંગ્રેસ સોશિયલ મીડિયાના સહારે
પ્રતીકાત્મક તસવીર

Gujarat local body polls: યુવા વર્ગને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કૉંગ્રેસ સોશિયલ મીડિયાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરશે.

  • Share this:
અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local body polls) માટે સોશિયલ મીડિયા (Social media)ને મજબૂત કરવા માટે કૉંગ્રેસ પાર્ટી (Congress Party)એ કવાયત હાથ ધરી છે. પ્રદેશ કાર્યાલય ખાતે પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda), કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ (Hardik Patel), કૉંગ્રેસ સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તા (Rohan Gupta) સહિત આગેવાની એક મહત્ત્વની બેઠક મળી હતી.

આ પ્રસંગે કૉંગ્રેસ સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, કૉંગ્રેસ પક્ષે સોશિયલ મીડિયા થકી ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચી ચૂંટણી ગજવવા અંગે રણનીતિ બનાવી છે. યુવા વર્ગને આકર્ષિત કરવા માટે કૉંગ્રેસ આ વખતે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરશે.આ પણ વાંચો: 16 મહિલાઓની હત્યા કરનાર સાઇકો કિલરની ધરપકડ, મૃતક પાસેથી મળેલી એક ચીઠ્ઠી પોલીસને હત્યારા સુધી દોરી ગઈ!

સોશિયલ મીડિયા બેઠક દરમિયાન કૉંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ કહ્યુ હતુ કે, ૨૦૧૫ અને ૨૦૧૭માં પણ સોશિયલ મીડિયાનો લાભ મળ્યો હતો. ૨૦૧૭ની ચૂંટણી વખતે 'કૉંગ્રેસ આવે છે' કેમ્પેઇથી ભાજપ સોશિયલ મીડિયાથી ડરી ગયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ હોય, તેની બી ટીમ, સી ટીમ હોય કે પછી કોઈ અન્ય ટીમ, પ્રજા કૉંગ્રેસને મોટા વિકલ્પ તરીકે જોઈ રહી છે.

આ પણ વાંચો: વાપી: ટ્રક ચાલકે બે નિર્દોષ લોકોને કચડી નાખ્યા, એક રાહદારીનું ઘટનાસ્થળે જ મોત

કૉંગ્રેસ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતમાં એક સાથે અનેક લોકો સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 'હેલ્લો' અભિયાનનો સારો પ્રતિસાદ મળ્યો છે. આવનારા દિવસોમાં એની માહિતી પણ મીડિયા સમક્ષ લાવીશું.

મહત્ત્વપૂર્ણ છે કે કૉંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં 'કૉંગ્રેસ આવે છે' કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'વિકાસ ગાંડો થયો છે' કેમ્પેઇન પણ શરૂ કરાયું હતું. એવી જ રીતે 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કૉંગ્રેસે યુવા વર્ગને આકર્ષિત કરવા માટે 'હેલ્લો' કેમ્પેઇન લોંચ કર્યું છે. હેલો કેમ્પેઇનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ચૂંટણીની તારીખો જાહેર

તાજેતરમાં ચૂંટણી પંચ તરફથી રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાનની મતગણતરી મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરી અને નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની મતગણતરી 2જી માર્ચ રાખવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:January 27, 2021, 16:00 pm

ટૉપ ન્યૂઝ