સ્થાનિક સ્વરાજ ચૂંટણી: કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પોતાની પાર્ટીને જ મત ન આપી શક્યા!

સ્થાનિક સ્વરાજ ચૂંટણી: કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પોતાની પાર્ટીને જ મત ન આપી શક્યા!
હાર્દિક પટેલ.

Gujarat local body polls: વિરમગામ નગરપાલિકામાં 36 બેઠકમાંથી માત્ર 16 બેઠક પર કૉંગ્રસ ઉમેદવાર, અનેક બેઠક પર પાર્ટીને ઉમેદવાર ન મળ્યા!

  • Share this:
અમદાવાદ: છ મહાનગરપાલિકા (Corporation Election)ની ચૂંટણી બાદ ફરી એકવાર ગુજરાત સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી (Local body polls voting)નો સંગ્રામ ચાલી રહ્યો છે. મહાનગરપાલિકા બાદ જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે (28 ફેબ્રુઆરી, 2021) મતદાન (Voting) થઇ રહ્યું છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકા (Viramgam Nagar Palica)માં કૉંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કોંગ્રેસ (Hardik Patel) નેતા હોવા છતાં કૉંગ્રેસને મત આપી શક્યા ન હતા. કારણ એવું છે કે, હાર્દિક પટેલ જે વિસ્તાર રહે છે તે વૉર્ડમાં કૉંગ્રેસે પોતાનો ઉમેદવાર જ ઊભો રાખ્યો નથી. વિરમગામ નગરપાલિકામાં વોર્ડ-2માં કૉંગ્રેસે ઉમેદવાર ઊભો ન રાખતા આખરે વોર્ડમાં ભાજપ અને અપક્ષ પેનલ ઊભી રહી હતી. આ કારણે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષને મત આપી શક્યા ન હતા.

આ અંગે હાર્દિક પટેલે પત્રકારોને જવાબ આપતા કહ્યું હતું કે, અમારા વિસ્તારમાં અપક્ષ સભ્યોની પેનલ પહેલાથી ઊભી રહે છે. જે વ્યક્તિ વિરમગામ વિસ્તારના વિકાસની વાત કરશે તેને મારો મત આપ્યો છે. અહીં વોર્ડ- 2માં ઊભા રહેલા અપક્ષ ઉમેદવારને મારો મત આપ્યો છે. કારણ કે કૉંગ્રેસ પાર્ટી અપક્ષ પેનલનું સમર્થન કર્યું છે. જે જનતા સેવા કરતા હશે તેને અમારો ટેકો હશે.



આ પણ વાંચો: અજીબ ચોરી: ચોરોએ 90 લાખમાં મકાન ખરીદ્યું, ટનલ બનાવી બાજુના મકાનમાંથી 400 કિલો ચાંદી ચોરી લીધી!



લોકોને મત આપવાની અપીલ કરતા હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, પ્રજા તંત્રમાં મત આપવો એ મોટું દાન છે. મત આપી લોકતંત્ર અને પ્રજાતંત્ર મજબૂત કરવા લોકોએ મતદાન કરવા બહાર નીકળવું જોઇએ. મહાનગરપાલિકામાં મતનું પ્રમાણ ઘટ્યું હતું પરંતુ ગ્રામીણ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરશે.

આ પણ વાંચો:  1 માર્ચથી લાગૂ થશે આ નિયમો: આ બેંકના ATMમાંથી 2,000 રૂપિયાની નોટ નહીં નીકળે

આ પણ વાંચો: અમદાવાદની યુવતીનો હસતા મોઢે આપઘાત! માતાપિતા સાથે અંતિમ વાતચીતનો ધ્રુજાવી દેતો ઓડિયો આવ્યો સામે

હાર્દિક પટેલ કૉંગ્રેસ માટે મતદાન ન કરી શક્યા તે મુદ્દે વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડો તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલની કમનસીબી ગણાય કે તે પોતાની પાર્ટી માટે મત ન આપી શક્યો. તેમના વોર્ડમાં કૉંગ્રેસ પક્ષ પોતાનો ઉમેદવાર ઊભો રાખી શકી નથી. વિરમગામ વિધાનસભા હેઠળ આવતી આઠ જિલ્લા પંચાયત એક પણ પાટીદારને હાર્દિક ટિકિટ અપાવી શક્ય નથી. કૉંગ્રેસે પાર્ટી પાટીદારોને ન્યાય નથી આપી શકી તે હકીકત છે.
Published by:Vinod Zankhaliya
First published:February 28, 2021, 13:31 pm

ટૉપ ન્યૂઝ