અમદાવાદ શહેર પ્રમુખ શશીકાન્ત પટેલનું રાજીનામું , ''કોંગ્રેસના નેતાઓઓએ કોંગ્રેસને હરાવી ''

અમદાવાદ શહેર પ્રમુખ શશીકાન્ત પટેલનું રાજીનામું , ''કોંગ્રેસના નેતાઓઓએ કોંગ્રેસને હરાવી ''
શશિકાન્ત પટેલની તસવીર

2021 ચૂંટણીમાં કોંગ્રસ પક્ષ 25 બેઠક પર અટકી ગઇ છે . ત્યારે અમદાવાદ શહેર પ્રમુખ શંશિકાત પટેલે નૈતિક જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. 

  • Share this:
અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિક ચૂંટણી પરિણામમાં (AMC election results) કોંગ્રેસ પાર્ટીની (congress party) કારમી હાલ થઇ છે. પાર્ટી 2015 મેળવેલ બેઠક પણ મેળવી શકી નથી. 2021 ચૂંટણીમાં કોંગ્રસ પક્ષ 25 બેઠક પર અટકી ગઇ છે . ત્યારે અમદાવાદ શહેર પ્રમુખ શશિકાંત પટેલે નૈતિક જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

છ મહાનગરપાલિકના પરિણામ કોંગ્રેસ પાર્ટીનો સૌથી મોટા સવાલ ઉભા કરનારા છે. કોંગ્રેસ સુરત મહાનગર પાલિકામા પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. ગુજરાત સૌથી મોટા મહાનગર પાલિકા ગણાતા અમદાવાદ શહેરના પણ નિરાસા જનક પરિણામ આવતા કોંગ્રેસ પ્રમુખ શંશિકાત પટેલ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.



ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચિત કરતા શંશિકાત પટેલ કહ્યું હતુ કે અમદાવાદ મહાનગરપાલિક ચૂંટણી પરિણામ જે આવ્યા છે તેની નૈતિક જવાબદારી મારી છે તેથી હું મારા પદ પરથી રાજીનામું આપુ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે. પરંતુ જે હાર કોંગ્રેસ પાર્ટી થઇ છે તે કલ્પી શકાય તેમ નથી. સત્તા પક્ષ દ્વારા વહિવટી તંત્રનો સંપૂર્ણ દુર ઉપયોગ કર્યો હોવાનો પણ આરોપ લગાવામા આવ્યો છે .

આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

વધુમા શંશિકાત પટેલે કહ્યું હતુ કે કોંગ્રેસને કોંગ્રેના નેતાઓ હરાવી છે . પ્રજા અનેક સમસ્યાઓથી સત્તા પક્ષથી પરેશાન છે . કોંગ્રેસ એક માત્ર વિકલ્પ છે . તેમ છતા કોંગ્રેસ નેતાઓના કારણે અમદાવાદ મહાનગરપાલિક હાર્યા છીએ. અમદાવાદમાં ઔવેસી પાર્ટી સાત બેઠક જીત મેળવી છે તેના પર જવાબ આપતા કહ્યું હતુ કે આ ભાજપની બી ટીમ છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! મૃત સમજી પરિવારે કર્યા મહિલાના અંતિમસંસ્કાર, ત્રણ વર્ષ બાદ પોલીસે પ્રેમી બનેવી સાથે પકડી

ભાજપ પાસે પૈસા લઇ ચૂંટણી જીત્યા છે. પરંતુ કોંગ્રેસ આગામી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી હજુ જોરશોરથી લડશે .  કોંગ્રેસના ઉમેદવારના મત આપવા બદલ અમદાવાદીઓનો આભાર માનું છુ .



કોંગ્રેસ પક્ષ હાર અંગે મંથન કરશે . ચૂંટણી કેમ આ પ્રકારના પરિણામ આવ્યા તે કલ્પનામાં બહાર છે . તેથી સંગઠન નવું ઉભુ કરીશું . જ્યા ભુલો થઇ છે ત્યા સુધારીશું તેમજ પાર્ટી વિરૂદ્દ કામ કરનાર સામે શિક્ષાત્મક પગલા સેવામાં આવશે.
Published by:ankit patel
First published:February 24, 2021, 20:10 pm