ગ્રામ્ય વિસ્તારોમાં પણ AAPનો ઉદય, પૂર્વ મંત્રી બોલ્યા,'બે-ત્રણ મહિનામાં નશો ઉતરી જશે'

ગ્રામ્ય વિસ્તારોમાં પણ AAPનો ઉદય, પૂર્વ મંત્રી બોલ્યા,'બે-ત્રણ મહિનામાં નશો ઉતરી જશે'
આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારની ફાઇલ તસવીર

રાજ્યમાં આમ આદમી પાર્ટીનો ઉદય ભાજપ-કૉંગ્રેસને દ્રાક્ષ ખાટી લાગી

 • Share this:
  ,અમદાવાદ : રાજ્યની (Gujarat) 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. હવે આજે એટલે કે 2 માર્ચને મંગળવારના રોજ મતગણતરી (Voting) થઈ રહી છે. રાજ્યમાં 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહિત કુલ 8,474 બેઠકો માટેનું આજે ભાવિ નક્કી થશે. દરમિયાન આ પરિણામોમાં શરૂઆતના તબક્કે અનેક જિલ્લા અને તાલુકા તેમજ નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીનો (Aam aadmi Party) વિજય થઈ રહ્યો છે તો આપના આ ઉદયને ભાજપ-કૉંગ્રેસ પચાવી શકતા નથી.

  ન્યૂઝ 18 ગુજરાતી પર યોજાઇ રહેલી લાઇવ ડિબેટમાં રાજ્યના પૂર્વ મંત્રી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ કહ્યું કે 'રાજ્યના મતદારોની તાસીર રહી છે કે ગુજરાતમાં ત્રીજો મોરચો કદી ટક્યો નથી, કદી ચાલ્યો નથી અને પ્રજા તેને સ્વીકારતી નથી. ભૂતકાળમાં પણ શંકરસિંહ બાપુથી લઈને અનેક નેતાઓએ આ પ્રયાસ કર્યો છે અન તેમાં તેઓ સફળ રહ્યા નથી. આમ આદમી પાર્ટીનો આ વિજય કાયમી નથી. મતદારોને બે ત્રણ મહિનામાં આ નશો ઊતરી જશે'  ચૂંટણી પરિણામના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો...

  આ અંગે કૉંગ્રેસ પ્રવકત્તા પણ આપની ટીકા કરતા જોવા મળ્યા હતા. કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. અમિત નાયકે જણાવ્યું કે 'આપનો વિજય એ કોઈ વિચારધારા આધારિત પ્રચારનો વિજય નથી. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલાં ન તો કોઈ મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો ન તો કોઈ એજન્ડા હતો. સુરતમાં ચોક્કસ સમુદાયના વિરોધમાં તેમને સારા મત મળ્યા અને તેઓ વિપક્ષ બન્યા છે. જ્યારે ગ્રામિણ વિસ્તારમાં તો ચહેરો જ મહત્ત્વનો હોય છે. બની શકે કોઈ મજબૂત સ્થાનિક ચહેરાને આપનો મેન્ડેટ મળ્યો હોય તો આપની જીત થઈ હોઈ શકે.'

  આ પણ વાંચો : સુરત : 'ચૂંટણીમાં લોકો માસ્ક વગર ફરતા હતા ત્યારે તમે ક્યા હતા?' પ્રજાનો રોષનો Video થયો Viral

  સર્કસની જેમ તંબુઓ સંકેલી લીધા હતા

  કૉંગ્રેસના પ્રવકતા ડૉ.અમિત નાયકે કહ્યું કે 'આ જ અરવિંદ કેજરીવાલ સાહેબ અગાઉ દિલ્હીમાં જીત્યા તો એમને થયું કે આની રોકડી કરી લઉ અને તેઓ આખા દેશમાં નીકળ્યા હતા. ગુજરાતમાં પણ તેમણે મોદી સાહેબની નીતિઓનો ખૂબ વિરોધ કર્યો અને ચૂંટણી લડવા નીકળ્યા હતા. તેઓ વારાણસીમાં લોકસભાની ચૂંટણી લડ્યા અને હારી ગયા. પછી જેવી રીતે સર્કસ વાળાઓ તેમનો શો ન ચાલે અને તંબુ સંકેલી લે એવી રીતે કેજરીવાલ સાહેબે એમના તંબુ સંકેલી લીધા હતા તેઓ પાછા દિલ્હી તરફ વળી ગયા હતા.'

  12 વાગ્યા સુધીમાં મતદાન ગણતરીની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં બીજેપી 218, કૉંગ્રેસ 45 અને અન્યના ઉમેદવારોએ 3 બેઠકો પર જીત મેળવી છે. તાલુકા પંચાયતમાં બીજેપીને 730, કૉંગ્રેસને 213 અને અન્યને 25 બેઠકો પર જીત મળી છે. ત્યારે નગરપાલિકામાં બીજેપીને 680, કૉંગ્રેસને 195 અને અન્યએ 24 બેઠકો પર જીત મેળવી છે.
  Published by:Jay Mishra
  First published:March 02, 2021, 12:09 pm

  ટૉપ ન્યૂઝ