સ્થાનિક સ્વરાજની ચૂંટણી : BJPએ તમામ જિલ્લા પંચાયત જીતી, તાલુકા-નગરપાલિકામાં પણ સપાટો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : BJPએ તમામ જિલ્લા પંચાયત જીતી, તાલુકા-નગરપાલિકામાં પણ સપાટો
ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવ્યા બાદ પ્રદેશ કાર્યલાય કમલમાં ઊજવણી કરી હતી.

 • Share this:
  રાજ્યની (Gujarat) 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીના (Local Body Elections Result) જાહેર થયેલા પરિણામમાં ભાજપને અપેક્ષા કરતા વધારે શાનદાર પ્રદર્શન કર્યું છે. શહેરોની જેમ ગામડાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે જોરદાર વિજય મેળવ્યો છે. કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે. રાજ્યમાં આજે યોજાયેલી 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં ભાજપે 80 ટકા કરતાં વધુ જીત મેળવી છે. BJPએ આ ચૂંટણીમાં તમામ 31 જિલ્લા પંચાયતો જીતી છે જ્યારે 81 નગરપાલિકામાંથી 75 BJPએ અને 3 કૉંગ્રેસ તેમજ 3માં અન્યએ જીત મેળવી છે. જ્યારે રાજ્યની 321 તાલુકા પંચાયતમાં 196 BJPએ 33 કૉંગ્રેસે અને અન્યએ 0 પર જીત મેળવી છે.

  જિલ્લા પંચાયતમાં ઉમેદવારોની સંખ્યાની દૃષ્ટીએ જીત  આજે યોજાયેલી મતગણતરીમાં રાજ્યની 31 જિલ્લા પંયાયતની કુલ 980 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાં 799 બેઠકો પર BJP, 171 બેઠકો પર કૉંગ્રેસ અને 10 બેઠકો પર અન્યોની જીત થઈ હતી

  આ પણ વાંચો :  પોરબંદર : નગરપાલિકામાં ભાભીએ દિયરને હરાવ્યા, ઘરમાં પણ કૉંગ્રેસને પછડાટ

  નગરપાલિકામાં ઉમેદવારોની સંખ્યાની દૃષ્ટીએ પરિણામ

  રાજ્યની 81 નગરપાલિકાની કુલ 2720 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓ પૈકીમાં 2086 બેઠક પર BJP, 401 બેઠકો પર કૉંગ્રેસ અને 233 બેઠકો પર અન્યની જીત થઈ છે.

  ચૂંટણી પરિણામના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો...

  તાલુકા પંયાતના પરિણામ ઉમેદવારોની દૃષ્ટીએ

  રાત્રે 9.00 વાગ્યા સુધીમાં રાજ્યની 4774 તાલુકા પંચાયતમાંથી 4749 તાલુકા પંચાયતની બેઠકોનાં પરિણામ જાહેર થયા છે. આ પૈકીની 3354 BJPએ, 1231 બેઠકો પર કૉંગ્રેસે અને 164 બેઠકો પર અન્યએ જીત મેળવી છે.

  ભવ્ય જીત બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. શહેરો કરતા પણ ગામડાંઓમાં સારું પરિણામ આવ્યું છે. અનેક લોકોના કુંટુંબીજનો હારી ગયા. જે રીતે ગુજરાતની પ્રજાએ કૉંગ્રેસનો વીણી વીણીને સફાયો કર્યો છે તે જ બતાવે છે કે, ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્ર મોદી, અમિતભાઇ શાહનું ગુજરાત છે. ગુજરાતની જનતાએ જે રીતે પ્રતિસાદ આપ્યો છે તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું.

  ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું.


  ચૂંટણી પરિણામના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો...

  ભવ્ય જીત બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે છેલ્લા 40 વર્ષથી હું રાજકારણમાં સક્રિય છું. કેટલીય ચૂંટણીઓ મેં જોઇ છે પણ આજે ભાજપના ઉમેદવારો જે જંગી બહુમતીથી લોકોએ વિજય અપાવ્યો છે આવો ભવ્ય વિજય મેં અત્યાર સુધીમાં જોયો નથી
  Published by:Jay Mishra
  First published:March 02, 2021, 21:01 pm

  ટૉપ ન્યૂઝ