સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કૉંગ્રેસના ઉમેદવાર બનવા માટે આપવી પડશે 'બાંહેધરી,' પક્ષે ઘડી છે ખાસ રણનીતિ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કૉંગ્રેસના ઉમેદવાર બનવા માટે આપવી પડશે 'બાંહેધરી,' પક્ષે ઘડી છે ખાસ રણનીતિ
પ્રતિકાત્મક તસવીર

જો કૉંગ્રેસના ઉમેદવાર બનવું હોય તો આ બાહેધરી આપવી પડશે. અમદાવાદમાં કૉંગ્રેસના ઉમેદવાર બનવા 2000 મૂરતિયાઓ મેદાને

  • Share this:
 અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો (Gujarat Local Body Elections 2021) માહોલ જામી ગયો છે. ભાજપ (BJP) કૉંગ્રેસ (Congress) દ્વારા મૂરતિયાઓ શોધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સ્થિતિમાં કૉંગ્રેસમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસના મૂરતિયા બનવા અમદાવાદ શહેરમાં 2000 ફોર્મ આવ્યા છે. જોકે, કૉંગ્રેસ આ વખતે કૉંગ્રેસે એક રણનીતિ બનાવી છે.

કૉંગ્રેસે આ વર્ષે ઉમેદવારી ફોર્મ નોંધાવતા પહેલાં 'બાહેંધરી' આપવી પડશે. આ ઉમેદવારોએ 'હું ચૂંટણી જીત્યા બાદ પક્ષ નહીં છોડું' કૉંગ્રેસ પક્ષ પલટુંઓથી પરેશાન છે. માટે આ વર્ષે કૉંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બાંહેધરી માંગશે, આ બાંહેધરી આપનારા નેતાઓને જ કૉંગ્રેસની ટિકિટ આપવામાં આવશે.



આ પણ વાંચો :  સ્થાનિક સ્વરાજની ચૂંટણી : BJP ઇલેક્શન મોડમાં, આજથી સેન્સ પ્રક્રિયા શરૂ, ટિકિટ માટે બનાવ્યા છે નિયમો

શું છે કૉંગ્રેસની બાંહેધરી ફોર્મ્યૂલા?

કૉંગ્રેસની આ બાંહેધરી ફોર્મ્યૂલા અંતર્ગત ઉમેદવાર કરવા માંગતા મૂરતિયાએ બે નેતાની બાંહેધરી લઈ આપવી પડશે કે તે કૉંગ્રેસમાંથી ચૂંટણી લડે અને પછી જીતે તો પક્ષ છોડીને પક્ષ પલટો નહીં કરે. તાજેતરમાંજ યોજાયેલી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી હોય કે અગાઉની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પક્ષ પલટો ગુજરાત કૉંગ્રેસ માટે પરેશાની બની ગયો હોવાથી આ વર્ષે કૉંગ્રેસ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે.

બાહેધરી પત્ર મુદે કોંગ્રેસ શહેર પ્રમુખ શંશિકાત પટેલે કહ્યું હતુ કે ભાજપ પૈસાના જોરે કાઉનિસલર અને ધારાસભ્ય ભુતકાળમા ખરીદ્યા છે. અગાઉ પણ ભાજપે અમારા કાઉન્સિલરને ખરીદવાનો પ્રયાસ કર્યો છે . એએમસીમાં કોંગ્રેસ પાતળી સરસાઇ આવે અને કોંગેસ સત્તા પર આવશે, ત્યારે ભાજપ કાઉન્સિલર તોડશે તેવી ભિતી છે. કારણ કે ભાજપ પાસે કરોડો રૂપિયાનું કાળું નાણું છે. કોંગ્રેસની વિચારધારા વાળા વ્યક્તિ ટિકીટ અપાશે .. ધારાસભ્ય પૈસાની લાલચે પાર્ટી છેડી ભુતકાળમા જતા રહ્યા છે . ભાજપ પૈસાના જોરે કાઉન્સિલ ન ખરીદી દબાવે છે . અનુભવના આધારે આ પ્રક્રિયા કરી હોવાની સ્પષ્ટતા શહેર પ્રમુખ કરી છે

અમદાવાદમાં 2,000 ફોર્મ મળ્યા

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકાનો જંગ લડવા માટે પક્ષને કુલ 2,000 ફોર્મ મળ્યા છે. આ ચૂંટણીની પ્રક્રિયામાં કૉંગ્રેસના 2,000 ઉમેદવારી ફોર્મમાંથી 14,000 ફોર્મ શોર્ટઆઉટ કરવામાં આવ્યા છે જેના આધારે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારનો ટિકિટ આપવામાં આવશે.

આ પણ વાંચો :  Padma Awards : પદ્મ પુરસ્કારોમાં ગુજરાતની 'લિજ્જત' 93 વર્ષનાં બાને પદ્મશ્રી જાહેર

રાજ્યમાં કેટલા મતદારો? કેટલા મતદાન મથક? ક્યારે પરિણામ? જાણીલો તમામ માહિતી

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા  મહાનગરપાલિકા 81 નગરપાલિકા 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણીની તારીખોની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની ચુંટણી માટે એક ફેબ્રુઆરી 2021 ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે ત્યારે ઉમેદવારી ભરવા ની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2021 રહેશે તો ઉમેદવારો ના ઉમેદવારીપત્ર ચકાસવાની તારીખ 8 ફેબ્રુઆરી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 9 ફેબ્રુઆરી રહેશે જ્યારે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને જો જરૂર જણાશે તો મતદાન માટે 22 ફેબ્રુઆરી તારીખ નક્કી કરવામાં આવી છે તમારા મહાનગરપાલિકાની મતગણતરી 23 ફેબ્રુઆરીએ જ યોજાઈ જશે.

6 મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 144 વોર્ડમાં 576 બેઠક રહેશે જ્યારે પાછા મહાનગરપાલિકામાં એક કરોડ બાર લાખ 34701 મતદાર મતદાન કરશે જેની પાછળ 51 ચૂંટણી અધિકારીઓ 57 મદદનીશ ચૂંટણી અધિકારી ને જવાબદારી આપવામાં આવી છે. તો 11477 મતદાન મથકોએ રાખવામાં આવ્યા છે જેમાંથી જો સંવેદનશીલ મતદાન મથકોની વાત કરવામાં આવે તો 3858 મતદાન મથકો છે જ્યારે અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 1656 છે. મહાનગરપાલિકાની ચુંટણી માટે 13 હજાર 946 EVM ની સંખ્યા છે. જેની સામે પોલીસ સ્ટાફની સંખ્યા 62236 છે.

આ પણ વાંચો :  Mission Paani Waterthon : CM રૂપાણીએ કહ્યું, '2022 સુધીમાં રાજ્યના તમામ 93 લાખ ઘરો સુધી નળથી જળ પહોંચી જશે'

81 નગરપાલિકાના 680 બોર્ડમાં 2720 બેઠકો છે જે માટે 46 લાખ 89 હજાર 294 મતદારો મતદાન કરશે તે માટે ચૂંટણી અધિકારીઓની સંખ્યા 92 રાખવામાં આવી છે. તો મદદનીશ ચૂંટણી અધિકારી ની સંખ્યા 96 છે. તો મતદાન મથકોની સંખ્યાની વાત કરવામાં આવે તો 4848 મતદાન મથક પર મતદાન થશે જેમાં 1400 જેટલા સંવેદનશીલ મતદાન મથક છે જ્યારે અતિસંવેદનશીલ મતદાન મથક ની સંખ્યા 959 છે આ ચૂંટણી માટે 6990 EVM થી ચૂંટણી યોજાશે જે માટે પોલીંગ સ્ટાફ ની સંખ્યા 27 હજાર 948 નો છે.
Published by:Jay Mishra
First published:January 27, 2021, 12:53 pm

ટૉપ ન્યૂઝ