કોંગ્રેસે જાહેર કર્યું ચૂંટણી વચન : '50 યુનિટ સુધીના વપરાશકારોને વીજ બિલમાં 100% માફી, દરેક વોર્ડમાં અંગ્રેજી મીડિયમ સ્કુલ'

કોંગ્રેસે જાહેર કર્યું ચૂંટણી વચન : '50 યુનિટ સુધીના વપરાશકારોને વીજ બિલમાં 100% માફી, દરેક વોર્ડમાં અંગ્રેજી મીડિયમ સ્કુલ'
કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આગમી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા વચન પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો લોન્ચ કરવામાં આવ્યો

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આગમી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા વચન પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો લોન્ચ કરવામાં આવ્યો છે. જેને કોંગ્રેસે પ્રોમિસરી નોટ નામ આપ્યું છે. પોતાના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસએ પ્રજાને ઢગલા બંધ વચન આપ્યા છે. જોકે જેમાં 50 વીજ યુનિટ સુધીના વપરાશકારોને ઇલેક્ટ્રિસિટી બિલમાં 100 % માફી, વીએસ હોસ્પિટલને પુન: જીવિત કરવાની અને દરેક મહોલ્લામાં તિરંગા કલીનિક શરૂ કરવા સહિતના વિવિધ વચનોનો સમાવેશ થાય છે.

આમ તો ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષ મતદારોને લોભવવા માટે વચનોની લ્હાણી કરતા હોય છે. ત્યારે પાછળ ઘણા વર્ષોથી અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાથી વંચિત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો લોન્ચ કરી ઢગલા બંધ વચનો અમદાવાદની પ્રજાને આપ્યા છે. અમદાવાદ શહેર મેનીફેસ્ટોકમિટી પ્રમુખ દીપકભાઇ બાબરિયાએ જણાવ્યું કે, અમદાવાદ મનપા કોંગ્રેસ શપથ પત્રમાં શિક્ષણ માટે વચન આપ્યું છે. અમે અલ્ટ્રા મોર્ડન સ્કૂલો થકી ફ્રી શિક્ષણ આપીશું અને સ્કૂલોના ખાનગીકરણ પર રોક લગાવીશું. શાળાઓમાં પ્લે શાળાઓ શરૂ કરાશે. દરેક વોર્ડમાં ઈંગ્લીશ મીડીયમ શાળા શરૂ કરાશે.આ પણ વાંચો - 'ગુજરાત સરકારની બેફામ લૂંટ', પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો ચૂંટણીનો મુખ્ય મુદ્દો રહેશે : ડો. મનિષ દોશી

આરોગ્યની વાત કરીએ તો, તમામ અમદાવાદીઓને કોરોના વેકસીન ફ્રી આપવામાં આવશે. 200થી 1000 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક શરૂ કરાશે. શહેરની વી એસ હોસ્પિટલને ફરીવાર પુનઃ જીવિત કરાશે. હોસ્પિટલમાં કોન્ટ્રાકટ સિસ્ટમ બંધ કરાશે. સિનિયર સીટીઝનને ઘરે બેઠા 24 કલાક ઇમરજન્સી મોબાઈલ સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત લોકડાઉન સમયનો પ્રોપર્ટી ટેક્ષ સંપૂર્ણ પણે માફ કરાશે. જેમણે ભરી દીધો હશે એને રિબેટ આપવામાં આવશે. નાના રોજગાર, કારખાનેદાર, કારીગર, ગૃહ ઉદ્યોગોને પ્રોફેશનલ ટેક્ષમાં 50 ટકાની રાહત આપવામાં આવશે. પ્રોપર્ટી ટેક્ષ માળખાની પુનઃ સમીક્ષા કરાશે. જે વપરાશકાર 50 વીજ યુનિટ સુધીના બિલ સંપૂર્ણ માફ કરાશે.

કોંગ્રેસ વચન


આ પણ વાંચો - સુરતમાં ભાઈ-બહેનનો અનોખો પ્રેમ: 5 બહેન વચ્ચે એકનો એક ભાઈ મરણ પથારીએ, બહેન કિડની આપી બચાવશે જીવ

મહિલાઓ માટે લેડીઝ કિટ્ટી પાર્ટી હોલ બનાવવામાં આવશે. અમદાવાદમાં ફરીવાર ડબલડેકર બસો શરૂ કરાશે. મહિલાઓ, આર્મી, પોલીસ, હોમગાર્ડ જવાનોને સીટી બસમાં ફ્રી સવારી આપશે. વિદ્યાર્થીઓ અને સિનિયર સીટીઝનને બસમાં 50 ટકા કન્સેસન અપાશે. વાહનચાલકોને હાલના ક્રેન રાજ માંથી દંડ ભરવામાં સંપૂર્ણ મુક્તિ. શહેર ની પડતર જમીનમાં ઝૂંપડાવાસીઓ ને પરવડે એવા ઘર નું આયોજન.

કોંગ્રેસ વચન


સમસ્ત શહેર માં પૂરતા પ્રેસર થી નિયમિત શુદ્ધ પાણી અપાશે. વરસાદી પાણી નિકાલ ભુગર્ભ ગટર યોજના શરૂ કરાશે. વર્ષો જૂની ગટરો ના સમારકામ ને બદલે નવી ગટરો બનાવવી, અમદાવાદ ના 50 હજાર બેરોજગરો ને રોજગારની ગેરંટી, અમદાવાદ માં સીસીટીવી નેટવર્ક વધારવામાં આવશે. તેમજ ભૂખ્યા ને ભોજન આપવા અન્નક્ષેત્ર અને ફૂડ સ્ટોલ બનાવાશે. સમગ્ર શહેરમાં ફ્રી વાઇફાઇ ઝોન તૈયાર કરાશે. હાલ કોંગ્રેસએ ચૂંટણીમાં મતદારોને રીઝવવા વચનોની ભરમાર લગાવી છે.
Published by:kiran mehta
First published:February 14, 2021, 21:26 pm

ટૉપ ન્યૂઝ