Home /News /madhya-gujarat /

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 3 મહિના પૂરતી મોકૂફ, રાજ્ય ચૂંટણી પંચે કરી જાહેરાત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 3 મહિના પૂરતી મોકૂફ, રાજ્ય ચૂંટણી પંચે કરી જાહેરાત

પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 3 મહિના પૂરતી મોકૂફ, કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી નિર્ણય લેવાશે

  અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર સહિત મહાનગર પાલિકાઓ ,231,તાલુકા પંચાયતો ,31 જિલ્લા પંચાયતો ,સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની (Local Body election) મુદત નવેમ્બર માસમાં પૂર્ણ થનાર છે, જોકે, આ બધાની વચ્ચે કોરોના મહામારીને (Coronavirus) ધ્યાને રાખીને ત્રણ મહિના આ ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ચૂંટણીઓ આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા કરીને યોજવાની પ્રક્રિયા હાથ ધરાશે.

  રાજ્યના ચૂંટણી મંડળે આ અંગે આજે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયકો અને 231 તાલુકા પંચાયતોની મુદત નવેમ્બરમાં સમાપ્ત થતી હોવાના કારણે ચૂંટણી યોજાવાની હતી. જોકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો વ્યાપ અને કોવિડ-19 મહામારીના કારણે પરિસ્થિતિની સમક્ષીા કરતાં રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ આગામી 3 માસ સુધી મોકૂફ રાખવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરેલું છે. ત્રણ મહિના બાદ સ્થિતિની સમીક્ષા કરી નિર્ણય લેવાશે.

  આ પણ વાંચો :  રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 3 મહિના પૂરતી મોકૂફ, રાજ્ય ચૂંટણી પંચે કરી જાહેરાત

  નવરાત્રિ પણ નહીં યોજાય

  નવરાત્રિ પણ નહીં યોજાય, પૂજા પાઠ માયેસરકારની માર્ગદર્શિકા વિશે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ એસોસિએશન અને અન્ય લોકો તરફથી સરકારને કેટલાક સૂચનો મળ્યા હતા. આ સૂચનોને ધ્યાનમાં રાખીને સરકારે તહેવારો સંદર્ભે વિવિધ નિર્ણયો કર્યા છે. તહેવારો દરમિયાન લોકોની આસ્થાનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારની માર્ગદર્શિકા જાહેર થયા બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મોના દેસાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારે તેમના સૂચનો સ્વીકાર્યા છે તે ખરેખર આનંદની વાત છે.

  વિધાનસભાની ચૂંટણી યોજાશે, ભાજપે 5 પક્ષપલટૂઓને ટિકિટ આપી

  ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટેના સાત બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કમળ પકડનાર પાંચ કોંગ્રેસી પૂર્વ ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી છે, જેમાં અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, ધારી બેઠક પર જેવી કાકડિયા, કરજણ બેઠક પર અક્ષય પટેલ, કપરાડા બેઠક પર જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. આ પાંચે પૂર્વ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપે ટીકીટ આપવાના કમિટમેન્ટ સાથે કોંગ્રેસમાંથી રાજીનામા આપ આવ્યા હતા.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Gujarat Bypoll, Gujarat Elections, ગુજરાત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन