Home /News /madhya-gujarat /

વિધાનસભાનાં છેલ્લા દિવસે ગૃહ રાતે 3.40 કલાક સુધી ચાલ્યું, રચાયો ઇતિહાસ

વિધાનસભાનાં છેલ્લા દિવસે ગૃહ રાતે 3.40 કલાક સુધી ચાલ્યું, રચાયો ઇતિહાસ

વિધાનસભા (ફાઇલ તસવીર)

ચૌદમી વિધાનસભાનાં છેલ્લા દિવસે સત્ર 17 કલાક અને 40 મિનિટ ચાલીને સૌથી લાંબા સમય માટે ચલાવીને રેકોર્ડ બનાવ્યો છે.

    ગીતા મહેતા, ગાંધીનગર : ગુજરાતનાં ઇતિહાસમાં પ્રથમ વાર વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલુ રહ્યું. ચૌદમી વિધાનસભાનાં છેલ્લા દિવસે એટલે ગઇકાલે શુક્રવારનું સત્ર 17 કલાક અને 40 મિનિટ ચાલીને સૌથી લાંબા સમય માટે ચલાવનાનો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત એક જ દિવસે 9 બિલ પાસ થવા નો પણ નવો રેકોર્ડ બનાવ્યો છે.

    રાતનું ભોજન પણ ત્યાં જ કરાયું

    આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ બન્યા છે. સવારે 10 વાગ્યાથી આરંભાયેલું સત્ર રાતે 3.40 કલાક સુધી ચાલી હતી. રાત્રિના ભોજનની વ્યવસ્થા પણ ધારાસભ્યો માટે વિધાનસભા પરિસરમાં જ કરવામાં આવી હતી. અગાઉ 1991માં 11.32 વાગ્યા સુધી ગૃહ ચાલ્યું હતું.

    આ પણ વાંચો : મહેસાણાની પોલીસકર્મીને સસ્પેન્ડ કરનારા DySP મંજીતાનો Tiktok વીડિયો વાયરલ!

    નવ બિલ પાસ થયા

    મહત્વનું છે કે નિયમિત સમય પ્રમાણે સવારે 10 કલાકે હાથ ધરાયેલી સવારની બેઠક સામાન્ય રીતે 2.30 કલાકે પૂરી થઈ જાય છે. શુક્રવારે હાથ ધરાયેલા સત્રમાં નવ બિલ રજૂ કરવામાં આવ્યાં. જેમાં સિંચાઈ, ઘરવપરાશ પાણી, શહેરી વિકાસ, ગણોત ધારાબિલ, ખાનગી યુનિવર્સિટી પરનાં બે બિલ, કૃષિ યુનિવર્સિટીના સુધારા વિધેયક સહિતના વિધેયક પર લાંબી ચર્ચા ચાલતા છેવટે ગૃહ અડધી રાત્રિ પછી પણ ચાલ્યું હતું અને કોંગ્રેસ-ભાજપના સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો.

    ગૃહે તમામ રેકોર્ડ તોડ્યા

    અત્રે ઉલ્લેખનીય છે કે 6 જાન્યુઆરી 1993ના રોજ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી સતત 12 કલાક 08 મિનિટ સુધી ચાલી હતી. તત્કાલીન સમયે ગૃહની કાર્યવાહી બપોરે 12.00 કલાકે શરૂ થઈ હતી જે રાત્રિના 12.08 સુધી ચાલી હતી. આજે અંકિત થયેલા આ ઐતિહાસિક રેકોર્ડ અનુસાર તારીખ 26 જુલાઈ, 2019 શુક્રવારના રોજ સવારે 10.00 કલાકથી શરૂ થયેલું 14મી વિધાનસભાના ચોથા સત્રનો છેલ્લા દિવસની બેઠકનું કામકાજ વિરામનો સમય બાદ કરતાં સતત આટલા કલાકો સુધી ચાલ્યું હતું.

    આ પણ વાંચો : ગૃહમાં કેગનો રિપોર્ટ રજૂ , જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં રૂ.3813 કરોડની ખોટ

    તમામ ધારાસભ્યોએ બિરદાવ્યું

    આ રેકોર્ડને સૌ ધારાસભ્યોએ પાટલી થપથપાવી બિરદાવ્યો હતો. આ નવા અંકિત થયેલા રેકોર્ડ અંગે વિધાનસભા ગૃહને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૃહને જણાવ્યું હતું અને અધ્યક્ષશ્રીને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની તેમને જ આ અંગેની જાહેરાત કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તારીખ 27-07-2019, શનિવારે રાત્રિના 12.09 કલાકે વિધાનસભાગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ અંગે ઉપસ્થિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાવાર જાણકારી આપીને તમામને લોકશાહીના આ તંદુરસ્ત પ્રણાલિકાને વધુ મજબૂત અને દીર્ઘાયુ બનાવવાના અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તારીખ06-01-1993 અને તારીખ 27-07-2019 આ બંને ઐતિહાસિક દિવસોના સાક્ષી કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અન્ય ધારાસભ્યો રહ્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Legislative Assembly, Vijay Rupani, ગાંધીનગર`, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन