ધોળકા બેઠકની ચૂંટણી રદ : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, જાણો બીજેપીએ શું પ્રતિક્રિયા આપી?

News18 Gujarati
Updated: May 12, 2020, 1:08 PM IST
ધોળકા બેઠકની ચૂંટણી રદ : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, જાણો બીજેપીએ શું પ્રતિક્રિયા આપી?
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

હાઇકોર્ટે ચૂંટણી જ રદ કરી નાખી છે ત્યારે પ્રથમ દ્રષ્ટ્રીએ તેઓ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરે છે. પરંતુ તેઓ પોતાના હોદ્દા પર રહેશે કે નહીં તે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે.

  • Share this:
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) 2017માં યોજાયેલી ધોળકા વિધાનસભા (Dholka Assembly Seat) બેઠકની ચૂંટણી રદ કરી નાખી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama)એ આ બેઠક ખૂબ જ પાતળી બહુમતથી જીતી હતી. આ જીતને કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે (Congress Candidate Ashwin Rathod) હાઇકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટે હવે જ્યારે આ બેઠકની ચૂંટણી જ રદ કરી નાખી છે ત્યારે ભાજપના ભૂપેન્દ્રસિંહ સાથે મંત્રીપદ પર બન્યા રહેવું કે પછી રાજીનામું આપવા સહિત અનેક વિકલ્પ રહેલા છે. બીજી તરફ એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે ભૂપેન્દ્રસિંહ આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. હાઇકોર્ટે ચૂંટણી જ રદ કરી નાખી છે ત્યારે પ્રથમ દ્રષ્ટ્રીએ તેઓ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરે છે. પરંતુ તેઓ પોતાના હોદ્દા પર રહેશે કે નહીં તે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે.

ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવો

ભૂપેન્દ્રસિંહ પાસે પ્રથમ વિકલ્પ આ કેસનો સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો છે. ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્રસિંહના કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે. ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા દરમિયાન તેઓ પોતાના હોદ્દા પર રહી શકે છે. આ ઉપરાંત નિયમ પ્રમાણે છ મહિનામાં ફરીથી ચૂંટણી જીતીને પોતાની ટર્મ પૂરી કરી શકે છે.

આ પણ વાંચો : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો : ગુજરાત હાઇકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરી


નીતિમતાને ધોરણે રાજીનામું આપેહાઇકોર્ટે જ્યારે ચૂંટણી જ રદ કરી નાખી છે નીતિમતાને ધોરણે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાજીનામું આપવું જોઈએ. કારણ કે તેઓ શિક્ષણ મંત્રીની સાથે સાથે કાયદા મંત્રી પણ છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો કૉંગ્રેસ પણ આ વાતનો મુદ્દો બનાવી શકે છે.

ભાજપને આઘાત લાગ્યો : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ થવા મામલે પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીના નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટી માટે આ દુઃખદ સમાચાર છે. વરિષ્ઠ મંત્રી, નેતા, જનસંઘથી લઈને આજ સુધી અમારા પક્ષના લાખો કાર્યકરોના લોકલાડીલા નેતા એા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ધોળકાથી ચૂંટણી લડ્યા હતા. જીત સામે હરીફ ઉમેદવારે કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી. મતગણતરી યોગ્ય રીતે ન થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એ અંગે કોર્ટે ચૂકાદો આપ્યો છે, જે અમારા માટે આઘાતજનક છે. અમને તમામને ખૂબ દુઃખ થયું છે. સ્વાભાવિક રીતે આ ચૂકાદા સામે તાત્કાલિક કાયદાકીય સલાહ મેળવી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની કાર્યવાહી હાથ ધવામાં આવી છે. સુપ્રીમમાં યોગ્ય અમને યોગ્ય ન્યાય મળશે તેવી આશા છે."

આ પણ વાંચો : ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સત્તાના જોરે ઘોળકામાં જીત મેળવી હતી : કૉંગ્રેસનાં ઉમેદવાર અશ્વિન રાઠોડ

આખો પક્ષ ભૂપેન્દ્રસિંહ સાથે

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, "તમામ બાબતો હવે કાયદાકીય પ્રક્રિયાની આધિન છે. કાયદાકીય સલાહ પ્રમાણે અમે અપીલ કરીશું. સુપ્રીમ કોર્ટમાંથી સારો ચુકાદો મળે તેની રાહ જોઈશું. આખો ભારતીય જનતા પક્ષ, અમારી આખી સરકાર, અમારા તમામ ધારાસભ્યો ભૂપેન્દ્રસિંહની સાથે છે. તેમને તમામ જરૂરી મદદ કરીશું. ચૂકાદાનો વિગતે અભ્યાસ કર્યા બાદ વધારે કંઈક કહી શકાશે. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ વકીલોએ તારણ આપ્યું છે કે હાઇકોર્ટે ચૂંટણી જ રદ કરી છે ત્યારે ધારાસભ્ય પદ રહેતું નથી."

શું હતો મામલો?

2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી ભાપજના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કૉંગ્રેસ તરફથી અશ્વિન રાઠોડે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહની 327 વોટથી જીત થઈ હતી. આ દરમિયાન પોસ્ટલ બેલેટના 427 મત શંકાસ્પદ રીતે રદ કરી નાખવામાં આવ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવારે એવી દલીલ કરી હતી કે આ મત તેમની તરફેણના હતા. તેમજ ભાજપે ગેરરીતિ કરીને ચૂંટણી જીતી છે. આ મામલે કૉંગ્રેસના ઉમેદવારે હાઇકોર્ટમાં રિટ કરી હતી. જે બાદમાં હાઇકોર્ટે ચૂકાદો આપતા આ ચૂંટણી જ રદ કરી નાખી છે.
First published: May 12, 2020, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading