ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ખેડૂતોની જમીન પચાવી પાડનારા ત્રણ ભૂમાફિયાના નામ કર્યાં જાહેર

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ખેડૂતોની જમીન પચાવી પાડનારા ત્રણ ભૂમાફિયાના નામ કર્યાં જાહેર
અલ્પેશ ઠાકોર.

Gujarat Lang Grabbing Act: અલ્પેશ ઠાકોરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ માટે મુખ્યમંત્રીનો આભાર માનતા રાજ્યના ભૂમાફિયાઓ પરિણામે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ઠાકોર સમાજના ગરીબ ખેડૂતોની 25 હજાર કરોડની જમીન ખોટા પુરાવાના આધારે  લઈ લેવામાં આવી હોવાના કેટલાક કેસ તેમની પાસે આવ્યા હોવાનો દાવો કર્યો હતો.

  • Share this:
અમદાવાદ: 16મી ડિસેમ્બર, 2021ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના અમલની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીની જાહેરાતને આવકારતા ભાજપના નેતા અને ઠાકોસ સમાજના આગેવાને અલ્પેશ ઠાકોરે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરીબ ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને આ મામલે મુખ્યમંત્રીની કાર્યવાહી કરવાની રજુઆત કરી હતી. જે તે સમયે અલ્પેશ ઠાકોરે પુરાવા સાથે જમીન પચાવી પાડનારા બિલ્ડરોના નામ જાહેર કરવાની જાહેરાત કરી હતી. આ અનુસંધાને અલ્પેશ ઠાકોર તરફથી હાલ ત્રણ નામ જાહેર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ભૂમાફિયાઓને અંકુશમાં લેવા તેમજ ખેડૂતો અને જમીનના કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો કડક અમલ કરતા ઐતિહાસિક નિર્ણય કર્યો છે. તેમજ ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવી કડકમાં કડક સજા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો અમલ નવું સિમાચિન્હ બની રહેવાનો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો:  ભૂમાફિયાઓને અંકુશમાં રાખશે Gujarat land grabbing Act, જાણો કાયદા વિશે

આ કાયદાને આવકારતા ભાજપના ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીનો આભાર માનતા રાજ્યના ભૂમાફિયાઓ પરિણામે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ઠાકોર સમાજના ગરીબ ખેડૂતોની 25 હજાર કરોડની જમીન ખોટા પુરાવાના આધારે  લઈ લેવામાં આવી હોવાના કેટલાક કેસ તેમની પાસે આવ્યા હોવાનો દાવો કર્યો હતો.આ અંગેના પુરાવા આપતા આજે અલ્પેશ ઠાકોરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પત્રકાર પરિષદ કરી ભૂમાફિયાઓના નામ જાહેર કરવાની જાહેરાત કરી હતી. આ મામલે હવે અલ્પેશ ઠાકોરે પુરાવા સાથે ત્રણ ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા છે. જે અંતર્ગત કલ્પેશ પટેલ (ગણેશ મેરિડિયન), ઉદય ભટ્ટ (ગેલેક્સી ગ્રુપ ), અને ભાવિક દેસાઈ અને તેના સાગરીતો સામેના પુરાવા રજૂ કર્યા છે.

આ પણ વાંચો: નવી દિલ્હી: પ્રેમ લગ્ન કરનારી મહિલાએ પતિની ચાકુ મારીને કરી હત્યા, બાદમાં ફેસબુક પર મૂકી પોસ્ટ

આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 250 કરોડની જમીન પચાવી છે. જ્યારે ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 400 કરોડની જમીન પચાવી છે. ભાવિક દેસાઈ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવી છે. આ મામલે રાજ્ય સરકાર સતર્કતાથી પગલાં ભરે તે માટે મુખ્યમંત્રી સુધી રજુવાત કરી છે.

લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટની મહત્ત્વપૂર્ણ જોગવાઈ:

આ કાયદા અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની કમિટીની રચના કરવાની રહેશે. દરેક તબક્કે તપાસ પ્રક્રિયાની સમય સીમા નક્કી કરાઇ છે. ફરિયાદ લાંબો સમય પડતર નહીં રહે. કમિટી સમક્ષ રજૂ થયેલા તપાસ અહેવાલ પર 21 દિવસમાં નિર્ણય કરવાનો રહેશે.

સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેક્ટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે. વિશેષ અદાલત-સ્પેશિયલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલાં લેવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાની સમિતીને તપાસ કરવા આદેશ-સૂચનાઓ આપી શકશે.

આ પણ વાંચો: આ બેંક FD પર આપી રહી છે 7.5 ટકા વ્યાજ, ફટાફટ જાણી લો નવા દર

જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશિયલ સ્થાપવામાં આવી છે. દરેક સ્પેશિયલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂક કરાશે. છ મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે. વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે. સામાન્ય માનવીને ઝડપી યોગ્ય ન્યાય અને કસૂરવાર ભૂમાફિયાને કડક સજા મળશે. આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શીરે રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:January 04, 2021, 13:35 pm

ટૉપ ન્યૂઝ