રાજ્યમાં કોરોનાને કારણે લૉકડાઉન : જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય દુકાનો ખોલશો તો થશે જેલ

રાજ્યમાં કોરોનાને કારણે લૉકડાઉન : જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય દુકાનો ખોલશો તો થશે જેલ
અમાવાદ

આ દરમિયાન જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયની કોઈપણ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે નહીં.

 • Share this:
  અમદાવાદ : કોરોના વાયરસને (Coronavirus)કારણે કાલે એટલે રવિવારે 22 માર્ચનાં રોજ જનતા કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો જે બાદ થાળી, તાળી એને ઘંટડી વગાડીને કોરોનાને નાથવા માટે લડતા લોકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જે બાદ હવે ફરીથી શહેર સહિત રાજ્ય 25 માર્ચ સુધી લૉકડાઉન (lock down) રહેશે. આ દરમિયાન જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયની કોઈપણ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે તો તેવા તમામ વેપારીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. લૉકડાઉનનુ પાલન કરાવવા માટે મ્યુનિ.દ્વારા 100 થી વધુ અલગ અલગ ટીમો બનાવી છે અને તેઓ ફરજિયાત પણે તમામ દુકાનો અને બજારો બંધ કરાવશે. નહીં કરનારા સામે ઈન્ડિયન પીનલ કોડ અને એપિડેમીક એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

  આ અંગે મ્યૂનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ ટ્વિટ કરીને શહેરીજનોને ચેતવ્યાં છે. તેમણે કહ્યું છે કે, હાલ સોશિયલ ડિસટન્સ અને ભેગા થવાનું ટાળીને કોરોનાના સંક્રમણથી બચો.

  આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મુકેશ ગઢવીએ જણાવ્યું હતું કે, સોમવારથી શહેરના તમામ બજારો અને દુકાનો બુધવાર સુધી બંધ રહેશે. તેમણે ચેતવણી આપી હતી કે, દુકાન કે ઓફિસ બંધ નહીં કરનારા સામે પોલીસ ફરિયાદ કરી સીધા જેલમાં ધકેલી દેવામાં આવશે. દુકાનો અને બજારો ખૂલે નહીં તેની તકેદારી રાખવા કે ખૂલેલી દુકાનો-બજારો બંધ કરાવવા કોર્પોરેશને 400 ટીમ બનાવી છે જે શહેરભરમાં ગોઠવાઈ જઈ કડકાઈથી અમલ કરાવશે.

  આ પણ વાંચો : કોરોના વાયરસ vs ગુજરાત: સોમવારથી covid-19નો હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરાશે

  કોરોનાના વાઈરસનો નાશ કરવા મ્યુનિ.એ ફાયરના સાધનોથી શહેરનાં 110 સ્થળે 4 કરોડ લિટર એન્ટિવાયરલ દવાનો છંટકાવ કર્યો હતો. ફાયર ટેન્ડરની પાઈપ સાથે બ્લોઅરની 16 નોઝલ 100 કિલો પ્રેશરથી અઢી મિનિટમાં 40 લિટર દવા છંટાઈ હતી. એક ફાયર ટેન્ડરમાં 10થી 15 હજાર લિટર પાણીમાં દવા ઉમેરાઈ હતી. નહેરુનગરથી અભિયાન શરૂ થયું હતું.

  શું ચાલુ રહેશે
  જીવનજરૂરી દુકાનો ચાલુ રહેશે. જેમકે બેન્કો અને રિઝર્વ બેન્ક, ન્યૂઝ પેપર, ટેલિકોમ સેવા, શાકભાજી-ફ્રૂટ, દૂધની દુકાનો, હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, લેબોરેટરી, બ્લબેન્ક, વીજળી, પેટ્રોલ પંપ વગેરે જાહેર જનતા માટે ચાલુ રહેશે.  ગઇકાલે જનાતા કર્ફ્યૂમાં અમદાવાદનો નજારો ઉપરની  તસવીરોમાં જુઓ.

  આ વીડિયો પણ જુઓ : 

   
  Published by:News18 Gujarati
  First published:March 23, 2020, 07:43 am

  ટૉપ ન્યૂઝ