ગુજરાતના IPSનો દિલ્હીમાં દબદબો, 19 અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર

News18 Gujarati
Updated: October 19, 2019, 3:42 PM IST
ગુજરાતના IPSનો દિલ્હીમાં દબદબો, 19 અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર
ગુજરાતના આઈ.પી.એસ. અધિકારીઓનો કેન્દ્રમાં દબદબો (તસવીરમાં રાકેશ અસ્થાના, અતુલ કરવાલ, એ.કે. શર્મા, એ.કે. સિંઘ

વર્ષ 2014 માં કેન્દ્રમાં સરકાર રચાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ મનાતા આઈ.એ. એસ. અને આઈ.પી.એસ અધિકારીઓ માટે દિલ્હી માં ડેપ્યુટશન નો માર્ગ મોકળો થયો છે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, અમદાવાદ : ગુજરાતના (Gujarat) તત્કાલીન સી.એમ નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વમાં વર્ષ 2014 માં કેન્દ્રમાં સરકાર રચાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ મનાતા આઈ.એ. એસ. અને આઈ.પી.એસ અધિકારીઓ માટે દિલ્હી માં ડેપ્યુટશન નો માર્ગ મોકળો થયો છે. હાલ ગુજરાત કૅડરના 19 પોલીસ અધિકારીઓ દિલ્હીમાં ડેપ્યુટશન માં ફરજ બજાવી છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ એક રાજ્યના આઇ.પી.એસ અધિકારીઓ ના અધિકારીઓ ને દિલ્હી સ્થાન મળ્યું.

કેન્દ્ર માં નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં વર્ષ 2014 માં પ્રથમ વખત સરકાર બની .ત્યાર થી અત્યાર સુધી ગુજરાત ના 20 આઈ પી એસ ને દિલ્હી માં કામ કરવાની તક પ્રાપ્ત થઈ છે..જેમાં વિવાદિત આઈ પી એસ અધિકારી રજનીશ રાયે વી આર એસ લીધું છે.બાકીના 19 પોલીસ અધિકારીઓ દિલ્હી માં ડેપ્યુટશન પર છે.

આ પણ વાંચો : હિન્દુ સમાજ પાર્ટીનાં કમલેશ તિવારીની હત્યામાં સુરતથી 3 લોકોની ધરપકડ, હત્યાનું કારણ આવ્યું સામે

આ વર્ષે 7 સિનિયર IPS ઓફિસર નિવૃત થશે

ગુજરાત સરકારમાંથી અગાઉ ડેપ્યુટેશન પર ગયેલા વિવાદ અધિકારી સતિષ વર્માનો પણ તેમાં સમાવેશ થાય છે. જ્યારે રાકેશ અસ્થાના, વી ચંદ્રશેખર, એકે શર્મા, દિપાંકર ત્રિવેદી, અતુલ કરવાલ, એ.કે.સિંઘ સહિત 19 IPS ઓફિસર ડેપ્યુટેશન પર દિલ્હી પહોંચ્યા છે. બીજી તરફ ગુજરાત સરકારના સાત સિનિયર આઇપીએસ ઓફિસર આ વર્ષે નિવૃત થતા કિ-પોસ્ટ ઉપર કોને મૂકવા તે અંગે સરકાર મૂંઝવણમાં છે.

અમદાવાદાના પોલીસ કમિશનર માટે બિસ્ત પ્રબળ દાવેદારતાજેતર માં રાજ્ય સરકારના સાત સિનિયર આઇપીએસ ઓફિસર આ વર્ષે નિવૃત થયા છે. મહત્વ ની વાત તો એ છે અમદાવાદ પોલીસ કમિશનર પદે કોને મૂકવા તેને લઈ ને રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ માં ચર્ચા ચાલી રહ્યા છે. સૂત્રોની વાત માનીએતો ટી.એસ.બિસ્ત પોલીસ કમિશનર પદે પ્રબળ દાવેદાર મનાય છે.અન્ય નામો ની વાત કરીએ તો સી આઈ ડી ક્રાઈમ ના વડા આશિષ ભાટિયા પણ રેસ માં છે. પણ તેમને કોઈવાતે રાજ્ય સરકાર સાથે વાંકુ પડતા તેઓ રેસમાંથી બહાર નીકળી ગયા છે. હાલ તો મુખ્યપ્રધાન વિદેશ પ્રવાસે છે જ્યારે ગૃહ પ્રધાન પેટા ચૂંટણી માં વ્યસ્ત હોવાથી દિવાળી પહેલા અમદાવાદને નવા સીપી નહિ મળે.

આ પણ વાંચો : જામનગરની MBBSની વિદ્યાર્થિનીનું અમદાવાદમાં ડેન્ગ્યૂથી મોત
ગુજરાત કેડરના 19 IPS ઓફિસર દિલ્હીમાં ડેપ્યુટેશન પર
1. રાકેશ અસ્થાના
2. સતીષ વર્મા
3. એ.કે. શર્મા
4. અતુલ કરવાલ
5. પ્રવીણ સિન્હા
6. વિવેક શ્રીવાસ્તવ
7. રજનીશ રાય (મામલો વિવાદિત છે)
8. જી.એસ.મલિક
9. રાજુ ભાર્ગવ
10. પી.કે. રોશન
11. રાજીવ રંજન ભગત
12. વી.ચંદ્રશેખર
13. દિપાંકર ત્રિવેદી
14. ગગનદીપ ગંભીર
15. સચિન બાદશાહ
16. રાઘવેન્દ્ર વત્સ
17. સારા અફ્ઝલ રિઝવી
18. પ્રદીપ સેજુલ
19. શોભા ભુતડા
First published: October 19, 2019
વધુ વાંચો
अगली ख़बर