બીજા દિવસે પણ ઇન્ટર્ન્સ ડૉકટર્સની લડત યથાવત, નિર્ણય નહિ આવે તો અચોક્કસ મુદતની હડતાળ

બીજા દિવસે પણ ઇન્ટર્ન્સ ડૉકટર્સની લડત યથાવત, નિર્ણય નહિ આવે તો અચોક્કસ મુદતની હડતાળ
. તો બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોકટર્સ પણ આ તબીબોની વ્હારે આવ્યા છે.

. તો બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોકટર્સ પણ આ તબીબોની વ્હારે આવ્યા છે.

  • Share this:
અમદાવાદ : રાજ્યના સરકારી ઇન્ટર્ન ડોકટર્સની હડતાળ બીજા દિવસે પણ યથાવત રહી છે. ડૉકટર્સની લડતનો મૂડ જોતા સરકાર દ્વારા અપાયેલી ધમકીની કોઈ અસર તેમના પર જણાતી નથી. અને સરકાર દ્વારા કોઈ નિર્ણય નહિ લેવાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કરી લીધો છે. તો બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોકટર્સ પણ આ તબીબોની વ્હારે આવ્યા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય સચિવને પત્ર લખી ઇન્ટર્ન ડોકટર્સની માંગને યોગ્ય ગણાવી છે. રાજ્યના ઈન્ટર્ન ડૉક્ટર્સની હડતાળના બીજા દિવસે પણ 2 હજારથી વધુ ડૉક્ટર્સ હડતાળમાં જોડાયેલા છે.

ગત રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે, આ તબીબોની માગણી અને હડતાળને અયોગ્ય ગણાવી હતી. એટલુ જ નહીં જો ડૉકટર્સ ફરજ પર હાજર ન થાય તો તેમની ગેરહાજરી પુરવા સુધીની તાકીદ અધિકારીઓને કરી દીધી છે. જેના જવાબમાં ડૉકટર્સ પોતાની માંગ પર અડગ રહ્યા છે.ઇન્ટર્ન તબીબોના આગેવાન વિશાલ જાનીએ  જણાવ્યું કે, સરકારના તમામ દાવાઓ પાયાવિહોણા છે અને અમારું આંદોલન ચાલુ જ રહેશે.સુરત: પોતાના ફોટા પર 'ઓમ શાંતિ', 'Rest In Peace' લખી વેપારીએ કર્યો આપઘાત

વડાપ્રધાન મોદી આજે કચ્છના શીખ ખેડૂતો સાથે કરશે મુલાકાત, બધાની રહેશે નજર

સરકારે ફોરેન મેડિકલ ઇન્ટર્ન તબીબો સાથેની સરખામણી કરી તે અયોગ્ય છે કે, તેઓ ધોરણ 12 બાદ એમસીઆઈ એપ્રુવ કોલેજોમાં અભ્યાસ કરે છે, જ્યારે સરકાર ફોરેન ઇન્ટર્ન તબીબો સાથે કોઈ બોન્ડ કરતી નથી.અમદાવાદની જ બે કોલેજમાં ઇન્ટર્ન તબીબોને સ્ટાઈપેન્ડ ઉપરાંત કોવિડ ડ્યુટીના પ્રતિદિન 500 રૂપિયા વધારાના ચુકવવામાં આવે છે, જ્યારે તેમની સાથે અન્યાય કરવામાં આવે છે. બીજીતરફ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ઇન્ટર્ન ડોકટરોની વહારે આવ્યું છે. આઇ.એમ.એ. દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને અગ્ર સચિવ જયંતિ રવિને  પત્ર લખ્યો છે. જેમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે ઇન્ટર્ન ડોકટરની રજુઆત યોગ્ય છે.
Published by:Kaushal Pancholi
First published:December 15, 2020, 13:56 pm

ટૉપ ન્યૂઝ