રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લદાશે, CM રૂપાણીની જાહેરાત

રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લદાશે, CM રૂપાણીની જાહેરાત
ફાઇલ તસવીર

રાજ્યમાં કોરોના વાઇરસને રોકવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યા છે, તમામ રાજકીય મેળાવડા બંધ

 • Share this:
  રાજ્યમાં કોરના વાઇરસની (Gujarat corona cases) પ્રવર્તમાન સ્થિતિને જોતા સરકાર દ્વારા આજે હાઇકોર્ટની ટિપ્પણીનાં સંદર્ભે કેટલાક અગત્યના નિર્ણયો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા રાજ્યનાં 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.  સરકાર દ્વારા અમદાવાદ, સુરત,વડોદરા, રાજકોટ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, જામનગર, ભાવનગર, મહેસાણા, ભુજ, સુરેન્દ્રનગર, જૂનાગઝ સહિતના 20 શહેરોમાં 30મી એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરા કરવામાં આવી છે.

  રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ


  ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ સુરેન્દ્રનગર, અમરેલીમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામા આવી છે.

  સીએમ રૂપાણીએ કહ્યું કે 'આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ચિંતા કરી હતી. જોકે, રાજ્યમાં જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તે પ્રમાણે કેટલાક નવા નિયમો લાદવામાં આવ્યા છે. અહીંયા દિવસે કે રાત્રિના કોઈ પણ પ્રકારના મોટા મેળાવડા નહીં થઈ શકે.

  આ પણ વાંચો : કોરોનાના આજે રેકોર્ડબ્રેક 3280 નવા કેસ, સુરત-અમદાવાદ 800ને પાર

  લગ્નમાં 100 વ્યક્તિની જ મર્યાદા

  લગ્ન પ્રસંગમાં અત્યારસુધીમાં ફક્ત 200 લોકોની છૂટ હતી પરંતુ આગામી સમયમાં લગ્નમાં 100 વ્યક્તિની જ છૂટ આપવામાં આવશે. લગ્ન સમારંભમાં 50 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. વધુમાં કોઈ પણ મોટા રાજકીય અને ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ નહીં યોજાઈ શકે.

  ઑક્સીજનનો જથ્થો 70 ટકા અનામત

  રાજ્ય સરકારે ઓક્સીજન ઉત્પાદકોને જણાવ્યું છે કે રાજયમાં ઉત્પાદન કરવામાં આવતા ઑક્સીજનનો 70 ટકા અનામત રાખવાનો રહેશે. ગઈકાલે આ જાહેરાત 60 ટકા અનામતની હતી જે વધારીને 70 ટકા કરવામાં આવી હતી. આમ સરકારે હૉસ્પિટલમાં ઓક્સીજનની અછતને પહોંચી વળવા નિર્ણયો લીધા છે.

  આ પણ વાંચો :  સુરત : 'અકસ્માત થયેલો વ્યક્તિ પોણો કલાકથી બેભાન છે બીજી 108નું સેટિંગ કરી ન શકો,' ઑડિયો ક્લિપ Viral

  3 લાખ રેમડેસિવીરનો ઓર્ડર આપવામાં આવ્યો છે

  રાજ્યમાં હાલમાં ફરીથી સંજીવની મનાતા એવા રેમેડેસિવીર એન્ટીવાઇરલ ઇન્જેકશનની અછત ઊભી થઈ છે આ ઇન્જેક્શનનો જથ્થો હાલમાં ઓછો છે. સરકારે આ માટે 3 લાખ રેમડેસિવીરનો ઓર્ડર આપ્યો છે. આ જથ્થાને પહોંચી વળવા માટે સરકાર એક પછી એક સપ્લાયની વ્યવસ્થા કરશે. આ ઇન્જેક્શન નો-પ્રોફિટ નો-લોસ ધોરણે વચાશે.
  Published by:Jay Mishra
  First published:April 06, 2021, 21:58 pm

  ટૉપ ન્યૂઝ