Home /News /madhya-gujarat /

Honey Trap: પૂર્વ મંત્રી 'હની ટ્રેપ'નો શિકાર બન્યા, Video Call આવ્યો અને પછી જે થયું તે ચોંકાવનારું હતું

Honey Trap: પૂર્વ મંત્રી 'હની ટ્રેપ'નો શિકાર બન્યા, Video Call આવ્યો અને પછી જે થયું તે ચોંકાવનારું હતું

Honey Trap Case : એક પૂર્વ મંત્રી બન્યા હની ટ્રેપનો શિકાર જાણો કેવી રીતે રચાય છે આખી માયાજાળ

Gujarat Honey Trap Case : કથિત મહિલાએ પૂર્વ મંત્રી સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચા કરી અને ત્યારબાદ પોતાનો પર્સનલ વોટ્સએપ નંબર આપ્યો હતો. ત્યારબાદ જે થયું તે ચોંકવાનારું હતું

  Gujarat Honey Trap: રાજ્યમાં આજકાલ 'હની ટ્રેપ'ના (Honey Trap in Gujarat) કિસ્સા વધતા જઈ રહ્યા છે. દિનપ્રતિદિન આમ આદમીઓથી લઈને ખાસ આદમી સુધી લોકો હની ટ્રેપનો (Honey Trap Cases) શિકાર બની રહ્યા છે. ખાસ કરીને સોશયિલ મીડિયા અને ઈન્ટરનેટ આ પ્રકારની હની ટ્રેપનું મોટુ સંસાધન બની રહ્યા છે. તાજેતરમાં જ એક પૂર્વ મંત્રી (Gujarat ex Minister Became victim of Honey Trap) આ 'હની ટ્રેપ સ્કેન્ડલ'નો શિકાર બન્યા છે. ગત વર્ષે જુલાઈ મહિનામાં પણ એક સત્તાધારી પાર્ટીના મંત્રી આવી ટ્રેપનો ભોગ બની ગયા હતા. આ મંત્રીએ 2.5 લાખ રૂપિયા ચુકવ્યા હોવાનો પણ અહેવાલ છે.

  ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ સત્તાધારી પાર્ટીના એક પૂર્વ મંત્રીને જુલાઈ મહિનામાં રાજસ્થાનથી એક કથિત મહિલાએ સંપર્ક કર્યો હતો. તે પાર્ટીની કાર્યકર્તા છે એમ કહીને તેમની સાથે વાતચીત કરી હતી. કેબિનેટમાં પરિવર્તન વખતે આ ઘટના ઘટી હતી.

  આ કથિત મહિલાએ પૂર્વ મંત્રી સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચા કરી અને ત્યારબાદ પોતાનો પર્સનલ વોટ્સએપ નંબર આપ્યો હતો. ડિસેમ્બર મહિનામાં આ કથિત મહિલાએ પૂર્વ મંત્રીને વીડિયો કોલ કર્યો હતો.

  પૂર્વ મંત્રીએ વીડિયો કોલ રિસીવ કર્યો અને વટાણા વેરાઈ ગયા

  પૂર્વ મંત્રીએ ફોન રિસીવ કર્યો ત્યારે સામે નગ્ન અવસ્થામાં એક મહિલા હતી. સામેની વ્યક્તિના કહેવાથી ઉશ્કેરાઈ અને આ પૂર્વ મંત્રી પણ નિર્વસ્ત્ર થયા હતા. દરમિયાનમાં ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. ત્યારબાદ પૂર્વ મંત્રીના નંબર પર એક વીડિયો આવી ગયો જેમાં તેઓ મંહિલા સાથે નગ્ન જોવા મળ્યા. આ વીડિયો આવ્યા બાદ સામેની વ્યક્તિએ 5 લાખની માંગ કરી. પૂર્વ મંત્રીએ 2 લાખ રૂપિયા ચુકવ્યા અને ત્યારબાદ ફરીથી એકવાર 50,000 રૂપિયા ચુકવ્યા

  પોલસકર્મીને જાણ કરતા હનીટ્રેપની ખબર પડી

  રાજકારણીએ આ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીને જાણ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો કે આ એક હની ટ્રેપ છે. પૂર્વ મંત્રી સાથે વીડિયો કોલમાં વાત કરનારી વ્યક્તિ મહિલા નહોતી પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ગોઠવેલો વીડિયો હતો. પોલીસને આ અંગે મેવાત ગેંગની આશંકા છે.

  ગત વર્ષે જુલાઈમાં પણ એક પૂર્વ મંત્રી શિકાર બન્યા હતા

  આવો જ એક કિસ્સો પૂર્વ ગત વર્ષે જુલાઈ મહિનામાં પણ બન્યો હતો. જેમાં એક પૂર્વ મંત્રી શિકાર બન્યા હતા. વર્ષ 2020માં એક દિગ્ગજ રાજકારણીને 30 વર્ષની એક મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેણે પોતાની ઓળખાણ દિલ્હી ગુરગ્રામની એક વર્કિંગ પ્રોફેશનલ તરીકે આપી હતી.

  માર્ચ મહિનામાં મહિલાએ પૂર્વ મંત્રીને ફોન કર્યો અને વીડિયો કોલ પર વાત કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ વીડિયો કોલ આવ્યો ત્યારે આવો જ કિસ્સો સામે આવ્યો હતો. નેતાજીના મોબાઇલમાં વીડિયો આવી ગયો અને સામેની વ્યક્તિએ 2.5 લાખ રૂપિયાની માંગ કરી હતી.

  પૂર્વ મંત્રીએ પોલીસ ખાતામાં પોતાની વગનો ઉપયોગ કરી બ્લેકમેલર્સનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરાવી નાખ્યું જોકે, તેમણે પોલીસની મદદ લીધી તે પહેલાં તેમણે આ ગેંગેને 1.5 લાખ રૂપિયા જેટલી રમક બે ત્રણ વાર ચુકવી હતી.

  હની ટ્રેપ શું છે

  હની ટ્રેપના આ કિસ્સાઓ પરથી સ્પષ્ટ પણે સમજી શકાય છે કે આ જાળ બીછાવવામાં આવી હતી અને સીધી રીતે રાજકારણી હોવાના કારણે આ વ્યક્તિઓને શિકાર બનાવવામાં આવ્યા હતા. હની ટ્રેપમાં સ્ત્રી સાથે સંબંધ બાંધવાની લાલચે પુરૂષોને ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેમની પાસેથી ખંડણી માંગવામાં આવે છે. ખંડણી વીડિયો-ઓડિયોના પુરાવા ન બદલે માંગવામાં આવે છે.

  રાજકારણીઓ બને છે શિકાર

  આ પ્રકારના કિસ્સાઓ ચૂંટણીના સમયે પણ ખૂબ આવતા રહે છે. કથિત અથવા ઘટી ગયેલી ઘટનાઓને જાહેર કરી અને નેતાઓને બદનામ કરવાથી વોટ માંગવા અને વોટ કાપવાની રાજનીતિ કરવામાં આવે છે. આ પહેલો કે બીજો કિસ્સો નથી રાજ્યમાં આવા કિસ્સા અગાઉ પણ થયેલા છે.

  હની ટ્રેપ અને રાજકારણ

  આ પ્રકારના કિસ્સાઓ રાજનીતિમાં ખૂબ આવતા રહે છે.અગાઉ ગુજરાતમાં વાગતે ગાજતે જે કિસ્સો ખૂબ ચગ્યો હતો તે ભાજપના વલસાડના સાંસદ કેસી પટેલનો હતો. તેમણે એક પોલીસ ફરિયાદ ફાઈલ કરી હતી કે એક મહિલાએ તેમને દવા આપી અને ત્યારબાદ તેમના વિચલિત કરતા વીડિયો અને તસવીરો લેવામાં આવી હતી અને મહિલા ત્યારબાદ બદનામ કરી રહી હતી. આ કિસ્સામાં 5 કરોડની ખંડણી માંગવાની ફરિયાદ હતી .જોકે, ત્યારબાદ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

  વર્ષ 2019માં દીવ-દમણ ભાજપના તત્કાલિન પ્રમુખનો કથિત વીડિયો વાયરલ થયો હતો

  જોકે, આ મામલે વર્ષ 2019નો એક કિસ્સો પણ ખૂબ જાણીતો છે જ્યારે ભાજપના દીવ-દમણના તત્કાલિન પ્રમુખ ગોપાલ ટંડેલનો કથિત અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. આ કથિત વીડિયોમાં ટંડેલે રાજકારણ હોવાનું જણાવ્યું હતું અને વીડિયો ફેક હોવાની વાત કહી હતી.

  વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી અને સેક્સ સીડી

  ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે રાજ્યમાં સેક્સ સીડીનો કાંડ ખૂબ ચગ્યો હતો. રાજ્યમાં તે વખતે હાર્દિક પટેલની કથિત સીડી બહાર આવી હતી. જોકે, પાટીદાર નેતા દ્વારા પોતાની ઈમેજને મોર્ફ કરી અને વિદેશમાં આ સીડી તૈયાર કરાવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ કથિત સીડીએ પણ ખૂબ ચર્ચા જગાવી હતી.
  Published by:Jay Mishra
  First published:

  Tags: ગુજરાત, ગુજરાતના સમાચાર, ગુજરાતી સમાચાર, હનીટ્રેપ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन