કોરોના વાયરસને લઈને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદની સમીક્ષા કરી

કોરોના વાયરસને લઈને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદની સમીક્ષા કરી
કોરોના વાયરસને લઈને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદની સમીક્ષા કરી

સમગ્ર પોલીસ તંત્ર દ્વારા વિશેષ પ્રકારે કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસ (Coronavirus)ને પગલે સમગ્ર અમદાવાદ શહેર ઠપ્પ છે. સમગ્ર પોલીસ તંત્ર દ્વારા વિશેષ પ્રકારે કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે સમીક્ષા માટે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ (Pradeep Singh Jadeja)અમદાવાદ શહેરમાં લોકડાઉન સંદર્ભે અમલી વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા જાત મુલાકાત લીધી હતી.

અમદાવાદ શહેરના ચંડોળા, જુહાપુરા, દાણીલીમડા તથા અન્ય વિસ્તારોની મુલાકાત લઇ લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે તે માટે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાથે સાથે શાસ્ત્રી બ્રિજ, પિરાણા રોડ, ખોડિયારનગર ચાર રસ્તા, દાણીલીમડા ચાર રસ્તા , શાહ આલમ ટોલનાકા, કાંકરિયા ગેટ -1 , ફૂટબોલ ગ્રાઉન્ડ ,ઇકા ક્લબ દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ , કૃષ્ણબાગ ચારરસ્તા, જવાહર ચોક, હીરાભાઈ ટાવર , ઘોડાસર કેનાલ રોડ, સ્મૃતિ મંદિર, નિગમ સોસાયટી, રામોલ ચોકડી , ઓઢવ, નિકોલ , ઠક્કર બાપાનગર, ઠકકરનગર ચાર રસ્તાથી કૃષ્ણનગર ચાર રસ્તાથી નરોડા પાટીયાથી ગેલેક્ષી ચાર રસ્તા સહિત શહેરના મહત્તમ વિસ્તારને આવરી લેતા રૂટ પર ડ્રોન દ્વારા સર્વેલન્સ સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી.આ પણ વાંચો - કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના વૃદ્ધાશ્રમની દયનીય સ્થિતિ, વડીલોને ઘરે લઇ જવા કરાઈ વિનંતી

રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા દ્વારા જુહાપુરા વિસ્તારનું ચેકીગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ ડ્રોન દ્વારા થતા સર્વેલાન્સ અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન સ્પે. સી પી અજય તોમર, અમિત વિશ્વકર્મા સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા. એટલું જ નહી્ં અધિકારીઓ પાસેથી સમગ્ર લોક ડાઉનની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જે દરમિયાન હોટ ઝોનમાં વધુ કડક કાર્યવાહી કરવા પ્રદીપસિંહે આદેશ પણ કર્યા હતા.
Published by:News18 Gujarati
First published:April 02, 2020, 23:09 pm