ગુજરાત હાઈકોર્ટે સુરતની સુમુલ ડેરીમાં રાજ્ય સરકારે કરેલી બે પ્રતિનિધિઓની નિમણૂકને રદ ઠરાવી 

 ગુજરાત હાઈકોર્ટે સુરતની સુમુલ ડેરીમાં રાજ્ય સરકારે  કરેલી બે પ્રતિનિધિઓની નિમણૂકને રદ ઠરાવી 
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર

ચૂંટાયેલા બે સભાસદો- ભરત પટેલ અને સુનીલ ગામીતે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સરકારે કરેલી નિમણૂકને પડકારતી અરજી કરી હતી

  • Share this:
ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) સુરતની સુમુલ ડેરીમાં (Sumul Dairy) રાજ્ય સરકારે બે પ્રતિનિધિઓની કરેલી નિમણૂકને રદ કરાવી છે.  કોર્ટે એક મહત્તવપૂર્ણ નિર્ણય આપ્યો છે. સમગ્ર કેસ ની હકીકત એવી છે કે તારીખ 18.8.2020  ના રોજ જિલ્લા રજીસ્ટ્રાર, સુરત દ્વારા રજીસ્ટ્રાર, સહકાર વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું કે  સુમુલ ડેરીમાં બે પ્રતિનિધિ  નીમવા  જરૂરી છે તેમાં રાકેશ સોલંકી અને યોગેશ રાજપુતને પ્રતિનિધિ  નીમવા માટે ની ભલામણ આવેલી છે.

આ બાબતે રજીસ્ટ્રાર, સહકાર વિભાગ દ્વારા તારીખ 21.8.2020  ના રોજ  કારણદર્શક નોટિસ સુમુલ ડેરીને ઇસ્યુ કરવામાં આવેલ. તેમાં સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર જવાબ આપે કે મંડળીના પેટા નિયમો અન્વયે તેઓને આ બાબતે અભિપ્રાય આપવાનો થતું નથી તથા ડેરી નું બોર્ડ હજી નિમાયું નથી. આ  કારણદર્શક નોટિસ માં ચૂંટાયેલા બે સભાસદો ભરત પટેલ અને સુનિલ ગામીત  દ્વારા વાંધા અરજી આપવામાં આવેલ જે રજિસ્ટાર  દ્વારા  નામંજૂર કરવામાં આવેલ હતી. અને રજિસ્ટ્રાર, સહકાર વિભાગ દ્વારા તારીખ 24.8.2020 ના રોજ  હુકમ કરવામાં આવેલ જેમાં સરકાર ના પ્રતિનિધિ તરીકે રાકેશ સોલંકી અને યોગેશ રાજપુતની નિમણૂક કરવામાં આવેલ હતી.



આ પણ વાંચો :  સુરત : 'વ્યાજ ન ચુકવવું હોય તો મારી સાથે શારિરીક સંબંધ બાંધવા પડશે,' વરાછાની પરિણીતા સાથે દુષ્કર્મ

તેનાથી નારાજ થઈ ચૂંટાયેલા બે સભાસદો- ભરત પટેલ અને સુનીલ ગામીતે ગુજરાત હાઈકોર્ટમાં  કેસ કર્યો હતો. જેમાં સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટે  વચગાળાનો હુકમ કરેલો જેમાં જણાવેલ કે તારીખ 4.9.2020 રોજ થનારી ચૂંટણીમાં સરકારના બે પ્રતિનિધિના મત અલગ સ્થિતિમાં રાખવા અને ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી નું પરિણામ જાહેર કરવું નહીં. ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ કેસની આખરી સુનાવણી કરેલી જેનો ચુકાદો આજે કેસમાં આપેલ છે.

આ કેસના મુખ્ય અવલોકનો નીચે પ્રમાણેના છે.

1. આ કેસના વિશિષ્ટ તથ્યોને આધારે   અરજદારો   કેસ કરવા ક્ષમતા ધરાવે છે, એટલે કે તેઓને locus standi છે.

2.ગુજરાત હાઈકોર્ટે જિલ્લા રજિસ્ટર, સુરત અને રજીસ્ટ્રાર, સહકાર વિભાગ ની ઓરિજિનલ ફાઈલ એટલે  સરકાર ની ફાઈલ મંગાવેલ તથા  તેની  ચકાસણી ઉપરથી એવું તારણ કાઢેલ છે કે રજીસ્ટ્રાર, સહકાર વિભાગ દ્વારા સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં આવેલ નથી અને જિલ્લા રજિસ્ટર, સુરત ના પત્ર ને ધ્યાને લઇ પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવેલ છે.  સહકારી કાયદા ની કલમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા  કલમ-80(2)  નીચે પ્રતિનિધિઓની નિમણુક  કરતી વખતે  રજીસ્ટ્રાર, સહકારી મંડળી દ્વારા સ્વતંત્ર  તારણ ઉપર આવવું  અનિવાર્ય છે.

3. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના 2014 ના પરિપત્ર અને રદબાતલ ઠરાવ્યું છે જે પરિપત્ર  માં એવું   હતું કે હારેલો ઉમેદવાર જે તે મંડળીમાં સરકારી પ્રતિનિધિ તરીકે  નિયુક્ત થઈ શકશે.  જેથી હવે રાજ્ય સરકાર કોઈપણ હારેલા ઉમેદવારની નિમણૂક  સરકારના પ્રતિનિધિ તરીકે કરી શકશે નહીં.

આ પણ વાંચો : અમદાવાદ : પાંચ શખ્સો સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ, MD ડ્રગ્સનો નશો કરી રાજકોટની યુવતીની ઇજ્જત લૂંટી

4.ગુજરાત હાઈકોર્ટે વધુમાં એવું અવલોકન કરેલું છે કે  રાજ્ય સરકારના પ્રતિનિધિઓની નિમણૂક કરતી વખતે ચૂંટાયેલા સભ્યોને અથવા બોર્ડની સાંભળવા અનિવાર્ય છે અને જો તે ન કરવામાં આવે તો principles of natural justice નો ભંગ થયેલ ગણાશે.

5.તદુપરાંત ગુજરાત હાઇકોર્ટ એ  એવું ઠરાવેલ છે કે રાજ્ય સરકાર દ્વારા  નિયુક્ત કરેલ બે પ્રતિનિધિ એ મૂળભૂત રીતે બોર્ડના સભાસદ થવા માટે ગેરલાયક છે કેમકે તેવામાં આ એક એવા રાકેશ સોલંકી એ ચૂંટણીમાં હારી ગયેલ છે અને બીજા યોગેશ રાજપુત નું  ચૂંટણી ફોર્મ  રદ થયેલ  હતું.   જેથીથ પણ સરકાર દ્વારા કરેલ  પ્રતિનિધિ ની નિમણૂક મૂળભૂત રીતે અથવા તો મેરીટમાં પણ ગેરકાયદેસર છે.
અરજદાર ના વકીલ અર્ચિત જાનીએ જણાવ્યું હતું કેઅંતમાં  ગુજરાત હાઈકોર્ટે તારીખ 4.9.2020   ના રોજ  ચેરમેન અને વાઇસ ચેરમેન  ની થયેલ ચૂંટણી  નું પરિણામ જાહેર કરવા નો આદેશ આપેલ છે. આમ ઉપર મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટ  ના જજ Hon'ble Ms. Justice Sangeeta Vishen દ્વારા આજે એક મહત્વના  ચુકાદા દ્વારા   રાજ્ય સરકારની   પ્રતિનિધિની નિમણૂક  સુમુલ ડેરીમાં રદ કરી છે  અને કાયદાના વિવિધ સિદ્ધાંતો પ્રસ્થાપિત કરેલ છે.
Published by:Jay Mishra
First published:November 07, 2020, 07:15 am

टॉप स्टोरीज