પાક વીમા મામલે ખેડૂતોની અરજી પર હાઇકોર્ટમાં આવતીકાલે સુનાવણી

News18 Gujarati
Updated: September 17, 2019, 8:25 PM IST
પાક વીમા મામલે ખેડૂતોની અરજી પર હાઇકોર્ટમાં આવતીકાલે સુનાવણી
પ્રતિકાત્મક તસવીર

પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ બોડીયા ગામના 100 થી 150 ખેડુતો એવા છે જેમને 2016 થી એક પણ રુપીયો પાક વીમા પેટે મળ્યો નથી.

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ પાક વીમાંનું વળતર ન મળતા ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) કરેલી અરજી મામલે આજે હાઇકોર્ટે સરકારને એક્સન ટેક્ન રીપોર્ટ (Action Taken Report) રજુ કરવા આદેશ કર્યો હતો.

પાક વીમા મામલે સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં સરકારે જણાવ્યું હતું કે, સરકાર સબસિડી અને ખેડૂતોનું પ્રીમિયમ આપે છે પરંતુ વીમા કંપનીએ ખેડૂતો ને વળતરની રકમ ચૂકવતી નથી. જોકે, આ મામલે હાઇકોર્ટે સરકારને વેધક સવાલ કર્યા હતા કે, જો તમેને ખબર છે કે આવી પરિસ્થિતિ ઉભી થઇ છે, તો તમે વીમા કંપની સામે હજુ સુધી કેમ કોઈ પગલાં નથી લીધા તેનો જવાબ આપો.

હાઈકોર્ટે સરકારને આ મામલે કડક પગલા લેવા કહ્યું કે, વીમા કંપનીને બ્લેકલિસ્ટ કરવી હોય, તો કરો તેમજ પ્રિમિયમ રિકવર કરવું હોય તો તે કરો પરંતુ ખેડૂતોને પાક વીમાનું વળતર ચૂકવો.

હાઇકોર્ટે સરકારની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી હતી તેમજ હાઇકોર્ટે સરકારને અત્યાર સુધી કેટલા ખેડૂતોને વળતર ચૂકવામાં આવ્યું છે અને કેટલા ખેડૂતોને પાક વીમાનું વળતર ચુકવાનું બાકી છે અને તેની કેટલી રકમ છે તે તમામ માહિતી સાથેનો એક્સન ટેકન રિપોર્ટ 18 સપ્ટેમ્બર સુધી રજુ કરવા માટે આદેશ કર્યો હતો.

વર્ષ 2016થી પાક વીમા યોજના હેઠળ વળતર નહીં મળતા સુરેન્દ્રનગર જિલ્લાના લિબડી તાલુકાના બોડીયા ગામના ખેડૂતોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ખેડૂતો પાસેથી પ્રિમિયમના પૈસા લીધા બાદ પણ ઇન્સ્યૉરન્સ કંપનીઓ પાકવીમાનું વળતર ચુકવવામાં વર્ષ 2016થી ઠાગાઠૈયા કરી રહી છે.

ખેડુતોના વકીલ અમીરાજ બારોટે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ બોડીયા ગામના 100 થી 150 ખેડુતો એવા છે જેમને 2016 થી એક પણ રુપીયો પાક વીમા પેટે મળ્યો નથી. જ્યારે સરકારની આ સ્કીમમાં તેઓ છેલ્લા 3 વર્ષથી સરકારને, વીમા કંપનીને રૂપિયા ચુકવેલા છે. જેના માટે આ પિટિશન અમે કરેલી. જેમાં હાઈકોર્ટે આજે સરકારને નોટીસ કાઢી એક્શન ટેકન રીપોર્ટ રજુ કરવા આદેશ કર્યો છે.
First published: September 17, 2019, 8:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading