હાઇકોર્ટનું સૂચન પ્રાઇવેટ વાહનોમાં આવતા કોરોનાના દર્દીઓને પણ દાખલ કરવામાં આવે

હાઇકોર્ટનું સૂચન પ્રાઇવેટ વાહનોમાં આવતા કોરોનાના દર્દીઓને પણ દાખલ કરવામાં આવે
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર

સરકારને સુઓમોટોની સુનાવણી દરમિયાન સરકારને 26મીએ સાંજ સુધી સોગંધનામું રજૂ કરવા જણાવ્યું

 • Share this:
  મયૂર માકડિયા, અમદાવાદ : રાજ્યમાં (Gujarat) કોરોના વાયરસનાં (corona virus) આંકડા કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવીર, બેડ જેવી અનેક સુવિધાઓ માટે સામાન્ય લોકોને વલખાં મારતા જોઇને ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. આ અંગે રાજ્ય સરકારે (Gujarat Government) હાઈકોર્ટમાં 82 પાનનું સોગંદનામું રજૂ કર્યું છે. રૂપાણી સરકાર દ્વારા રજૂ કરાયેલા આ સોગંદનામામાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો કર્યો છે. આજે આ સોગંધનામા પર કોર્ટમાં દલીલો થઈ હતી. આ બાબતે સરકારને કોર્ટે કેટલાક વેધક સવાલો પૂછ્યા હતા. કોર્ટે ટકોર કરી હતી કે 108 સિવાય આવતા દર્દીઓને કેમ દાખલ કરવામાં આવતા નથી? આ ઉપરાંત ઓક્સિજનની જરૂરિયાતો કેટલી છે તેની સપ્લાય કેટલી છે? દર્દીને દાખલ થવા માટે વેઇટિંગ પિરિયડ વગેરે મુદ્દે કોર્ટે કેટલાક સવાલો કર્યા છે.

  ચીફ જસ્ટિસે સરકારને પૂછ્યું કે કોવીડની હોસ્પિટલમાં પ્રાઇવેટ વાહનોમાં લાવનારા દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી, આવું શા માટે? ન્યાયાધીશે સરકારને કહ્યું કે પહેલા ઝોન વાઇઝ એમ્બ્યુલન્સ 108 વ્યવસ્થા કરતી હતી.હવે સેન્ટ્રલ લાઇઝ 108 કરવાથી દર્દીઓ ને હાલાકી પડે છે.  ક્યા શહેરમાં કેટલા ટકા બેડ ભરાયેલા છે

  અમદાવાદમાં કોવિડ ડેજીગન્ટેડ હોસ્પિટલમાં 85 % બેડ ભરાયેલા છે. જ્યારે
  ભાવનગરમાં 91 %,
  જામનગરમાં 86 ટકા,
  વડોદરામાં 86,
  જૂનાગઢમાં 93 ટકા,
  સુરતમાં 86
  ટકા, કુલ 895 કોવિડ ડેજીગન્ટેડ હોસ્પિટલ રાજ્યમાં છે અને કોવિડ કેર સેન્ટર 304 છે.

  14 દિવસ નું સંપૂર્ણ લોકડાઉન આવવું જોઈએ : ડૉ દેવેન્દ્ર પટેલ

  આ સુનાવણીમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વતી ડૉ.દેવેન્દ્ર પટેલે રજૂઆતો કરી હતી અને જણાવ્યું હતું કે હોમકેર દર્દીઓની ગાઇડલાઇન મુજબ આઇસોલેટ દર્દીઓની યાદી પ્રસિદ્ધ કરવી જોઈએ. આ ઉપરાંત રાજકીય અને સામાજિક મેળવડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. આ ઉપરાંત રાજ્યમાં સરકારે ઓછામાં ઓછું 14 દિવસનું લૉકડાઉન મૂકવું જોઈએ.

  સરકારે મૂકેલો પક્ષ
  • ટ્રુ નેટ અને સીબીનેટ જેવા આધુનિક મશીનો ની મદદ થી ટેસ્ટિંગ કરી રહ્યા છીએ
  • ખાનગી અને સરકારી લેબોરેટરી માં હાલ ટેસ્ટિંગ ની વ્યવસ્થા ઉભી કરી
   26 યુનિવર્સિટીમાં RTPCR મશીન ઉપલબ્ધ છે જ્યાં ઝડપી અમે કામગીરી શરૂ કરી રહ્યા છીએ

  • મોરબીમાં RTPCR મશીન ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ, 14 રિયલ ટાઈમ RTPCR મશીન ખરીદવાના ઓર્ડર આપ્યા છે

  • રોજનાં 1 લાખ 45 હજાર ટેસ્ટિંગ રાજ્ય સરકાર કરી રહી છેઆગામી એક

  • અઠવાડિયા 1 લાખ 65 હજાર ટેસ્ટિંગ કરવાનો સરકારનો લક્ષ્યાંક

  Published by:Jay Mishra
  First published:April 20, 2021, 14:07 pm

  ટૉપ ન્યૂઝ