Home /News /madhya-gujarat /ડૉક્ટર, નર્સ અને પેરા મેડીકલ સ્ટાફની અછત ના રહે તે માટે સરકાર કાયમી ભરતી અંગે વિચારણા કરે : હાઇકોર્ટ

ડૉક્ટર, નર્સ અને પેરા મેડીકલ સ્ટાફની અછત ના રહે તે માટે સરકાર કાયમી ભરતી અંગે વિચારણા કરે : હાઇકોર્ટ

ફાઇલ ફોટો - ગુજરાત હાઇકોર્ટ

હાઈકોર્ટે ટકોર કરીને કહ્યું કે, આ રોગ જેવો આપણે માનીએ છીએ તેવો છે નહીં. માસ્ક બાબતે હજુ લોકો અને રાજ્ય સરકારે ગંભીર થવાની જરૂર છે

અમદાવાદ : કોરોના મામલે હાઈકોર્ટે (Gujarat High Court) ફરીથી રાજ્ય સરકારને અનેક મામલે ટકોર કરી છે. ત્રીજી લહેર આવવાની છે, ત્યારે કોરોના (Corona)મામલે થયેલી સુઓમોટોમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોનાની આવનારી વેવને લઇને તૈયાર રહે તેવું જણાવ્યું છે. લોકોમાં જાગૃતિ લઇ આવવા અંગેની પણ ટકોર કરી છે. ગુજરાત હાઇકોર્ટે કોરોના સુઓમોટો અરજી પર મહત્વપૂર્ણ ચુકાદો અપાયો છે. હાઈકોર્ટે ટકોર કરીને કહ્યું કે, આ રોગ જેવો આપણે માનીએ છીએ તેવો છે નહીં. માસ્ક બાબતે હજુ લોકો અને રાજ્ય સરકારે ગંભીર થવાની જરૂર છે.

હાઇકોર્ટે કહ્યું કે માસ્ક અને કોરોના બાબતે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. રાજ્ય સરકાર વેક્સિનેશન પર સૌથી વધારે ધ્યાન આપે. 18 વર્ષથી નીચેના લોકો માટે સરકાર વધુ ચિંતા કરે. આ સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, RTPCR ટેસ્ટનું રાજ્ય સરકાર ધ્યાન આપે. દવાઓ, હોસ્પિટલના બેડ, ઈન્જેક્શન પૂરતો સ્ટોક રાખવોએ સરકારની જવાબદારી છે. ત્રીજી લહેર જો આવશે તો બાળકો સંક્રમિત થશે તેવું એક્સપર્ટસ કહી રહ્યાં છે, ત્યારે બાળકો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે. લોકો નિયમોનું પાલન કરે એ જરૂરી છે. જેના માટે સરકારે પણ કડક બનવું પડશે. હાઈકોર્ટ દ્વારા દિવ્યાંગો માટે ડોર ટુ ડોર વેક્સિનની વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે.

આ પણ વાંચો - અમદાવાદ: 7 કરોડના કૌભાંડમાં કમિશન લઈ બેંક એકાઉન્ટ પૂરા પાડનાર ઝડપાયો, જાણો શું છે આ કૌભાંડ

ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનને લઈને લોકોમાં જાગૃતિનો અભાવ હોવાનું હાઈકોર્ટ દ્વારા અવલોકન કરાયું છે. ત્યારે હાઈકોર્ટે સૂચના આપી કે, સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન પર ભાર આપે અને જાગૃતિ લાવે. હાઇકોર્ટે ઓક્સિજનનું પણ અવલોકન કરતા ટાંક્યુ કે અછત ના વર્તાય તે માટે રાજ્ય સરકાર પ્લાન્ટ તૈયાર રાખે. તો ડોક્ટર, નર્સ અને પેરા મેડીકલ સ્ટાફની અછત ના રહે તે માટે સરકાર કાયમી ભરતી અંગે વિચારણા કરે.
" isDesktop="true" id="1117386" >

આ સાથે જ PHC, CHCમાં જરૂરી તમામ સાધનો વસાવી તેને અદ્યતન બનાવવા સૂચનો આપ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે, કોરોના જેવી મહામારીમાં ટેલી કન્સલ્ટિંગ એક મહત્વનો ભાગ ભજવી શકે છે તો તે અંગે વ્યવસ્થા કરવા સરકાર વિચારે.
Published by:Ashish Goyal
First published:

Tags: Corona case, State Government, ગુજરાત હાઇકોર્ટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन