ગુજરાત હાઈકોર્ટ કહ્યું, પ્રવાસી શ્રમિકોનું ભાડું રાજ્ય આપે કે પછી રેલવે ટ્રેનો મફત દોડાવે

News18 Gujarati
Updated: May 24, 2020, 2:35 PM IST
ગુજરાત હાઈકોર્ટ કહ્યું, પ્રવાસી શ્રમિકોનું ભાડું રાજ્ય આપે કે પછી રેલવે ટ્રેનો મફત દોડાવે
શ્રમિક સ્પેશલ ટ્રેનઃ રેલવેના ભાડાને લઈ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે

શ્રમિક સ્પેશલ ટ્રેનઃ રેલવેના ભાડાને લઈ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે

  • Share this:
અમદાવાદઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને ખતમ કરવા માટે ગત 24 માર્ચથી લૉકડાઉન (Lockdown) લાગુ છે. લૉકડાઉનના ત્રીજા ચરણમાં પ્રવાસી શ્રમિકોને (Migrant Workers) તેમના ગૃહ રાજ્ય જવાની છૂટ આપવામાં આવી હતી. પ્રવાસી શ્રમિકોની સુવિધા માટે શ્રમિક સ્પેશલ ટ્રેન પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ રેલવેના ભાડાને લઈ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વિવાદ થઈ ગયો છે. આ મામલામાં હવે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)એ મોટો ચુકાદો આપતાં કહ્યું કે ગૃહ રાજય આવનારા પ્રવાસી શ્રમિકોનું ભાડું ક્યાં તો રાજ્યો વહન કરે કે પછી રેલવેને આ સુવિધા મફત આપવી જોઈએ.

નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં પ્રવાસી શ્રમિકોને પડી રહેલી મુશ્કેલીઓને લઈ થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કહ્યું હતું કે અનેક પ્રવાસી પોતાના દમ પર રાજ્યમાં આવ્યા હતા તેથી અંતર-રાજ્ય પ્રવાસી કામગાર (રોજગાર અને સેવાની શરતોનું વિનિયમન) અધિનિયમ 1979ની જોગવાઈ તેની પર લાગુ થતી નથી. આ અધિનિયમ હેઠળ એવા પ્રવાસીઓને વિસ્થાપન ભથ્થું અને પ્રવાસ શુલ્ક ન આપી શકાય.

આ પણ વાંચો, અમદાવાદ : રાજ્યના સરકારી ચોપડે માત્ર 7512 શ્રમિકો નોંધાયેલા છે, Coronaના કાળમાં મોટો ખુલાસો

રાજ્ય સરકારે આ વાત વકીલ આનંદ યાજ્ઞિક તરફથી કરવામાં આવેલી અરજીના સંબંધમાં કહી. મળતી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટે પ્રવાસી શ્રમિકો સાથે જોડાયેલી અનેક જનહિન અરજીઓ કરવામાં આવી છે. જેની પર કોર્ટ સુનાવણી કરી રહી છે. સરકારે તર્ક આપ્યો છે કે આંતર-રાજ્યીય પ્રવાસી શ્રમિક અધિનિયમ 1979ની જોગવાઈ ઉક્ત અધિનિયમ હેઠળ રજિસ્ટર્ડ પ્રવાસી શ્રમિકો માટે લાગુ છે. અધિનિયમ હેઠળ 7,512 શ્રમિક રજિસ્ટર્ડ છે. ઉપલબ્ધ આંકડાના આધારે સમગ્ર રાજ્યમાં લગભગ 22.5 લાખ પ્રવાસી શ્રમિક છે. તેમાંથી મોટાભાગના આપ મેળે રાજ્યમાં આવ્યા છે. સરકારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવા પ્રવાસી શ્રમિકોને આંતર-રાજ્યીય પ્રવાસી શ્રમિક અધિનિયમ 1979ના અનુભાગ 14 અને 15 હેઠળ યાત્રા ભથ્થું અને વિસ્થાપન ભથ્થાની ચૂકવણી ન કરી શકાય.

રિપોર્ટમાં ઓડિશા, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુની સરકારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે ગુજરાત સરકારની જેમ જ અન્ય રાજ્યોની સરકારો પણ રેલવે મુસાફરીનો ચાર્જ આપવામાં અસમર્થ છે.

આ પણ વાંચો, પાકિસ્તાનથી પરત આવશે 300 ભારતીયો, અટારી બોર્ડરથી થશે વતન વાપસી
First published: May 24, 2020, 2:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading