હંગામી ધોરણે વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા અંગે સરકાર નીતિ બનાવેઃ HC

News18 Gujarati
Updated: August 23, 2019, 9:07 PM IST
હંગામી ધોરણે વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા અંગે સરકાર નીતિ બનાવેઃ HC
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર

ગુજરાત સરકારની ગ્રાન્ટ તેમજ નગરપાલિકાના ટેક્સથી ચાલી રહી છે જેમાં કામ કરતા કર્મચારીઓને કાયમી કરવાની છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી હતી.

  • Share this:
સંજય જોશી, અમદાવાદઃ વલસાડ નગર પાલિકા સહીત રાજ્યમાં 160થી વધારે નગરપાલિકાઓ નો સમાવેશ થાય છે .જેમાં ગુજરાત સરકાર ની ગ્રાન્ટ તેમજ નગરપાલિકા ના ટેક્સ થી ચાલીરહી છે જેમાં કામ કરતા કર્મચારીઓ ને કાયમી કરવાની છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી હતી.અને આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ માં પિટિશન દાખલ કરવામાં આવી હતી.જેમાં સરકારી ધારાધોરણ મુજબ વેતન આપવા માં આવે તે મુદ્દે પિટિશન કરવામાં આવી હતી.

જેને લઈને નગર પાલિકા માં ફરજ બજાવતા કર્મચારીઓ બાબતે ગુજરાત હાઇકોર્ટ આજે મહત્વ નો ચુકાદો આપ્યો છે. જેમાં દસ વર્ષથી વધુ સમયથી નગરપાલિકા માં કામ કરતા હોય તેવા કર્મચારીઓને સરકાર માં નિર્દિષ્ટ હોય તે પ્રકારનો પગાર ધોરણ આપવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.

હંગામી ધોરણે વર્ષોથી કામ કરતા કર્મચારીઓને નિયમિત નિમણૂક આપવા અંગે રાજ્ય સરકાર જરૂરી નીતિ બનાવે તે દિશામાં પણ હાઇકોર્ટ એ ટકોર કરી છે. વલસાડ નગરપાલીકાના કિસ્સામાં કોર્ટે આ હુકમ કર્યો છે. નોંધનીય છે કે આ ચુકાદા થી દુરોગામી અસર વર્તાશે અને નગરપાલિકા ના કર્મચારીઓ ને લાભ થશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ દાણીલીમડા PIના ત્રાસથી કંટાળી વૃદ્ધ દંપતીનું ઉપવાસ આંદોલન

વકીલ અમરીશ પટેલે જણાવ્યુ કે વલસાડ નગરપાલીક અને ગુજરાત સરકાર બન્નેએ કર્મચારીઓની સામે હાઈકોર્ટમાં અપીલ કરેલી. જેમાં આજે ગુજરાત હાઈકોર્ટે વચગાળાના ચુકાદાથી ગુજરાત સરકારને કર્મચારીઓને કાયમી કરવાનો આદેશ આપ્યો છે. અને તેમા તેની વિધીમાં કોઈ પણ પ્રકારની દરમ્યાનગીરી ન કરવી તેવુ પણ કહ્યુ છે. સાથે સાથે જે કર્મચારીઓએ 10 વર્ષ કામ કર્યુ હોય તેઓને સરકારી ધારાધોરણ મુજબ જે પગાર સ્કેલ છે એ મિનિમમ પગાર સ્કેલ ચુકવવો તેવો ઓર્ડર કર્યો છે..

 
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading