ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, કોરોના ટેસ્ટ માટે સરકારની મંજૂરી જરૂરી નહીં, માત્ર ડોક્ટરની ચિઠ્ઠી જોઈએ

News18 Gujarati
Updated: May 30, 2020, 12:33 AM IST
ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, કોરોના ટેસ્ટ માટે સરકારની મંજૂરી જરૂરી નહીં, માત્ર ડોક્ટરની ચિઠ્ઠી જોઈએ
ગુજરાત હાઈકોર્ટ (ફાઈલ ફોટો)

હાઈકોર્ટે એ વાત પણ કરી કે, મંજૂરી માંગવાને બદલે ડોક્ટરોએ સરકારને માત્ર સૂચના આપવી પડશે.

  • Share this:
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે પ્રાઈવેટ ડોક્ટરો અને લોકોને રાહત આપી છે. હાઈકોર્ટે કહ્યું કે, ડોક્ટર જો કોવિડ-19નો ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે તો, તેના માટે કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરીની જરૂર નથી. કોવિડ ટેસ્ટ માટે માત્ર ડોક્ટરની ચિઠ્ઠી જોઈએ.

અમદાવાદ મેડિકલ એસોસિએશને ગુજરાત સરકારના આદેશ વિરુદ્ધ અમદાવાદ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ગુજરાત સરકારે પ્રાઈવેટ ડોક્ટરો અને હોસ્પિટલોને નક્કી કરેલા સ્વાસ્થ્ય અધિકારીઓના એપ્રુવલ વગર કોવિડ-19 ટેસ્ટના સંચાલન પર પ્રતિબંધ લગાવેલો છે. હાઈકોર્ટમાં પોતાની વાત રાખતા એએમએએ એવું તર્ક આપ્યું કે, ડોક્ટરોની સલાહને અંતિમ માનવી જોઈએ, કેમ કે, જો કોવિડ ટેસ્ટમાં મોડુ થાય તો, તેનાથી દર્દી અને ડોક્ટર બંને પર અસર પડી શકે છે. એએમએએ કહ્યું કે, સામાન્ય રીતે મંજૂરી મળવામાં 2થી 3 દિવસનો સમય લાગે છે.

સરકારને લગાવી ફટકાર

અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે સરકારને પુછ્યું કે, લોકોને તપાસ કરાવતા કેમ રોકવામાં આવે છે. જ્યારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ રાજ્યમાં કોવિડ-19 સંક્રમણની તપાસ માટે 12 પ્રયોગશાળાને પહેલા જ માન્યતા આપી ચુકી છે. હાઈકોર્ટે એ પણ નિર્દેશ આપ્યો કે, કોવિડ-19ની તપાસ સરકારની મંજૂરી વગર કરી શકાય છે. ડોક્ટરોની સલાહ પર કોઈ માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળા(લેબોરેટરી)માં તપાસ કરાઈ શકાય છે. હાઈકોર્ટે એ વાત પણ કરી કે, મંજૂરી માંગવાને બદલે ડોક્ટરોએ સરકારને માત્ર સૂચના આપવી પડશે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ રહી છે સુનાવણી

મુખ્ય ન્યાયાધિશ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની ખંડપીઠે આ મામલે સુનાવણી એક જાહેરહિતની અરજી સાથે કરી, જેમાં માર્ચ બાદથી કોરોના વાયરસ મહામારી સંબંધિત વિભિન્ન પહેલુઓ વિશે સુનાવણી કરવામાં આવી રહી છે. ન્યાયાધિશ વીડિયો કોન્ફરન્સ દ્વારા જાહેરહિતની અરજી સંબંધિત મામલાઓ પર સુનાવણી કરી રહ્યા છે.
First published: May 30, 2020, 12:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading