હાઇકોર્ટે PUBG ગેમ પર પ્રતિબંધ હટાવવાની અરજી ફગાવી, અને કહ્યું...

News18 Gujarati
Updated: April 11, 2019, 5:18 PM IST
હાઇકોર્ટે PUBG ગેમ પર પ્રતિબંધ હટાવવાની અરજી ફગાવી, અને કહ્યું...

  • Share this:
સંજય જોષી, અમદાવાદઃઅમદાવાદ સહિત રાજ્યમાં તમામ મોટા જિલ્લામાં PUBG ગેમ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પબજીને કારણે રાજ્યના યુવાનોમાં ખોટી લત લાગવી તથા તેમના વ્યવહારમાં અસર પડતી હોવાનું કારણ આપી જિલ્લા પોલીસ કમિશનર દ્વારા પબજી ગેમ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે આ પ્રતિબંધ ખોટી લગાવવામાં આવ્યો હોવાનું જણાવી ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે ફગાવી દેધી છે.

અમદાવાદ સ્થિત હાઇકોર્ટે PUBG ગેમ પરના પ્રતિબંધને પડકારતી જાહેરહિતની અરજી ફગાવી છે. કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન જણાવ્યું કે PUBG પર પ્રતિબંધ હટાવવામાં કોઇ જાહેરહિત નથી. જો કે PUBG પીડિત વ્યક્તિ આ મામલે અરજી કરી શકે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ લોકસભા ચૂંટણી : જાણો, ચૂંટણી ચિન્હોનો ઇતિહાસ અને તે અંગેની રસપ્રદ વાતો

હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરનારના વકીલે દલીલો કરી કે સીઆરપીસી 144નો એકદમ ખોટી રીતે ઉપયોગ થાય છે, આ પ્રતિબંધ બાદ 21 લોકોની ધરકડ કરવામાં આવી છે. PUBG રમવાથી કોઇ હિંસાત્મક વર્તન થતું નથી. આવું ક્યાય સાબિત થયું નથી. ગેમ પર આ રિટના પ્રતિબંધથી ફ્રીડમ ઓફ ચોઇસ અને સ્વતંત્રતા પર તરાપ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પરીક્ષાનો સમય અને યુવાનોમાં સૌથી ઝડપથી ક્રેઝ વધી જતાં PUBG ગેમ્સ રમવા અને મોબાઇલમાં રાખવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કોઇ વ્યક્તિ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેમની ધરપકડ કરવામાં આવશે તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રતિબંધ બાદથી રાજ્યમાં અનેક જિલ્લામાં અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી જેમાંથી મોટાભાગના યુવાનો હતા.
First published: April 11, 2019, 4:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading