રાજ્યના 88,000 વકીલો માટે રાહતના સમાચાર, ચોથી ઓગસ્ટથી ફિઝિકલ ફાઈલિંગ માટે ગુજરાત HCની મંજૂરી

રાજ્યના 88,000 વકીલો માટે રાહતના સમાચાર, ચોથી ઓગસ્ટથી ફિઝિકલ ફાઈલિંગ માટે ગુજરાત HCની મંજૂરી
વકિલોની તસવીર

હાલમાં ઇ ફાઈલિંગ અને માત્ર  વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અર્જન્ટ જામીન અરજી તેમજ અન્ય પરચૂરણ કામગીરી થઈ રહી છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્વારા ફિઝિકલ ફાઇલિંગની (Physical filing) મંજૂરી મળતા વકીલ આલમમાં રાહતની લાગણી છવાઈ છે. તો હવે હાઈકોર્ટ ફિઝિકલ ફાઈલિંગની મંજૂરી આપતા બાર એસોસિએશન નાં સભ્યો દ્વારા જાહેર કરાયેલા બુધવારે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવામા આવ્યો છે.  હાઇકોર્ટ દ્વારા આગામી ચોથી ઓગસ્ટથી શરતોને આધીન ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી છે.

તમામ વકીલો (Lawyers) ઓનલાઇન ફાઇલિંગ (Online filing) કરવામાં સક્ષમ ન હોવાની બાર એસોસિએશન (Bar Association) દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે હાઈકોર્ટે ફિઝિકલ ફાઇલિંગ માટે મંજૂરી આપી છે. જો કે તમામ વકીલો અને કર્મચારીઓએ ચુસ્તપણે કોરોના guidelines nu પાલન કરવાનું રહેશે.



ઉલ્લખનીય છે કે covid-19 કોરોનાની મહામારી ને કારણે છેલ્લા ચાર માસ ઉપરાંતના સમયથી અમદાવાદ સહિત રાજ્યની તમામ અદાલતોમાં કોર્ટનું કામકાજ ખોરવાયું છે.. ત્યારે આગામી બુધવાર 29મી જુલાઇ નાં રોજ બાર એસોસિયેશનના સભ્યો પ્રતિક ઉપવાસ કરી હાઇકોર્ટ ને તાત્કાલિક વિવિધ કોર્ટમાં ફિઝિકલ કામગીરી શરૂ કરવા માટે ની અપીલ કરવા તૈયારી બતાવી હતી.

હાલમાં ઇ ફાઈલિંગ અને માત્ર  વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અર્જન્ટ જામીન અરજી તેમજ અન્ય પરચૂરણ કામગીરી થઈ રહી છે. જેના કારણે ગુજરાત રાજ્યના વર્તમાન સમયમાં બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલા 88,000 ધારાશાસ્ત્રીઓ અને ન્યાય માટે ઝઝૂમી રહેલા વેબસાઇટ પર સંખ્યાબંધ આર્થિક હાડમારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પ્રેસ નોટ જરી કરી પ્રતીક ઉપવાસ ની ઘોષણા કરવામાં આવી હતી.

તેમજ ગુજરાતના અન્ય બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યારે સમગ્ર દેશમાં lockdownની પરિસ્થિતિમાં અનલૉક 2 જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યમાં તમામ સરકારી કચેરીઓ અર્ધસરકારી કચેરીઓ સંસ્થાઓના કામકાજ શરૂ થઈ ગયું છે ઉપરાંત ઔદ્યોગિક એકમો લઘુ ઉદ્યોગો તમામ પ્રકારનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે.

ત્યારે મંદિર-મસ્જિદ કાઉન્સિલ ચર્ચ ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળો પણ ખુલી ગયા છે તેવા સંજોગોમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના જુદા જુદા બાર એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યની તમામ અદાલતોમાં ઇ ફાઈલિંગ અને વિડિયો કોન્ફરન્સિંગની જગ્યાએ મેન્યુઅલી ફાઇલિંગ તેમજ ચોક્કસ પ્રમાણમાં નિયત કેશો કોવિડ 19 ની તમામ શરતો સાથે શરૂ કરવા માટે હાઈકોર્ટમાં રજૂઆતો કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-આ 'ગુના' હેઠળ 15 બકરીઓની થઈ ધરપકડ, દરેક ઉપર લાગ્યો રૂ.3000નો દંડ, મારી થપ્પડો

જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી એવું જણાવવામાં આવ્યું હતું  કે છેલ્લા ચાર મહિનાથી કોર્ટનું કામકાજ થપ થઈ ગયું હોવાથી જુનિયર વકીલો ભારે આર્થિક હાડમારી નો સામનો કરી રહ્યા છે અને તેમના કુટુંબીજનો ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે..બાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સંખ્યાબંધ સિનિયર વકીલો ફાઇલિંગ તેમજ વીડિયો કોન્ફરન્સિંગ થી સુનાવણી કરવાનું પૂરતું જ્ઞાન પણ ધરાવતા નથી તેમજ ચૂંટણી માટે તેમની પાસે પૂરતા ઇલેક્ટ્રોનિક સાધનો પણ નથી.

આ પણ વાંચોઃ-Coronavirus દવાઓની લિસ્ટમાંથી બહાર થઈ આ દવા, Bioconને લાગ્યો મોટો ફટકો, વ્યાસ્થ્ય મંત્રાલયે લગાવી રોક

આ પણ વાંચોઃ-લોટરી લાગી! માછીમારની જાળમાં ફસાઈ 800kgની દુર્લભ માછલી, 20 લાખ રૂપિયામાં વેચાઈ

તેમજ સંખ્યાબધ પક્ષકારો પોતાના કેસમાં ન્યાય માટે ધારાશાસ્ત્રી પાસે ઝડપી ન્યાય અપાવવા માટે માગણી કરી રહ્યા છે.. અને તેમની ફરિયાદો અને કેસ દાખલ થાય અને નામદાર હાઈકોર્ટ દ્વારા અમદાવાદ સહિત રાજ્યની તમામ અદાલતોમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ કરવા માટે કોઈ નિર્ણય હજુ સુધી આપવામાં આવ્યો નથી. જેથી ગુજરાતના 88,000 ધારાશાસ્ત્રીઓ તેમજ રાજ્યના ન્યાયોચિત પ્રજાજનો માટે કોર્ટને કામગીરી શરૂ કરવામાં આવે તેવી માગણી બાર એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.

વીડિયોમાં જુઓ 5 વાગ્યા સુધઈના તમામ મુખ્ય સમાચાર

તેને લઈને 29 જુલાઇના બુધવારના રોજ મેટ્રો કોટ ઘીકાંટા અમદાવાદ ખાતે સવારે 11થી બપોરના ત્રણ વાગ્યા સુધી બાર એસોસિયેશનના સભ્યો પ્રતિક ઉપવાસ કરી હાઇકોર્ટ ને તાત્કાલિક વિવિધ કોર્ટમાં ફિઝિકલ કામગીરી શરૂ કરવા માટે માગણી પણ કરવાના હતા.
Published by:ankit patel
First published:July 27, 2020, 18:10 pm