અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે (Gujarat HC) તાજેતરમાં વિવાદાસ્પદ ગોડમેન આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈ (Narayan Sai) (44 વર્ષ)ની જામીન અરજી ફગાવી દીધી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ તેની માતાનું સ્વાસ્થ્ય પ્રમાણપત્ર બનાવટી હોવાનું બહાર આવતાં તેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. નારાયણ સાંઈએ તેની માતા લક્ષ્મીદેવી હરપલાણીની સંભાળ લેવા માટે હંગામી જામીનની માંગ કરી હતી. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, તેણીને ક્યારેય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. તેના વકીલોને પણ બનાવટી પ્રમાણપત્ર (fabricated certificate) અંગે અંધારામાં રાખ્યા હતા.
પરંતુ જામીન મેળવવા માટેની નારાયણ સાંઈની અરજી ઘણી કાલ્પનિક અને વિચિત્ર કારણો દર્શાવતી છે, જે કેદીઓ પેરોલ, ફર્લો અને જામીન મેળવવા માટે આપે છે. ગુજરાત જેલ પ્રશાસન દર વર્ષે પેરોલ અને ફર્લો માટે આશરે 3,000 અરજીઓ પર પ્રોસેસ કરે છે અને તેમાંથી કેટલીક તદ્દન કાલ્પનિક અને ઓરિજનલ હોય છે. આવા કારણોની યાદીમાં અગ્રેસર લગ્નો છે. જેમાં મોટાભાગે બોગસ આમંત્રણ કાર્ડ હોય છે, જેમાં કેદીઓ તેમની વાત યોગ્ય અને સાચી ઠેરવવા માટે કંઇ પણ કરે છે. ઘણા લોકો તેમના પ્રિયજનોને સામેલ કરવાથી પણ અચકાતા નથી. એટલું જ નહીં ઘણી વખત કેદીઓ ખોટા મૃત્યુંને કારણ જણાવીને પણ પેરોલ (Innovative Ways for Parole/Furlough) મેળવવા અરજી કરે છે.
શું છે ફર્લો?
જેલ અને સુધારણા વહીવટીતંત્રના ડીજીપી કે એલ એન રાવે જણાવ્યું હતું કે, ફર્લો એ કેદીઓ દ્વારા એક કમાયેલી રજા છે. જ્યાં કેદીને તેના પરિવાર સાથે રહેવાની અને દર વર્ષે પખવાડિયા સુધી સમાજ સાથે જોડાવાની મંજૂરી આપવામાં આવે છે. રાવે વધુમાં જણાવ્યું હતું કે, "લગ્ન અથવા પરિવારના નજીકના સભ્યોના મૃત્યુ, પરીક્ષાઓ અને અન્ય કટોકટીની સ્થિતિમાં પેરોલ આપવામાં આવે છે." તેમણે કહ્યું હતું કે, પેરોલ અરજીઓ પર પોલીસ દ્વારા કડક ચકાસણી કરવામાં આવે છે કારણ કે કેદીઓ ઘણીવાર ચાલાકી કરવાનો પ્રયાસ કરે છે.
આવી જ એક ચકાસણી દરમિયાન ગોધરાના આરોપી સલીમ યુસુફ ઝરદાના પેરોલ નામંજૂર કર્યા હતા. ચકાસણીમાં જાણવા મળ્યું છે કે તેની પેરોલના ભાગ રૂપે રજૂ કરાયેલા બે જામીન સોલ્વન્સી પ્રમાણપત્રો બનાવટી હતા. ઝરદાના પેરોલ નામંજૂર થતા તેને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
ખેડૂતો પણ માંગે છે પેરોલ
કેટલાક ખેડૂતો પણ ચોમાસા અને શિયાળુ ખેતી માટે પેરોલ માંગે છે. જોકે તેઓ ત્યાં ખેતી કરતા નથી. રાજકોટમાં હત્યાના ગુનામાં દોષિત અને આજીવન કેદની સજા પામેલા મહીસાગરના રહેવાસીએ તેના પેરોલ મેળવવા અને વધારવા માટે લગભગ તમામ માનક કારણોનો ઉપયોગ કર્યો હતો. તેણે સૌ પ્રથમ 2021માં ચોમાસા અને શિયાળુ પાક માટે ખેતી અને વાવણીની કામગીરી માટે 60 દિવસના પેરોલની માંગ કરી હતી. જેને જેલ પ્રશાસને નકારી કાઢી હતી, કારણ કે જેલ દરમિયાન તેનું વર્તન અસંતોષકારક હતું.
આ વખતે તેણે ફરીથી અરજી કરી અને કહ્યું કે, તેઓ આદિવાસી છે અને તેમના પરિવારનો એકમાત્ર કમાનાર છે અને તેમના પરિવારને પાકને નુકસાન થયા પછી તેની હાજરીની જરૂર છે. તેના પ્રમાણોને જોતા જેલ ઓથોરીટીએ તેને 26 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2021 સુધી પેરોલ આપ્યા હતા.
2 ડિસેમ્બરે, તેણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની હતી અને આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી કર્તવ્યનિષ્ઠ નાગરિક તરીકે મુદત માંગી હતી. ત્યાર બાદ તેણે 9થી 11 ફેબ્રુઆરીની વચ્ચે તેની પુત્રીના લગ્ન હોવાથી 45 દિવસની વધુ મુદત માંગી હતી અને તેને 30 દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેણે ફરી કારણ આપ્યું કે, દુલ્હનના પરીવારમાં કોઇનું અવસાન થઇ જવાથી લગ્ન કેન્સલ થયા છે કહીને 17 ફેબ્રુઆરી સુધીનું એક્સટેન્શન માંગ્યું હતું. લગ્ન 7થી 9 માર્ચ, 2022 સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા. જોકે, જેલ ઓથોરીટીને શંકા જતા તેમણે પોલીસ તપાસના આદેશ આપ્યા હતા. પોલીસને જાણવા મળ્યું કે, આ લગ્ન તેના ભાઈની પુત્રીના હતા જેને નજીકના પરિવાર તરીકે માનવામાં આવતું નથી. આ ઉપરાંત યુવતીના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા છતાં પેરોલ માંગવામાં આવતા બંને પ્રસંગોએ પુરાવા તરીકે આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી.
રસપ્રદ વાત એ છે કે, આ વ્યક્તિને બે પત્નીઓ હતી અને ત્રણેય હત્યાના ગુનામાં જેલમાં છે. પત્નીઓએ પણ આ જ આધારો પર પેરોલ માંગ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, હત્યાના એક દોષીએ પોતાનો પુત્ર ગુમાવ્યા બાદ પેરોલ માટે અરજી કરી હતી, પરંતુ મૃત્યુ બે વર્ષ પહેલાં થયું હતું.