સરકારને ઝટકો, સીરામીક ટાઇલ્સ ઉદ્યોગ માટે અપાયેલ પરવાનગી રદ કરવાનો હાઈકોર્ટે આપ્યો આદેશ

News18 Gujarati
Updated: October 15, 2019, 11:31 PM IST
સરકારને ઝટકો, સીરામીક ટાઇલ્સ ઉદ્યોગ માટે અપાયેલ પરવાનગી રદ કરવાનો હાઈકોર્ટે આપ્યો આદેશ
હાઈકોર્ટે હુકમ કર્યો કે, નિયમોનું ઉલ્લંઘન કરીને સીરામીક ટાઇલ્સ ઉદ્યોગ સ્થાપવા માટે અપાયેલ તમામ પરવાનગી રદ કરવામાં આવે અને આસીરામીક ટાઇલ્સ ઉદ્યોગને ત્યાંથી ખસેડી લેવામાં આવે.

હાઈકોર્ટે હુકમ કર્યો કે, નિયમોનું ઉલ્લંઘન કરીને સીરામીક ટાઇલ્સ ઉદ્યોગ સ્થાપવા માટે અપાયેલ તમામ પરવાનગી રદ કરવામાં આવે અને આસીરામીક ટાઇલ્સ ઉદ્યોગને ત્યાંથી ખસેડી લેવામાં આવે.

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ ખાતે દાખલ કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીમાં જણાવ્યાં અનુસાર સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ઉમેદપુરા કંપા ખાતે કેથોસ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ ને બધ્ધાજ નિયમો નેવે મૂકી સીરામીક ટાઇલ્સ ઉદ્યોગ સ્થાપવા માટે પરવાનગી અપાયેલી છે.

પિટિશનમાં તથા પિટિશનકર્તાના વકીલ એસ. કે. પટેલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે આ સીરામીક ટાઇલ્સ ઉદ્યોગ સ્થાપવા માટે ૧. ખેતની જમીનને ગેરકાયદે એન.એ. આપવામાં આવ્યું. ૨. જમીનથી સાવજ નજીક બે તળાવ આવેલા છે જે આ ઉદ્યોગને કારણે પ્રદુષિત થઈ શકે તેમ છે. ૩. જમીન આસપાસના વિસ્તારમાં ખેતરો તથા રહેણાંક હોવાથી આ વિસ્તાર ખેતી અને રહેણાંક વિસ્તાર હોઈ આ વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા પરવાનગી આપી શકાય નહીં. ૪. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના જ તારીખ 12 એપ્રિલ 2016માં જણાવ્યાં અનુસાર કોઇપણ જળ સંસ્થાનો કે જળાશયો નજીક કોઈપણ પ્રકારના ઉદ્યોગ સ્થાપી શકાય નહીં.

તમને જણાવી દઈએ કે સાબરકાંઠાના તલોદ તાલુકાના ઉમેદપુરા મુવાડામાં ખેતીની જમીન ખરીદવામાં આવી હતી, જેનાથી સાવ જ નજીક ૨૬૧ મીટરના અંતરે જવાનપુરાની સીમમાં નજીરા તળાવ તથા ફક્ત ૫૦ મીટરના અંતરે ગુલાબની મુવાડીનું સરકારી તળાવ આવેલા છે. ત્યારબાદ તે જમીનને બિનખેતી માં તબદીલ કરાવી ને જે તે સરકારી કચેરીઓમાંથી પરવાનગી મેળવી અને સિરામિક ટાઇલ્સના ઉત્પાદન માટે ઉદ્યોગ સ્થાપવાની શરૂઆત કરી હતી.

જેનો સ્થાનિક લોકોએ તથા તે જગ્યાની આસપાસ આવેલ ગ્રામ પંચાયતોએ જે તે સમયે જે તે સરકારી કચેરીઓમાં ઠરાવ પસાર કરી મોકલાવેલ અને પોતાનો વિરોધ નોંધાવેલ. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા અરજદારોને આ જાહેરહીતની અરજી હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવાની ફરજ પડી હતી. જનો નિકાલ કરતા હાઈકોર્ટે હુકમ કરેલ કે નિયમોનું ઉલ્લંઘન કરીને સીરામીક ટાઇલ્સ ઉદ્યોગ સ્થાપવા માટે અપાયેલ તમામ પરવાનગી રદ કરવામાં આવે અને આસીરામીક ટાઇલ્સ ઉદ્યોગને ત્યાંથી ખસેડી લેવામાં આવે.
First published: October 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading