સાંસદો, ધારાસભ્યો વિરૂદ્ધના કેસો ચલાવી તેનો નિકાલ કરવા ગુજરાત હાઈકોર્ટનો રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને આદેશ

સાંસદો, ધારાસભ્યો વિરૂદ્ધના કેસો ચલાવી તેનો નિકાલ કરવા ગુજરાત હાઈકોર્ટનો રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને આદેશ
ફાઈલ તસવીર

સુપ્રીમ કોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં થયેલા આદેશની અમલવારીના ભાગરૂપે હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલે રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને સાંસદો, ધારાસભ્યો વિરૂદ્ધના કેસો ચલાવી તેનો નિકાલ કરવા જરૂરી આદેશો કર્યો છે.

  • Share this:
અમદાવાદઃ રાજ્યની વિવિધ કોર્ટોમાં પેન્ડિંગ વર્તમાન અને પૂર્વ સાંસદો(MP) અને ધારાસભ્યો(MLA)ના ક્રિમિનલ કેસોને દૈનિક ધોરણે ચલાવીને તેનો નિકાલ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે (Gujarat high court) આદેશ આપ્યો છે. સાંસદો અને ધારાસભ્યો વિરૂદ્ધ પેન્ડિંગ કેસો ચલાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) થયેલી જાહેરહિતની અરજીમાં થયેલા આદેશની અમલવારીના ભાગરૂપે હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલે રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને સાંસદો, ધારાસભ્યો વિરૂદ્ધના કેસો ચલાવી તેનો નિકાલ કરવા જરૂરી આદેશો કર્યો છે.

રાહુલ ગાંધી, પ્રદીપસિંહ જાડેજા, વિરજી ઠુમ્મર, બાબુ જમના પટેલ, જયંત બોસ્કી, અલ્પેશ ઠાકોર, છોટુ વસાવા, પરસોત્તમ સોલંકી, કનુભાઇ કલસરિયા, રાઘવજી પટેલ, વિક્રમ માડમ, જિજ્ઞેશ મેવાણી, લલીત વસોયા, કાંધલ જાડેજા અને નલીન કોટડિયા સહિત અનેક રાજકીય નેતાઓ વિરૂદ્ધ ક્રિમિનલ કેસો પેન્ડિંગ છે અને આવા 92 કેસોની યાદી પણ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવી છે.હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ આર.કે. દેસાઇ તરફથી જિલ્લાની તમામ કોર્ટોને નેતાઓ વિરૂદ્ધના ક્રિમિનલ કેસો ચલાવવા નિર્દેશ આપ્યા છે. તેમણે આદેશ કર્યો છે કે,‘સુપ્રીમ કોર્ટ સમક્ષ થયેલી રિટ પિટિશનમાં 16મી સપ્ટેમ્બરના રોજ જે આદેશ થયા છે તેના ભાગરૂપે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા મળેલા આદેશના પગલે રાજ્યની કોર્ટોમાં પેન્ડિંગ સાંસદો અને ધારાસભ્યોના કેસો દૈનિક ધોરણે લિસ્ટ કરી તેનો શક્ય એટલી ઝડપી નિકાલ કરવાનું સૂચન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ-ભેજાબાજ યુવક ઝડપાયો, પ્રસિદ્ધ નોવલ 'World’s best conman' વાંચીને ટ્રીક શીખતો, 50 મહિલાને કરી બ્લેકમેઈલ

આ પણ વાંચોઃ-સાઉથ USમાં એમેઝોન નદીમાં મળતી ખતરનાક 'કેટફિશ' માછલી હવે મળી મહાનંદા નદીમાંથી, વૈજ્ઞાનિકોમં ચિંતા વધી

આ પણ વાંચોઃ-વલસાડઃ ઘરમાં પરિણીત પ્રેમિકા અને પ્રેમી મનાવતા હતા રંગરલિયા, અચાનક પતિ આવી જતા યુવકે સાતમાં માળેથી છલાંગ લગાવી

જિલ્લાની કોર્ટોના જે જજની સમક્ષ આ કેસો પેન્ડિંગ છે તેનું રોજબરોજ મોનિટરિંગ પણ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજે કરવાનું રહેશે. આ તમામ કેસોમાં જો કોઇ મુદત આપવામાં આવે તો એ કયા કારણથી આપવામાં આવી સહિતના તમામ મુદ્દે પ્રગતિ અહેવાલ તૈયાર કરીને દર ૧૫ દિવસે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે. જે ચીફ જસ્ટિસ સમક્ષ મૂકવામાં આવશે.આ પ્રકારનો આદેશ કરી હાઇકોર્ટ દ્વારા 11મી સપ્ટેમ્બર સુધીમાં જે સાંસદો કે ધારાસભ્યો વિરૂદ્ધ કેસો પેન્ડિંગ છે તેની યાદી પણ રજૂ કરી છે અને તે તમામ કેસોનો નિકાલ કરવાની તાકીદ કરી છે.
Published by:ankit patel
First published:October 02, 2020, 23:13 pm