આંતર-જ્ઞાતિ પ્રેમલગ્ન બાદ પત્નીનું અપહરણ, હાઇકોર્ટે આપ્યો આવો આદેશ

News18 Gujarati
Updated: May 31, 2019, 6:24 PM IST
આંતર-જ્ઞાતિ પ્રેમલગ્ન બાદ પત્નીનું અપહરણ, હાઇકોર્ટે આપ્યો આવો આદેશ
ગુજરાત હાઇકોર્ટ (ફાઇલ તસવીર)

  • Share this:
સંજય જોષી, અમદાવાદઃ આંતર-જાતીય પ્રેમ લગ્ન કર્યા બાદ અલગ રહેતા પ્રેમી યુગલ ફરવા ગયા ત્યાંથી ઉચ્ચ જાતિય પત્નીના અપહરણ કારાયું હતું. બાદમાં પત્નીને પરત મેળવવા માટે યુવક દ્વારા હાઈકોર્ટમાં હેબિયલ કોર્પસ રિટ દાખલ કરાઇ છે. આ અંગે જસ્ટીસ આર.પી. ધોલરિયાએ મહેસાણા ડીવાયએસપી, કડી પીઆઈ, યુવતીના પિતા ગોવિંદ પટેલ સહિત કુલ 6 પક્ષકારોને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અરજદાર તરફે વકીલ ક્રિષ્ના મિશ્રાએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે યુવક અને યુવતીએ સંમતિથી રજીસ્ટર્ડ પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં યુવતીના પરિવાર તરફે યુવકને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છૂટાછેડા લેવા ભારે દબાણ કરવામાં આવતું હતું. જેને લઈને હાઈકોર્ટમાં પોલીસ પ્રોટેકશનની માંગ કરતી 29મી મે ના રોજ અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જોકે 28મી મે ના રોજ રાત્રે 11.30 વાગ્યે અડાલજ પાસેથી 20 જેટલા લોકોએ ફરવા ગયેલી ઉચ્ચ જાતિય યુવતીનું અપહરણ કરી લીધું હતું.

અહીં ક્લિક કરી વાંચોઃ સાસુએ વહુને કહ્યું 'તારો દીકરો એ તારા પતિનો નહીં પણ મારા પતિથી થયો છે'

આ સમગ્ર કેસની વિગત એવી છે કે પાડોશમાં રહેતા યુવક - યુવતી વચ્ચે પ્રેમ થઈ જતાં આતંર-જાતીય લગ્ન કર્યા હતા અને ત્યારબાદ બંને અલગ નરોડા વિસ્તારમાં રહેતા હતા અને ફરવા માટે 28મી મેના રોજ રાત્રે 11.30 વાગ્યેની આસપાસ અડાલજ વિસ્તાર પાસે દંપતિ ફરવા ગયા અને ત્યાં કોઈ ઉચ્ચ જાતીય યુવતી ફરવા આવી હોવાની જાણ કરતા 20 જેટલા લોકો યુવતીને કારમાં ઉપાડી ગયા હતા. યુવક એટલે કે યુવતીના પતિએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરીયાદ કરી હતી. આ મુદે પોલીસ પ્રોટેક્શનની માંગ કરતી અરજી પર 29મી મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જોકે યુવતી એટલે કે પત્નીનું અપહરણ થઈ જતાં હાઈકોર્ટે હેબિયસ કોર્પસ રિટ દાખલ કરવાનો હુકમ કર્યો હતો જેમાં કોર્ટે જવાબદાર લોકો સામે નોટીસ કાઢી વધુ સુનાવણી 19મી જુનના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો હતો.
First published: May 31, 2019, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading