અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં જિલ્લા મથકોમાં આવેલી કોર્ટો તેમજ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતી કોર્ટો સિવાય તમામ અદાલતોને (courts) પૂર્ણ સ્ટાફ ક્ષમતા તેમજ કોવિડ (covid-19) અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારે જારી કરેલી માર્ગદર્શિકાના (corona guideline) પાલન સાથે પ્રત્યક્ષ કામગરી શરૃ કરવા આદેશ અપાયો છે.
ગુજરાત હાઇકોર્ટ (Gujarat high court) દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં નિર્દેશ અપાયો છે કે તમામ પક્ષકારોની મંજૂરી અને જજની મંજૂરી હોય તો ઓનલાઇન સુનાવણી થઇ શકશે. આ ઉપરાંત નિર્દેશ અપાયો છે કે પ્રત્યક્ષ સુનાવણીને લગતી એસ.ઓ.પી. તેમજ હાઇકોર્ટના પરિપત્રના ગુજરાતી ભાષાંતર સિવાય પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજો તેમજ પ્રિન્સિપાલ જ્યુડિશીયલ ઓફિસરોએ હાઇકોર્ટની પરવાનગી વિના પ્રત્યક્ષ સુનાવણીને લગતા કોઇ અલગ પરિપત્ર જાહેર કરવા નહીં.
કોર્ટમાં આવતી ફાઇલો અને દસ્તાવેજોને ૨૪ કલાક સુધી અલગ સ્થળે રાખવા અને ત્યારબાદ જ તેને સ્પર્શ કરવાનો નિયમ યથાવત્ રાખવા નિર્દેશ કરાયો છે. આ ઉપરાંત કોર્ટ સંકુલમાં વારંવાર સ્પર્શ પામતી જગ્યાઓ જેવી કે સીડીઓ પરની હેન્ડ રેલિંગ, ડોપ હેન્ડલ, ખુરશીઓ, કેસ ફાઇલિંગની બારી વગેરેને દૈનિક ધોરણે સેનેટાઇઝ કરવાના રહેશે.
કોર્ટ કામગારીની સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર-કોર્ટની કામગીરી ૧૦:૪૫થી ૪ વાગ્યા સુધી યોજાશે- કોર્ટ સંકુલના એ.ટી.એમ. બંધ રહેશે- સંકુલમાં એક જ ગેઇટ પરથી એન્ટ્રી- માસ્ક વગર પ્રવેશ નિષેધ- તમામ જજો, વકીલો અને પક્ષકારોને થર્મલ ચેકિંગ બાદ પ્રવેશ- જજો અને સ્ટાફના ટેબર પર પ્લેક્સીગ્લાસ કે એક્રેલિક શીટ મૂકાશે- ફેરિયાઓ અને કામ વિના આવતા મુકાલાતીઓને પ્રવેશ નહીં- કેન્ટીનમાં પાણી,ચા- કોફી અને પેકેજ્ડ ફૂડ જ રાખવું.
કોર્ટોમાં 'કોવિડ ઓફિસર'ની નિમણૂક થશેદરેક કોર્ટ સંકુલમાં એક કોવિડ ઓફિસર અને સહાયક સ્ટાફની નિમણૂક કરવાનો આદેશ અપાયો છે. કોવિડ વચ્ચે સુરક્ષિત કામગીરી અંગેનું આયોજન આ સ્ટાફ દ્વારા કરવામાં આવશે.
કોર્ટમાં થતી વિવિધ કાર્યવાહી, પ્રવૃત્તિ અને અવરજવરના આધારે તેઓ આયોજન કરશે અને દરરોજ સંપૂર્ણ કોર્ટ સંકુલમાં રાઉન્ડ લઇ તાગ મેળવશે અને જરૂરી ફેરફાર વિશે પગલાંઓ લેશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર