ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ, બેન્ક કર્મચારીઓ હડતાળ પાડશે તો આવી બનશે


Updated: March 4, 2020, 12:57 PM IST
ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ, બેન્ક કર્મચારીઓ હડતાળ પાડશે તો આવી બનશે
ફાઈલ ફોટો

હાઇકોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ, 20/4/20 સુધીમાં જવાબ આપો અથવા જવાબદાર અધિકારીઓને કોર્ટમાં હાજર કરો.

  • Share this:
અમદાવાદ : ઇન્ડિયન બેન્ક એસોસિએશન (Indian Bank Association), બેન્ક યુનિયન ફેડરેશને રજુઆત કરી હતી કે તેઓ તા. 11, 12 અને 13 તારીખે હડતાળ પર નહીં ઉતરે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી જવાબ રજૂ ન કરતાં હાઇકોર્ટે (Gujarat High Court) લાલ આંખ કરી હતી અને કેન્દ્ર સરકાર (Central Government)ને આદેશ કર્યો હતો કે 20/4/20 સુધીમાં જવાબ આપો અથવા જવાબદાર અધિકારીઓને કોર્ટમાં હાજર કરો. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India)એ હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું હતું. જેમાં જાહેર હિતમાં હડતાલ (Bank Strike)પર જતા અટકાવવા અંગેના વહીવટી પરિપત્ર કે જાહેરનામાં બહાર પાડવાની રિઝર્વ બેન્કને સત્તા હોવાની કબૂલાત કરી હતી.

હાઇકોર્ટે ટકોર કરી હતી કે, બેંકિંગ ક્ષેત્ર સીધું જનતા સાથે જોડાયેલું ક્ષેત્ર છે. પબ્લિક યુટિલિટી સાથે જોડાયેલ સંસ્થાઓ હડતાળ પાડી શકે નહીં, તેવો કોર્ટનો પ્રથમદર્શી મત છે. બેંકોના યુનિયન તરફથી હાઇકોર્ટમાં રજૂઆત કરાઇ હતી કે હાલ વાટાઘાટો ચાલુ છે અને સમાધાનની પૂરી શક્યતા છે.

આ પણ વાંચો : સુરત : ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, યુવક પર કર્યો હતો જીવલેણ હુમલો


નોંધનીય છે કે આરબીઆઇ અને બેંક યુનિયન શું કાર્યવાહી કરવા માંગે છે તે અંગે ત્રણ માર્ચ સુધીમાં ખુલાસો કરવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો. અગાઉની સુનાવણીમાં બેંક યુનિયન વતી એફિડેવિટ રજૂ થઈ હતી જેમાં જણાવ્યું હતું કે તેમની માંગણીઓ યોગ્ય હતી આથી બેંક હડતાળ લોકહિતમાં પાડવામાં આવી હતી. સામે પક્ષે અરજદારો દ્વારા તેમના વકીલ મારફતે રજુઆત કરાઈ હતી કે 31 જાન્યુઆરી તથા 1 ફેબ્રુઆરી એમ બે દિવસની બેંકોમાં હડતાળને કારણે ₹23 હજાર કરોડના લગભગ 31 લાખ ચેકોનું ક્લિયરિંગ અટક્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર તથા રિઝર્વ બેન્ક દ્વારા જવાબ રજૂ ન કરાયો હોવાથી મુદ્દત પડી હતી. જેમાં હાઈકોર્ટે હડતાળને જનહિતમાં અયોગ્ય ગણાવી હતી.

આ પણ વાંચો :  અમદાવાદ : એક તરફી પ્રેમમાં મહિલા શિક્ષિકાએ ફરિયાદીને ગંદા મેસેજ મોકલી પરેશાન કરી મૂક્યો

હાઇકોર્ટે સરકારને નિર્દેશ કર્યોં હતો કે સરકારી સેવા સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિ હડતાળ પર જાય તો તેમની સામે પગલાં લઇ શકાય. હાઇકોર્ટે ટકોર કરી હતી કે જાહેર સેવા સાથે સંકળાયેલા લોકો હડતાળ પર ન જઈ શકે. જો હડતાળ પર જાય તો તેમના પગાર કાપી લેવા અને ખાતાકીય તપાસ પણ થઈ શકે છે. અગાઉની સુનાવણી દરમિયાન બેન્કોની હડતાલ સામે ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિત અરજીને મામલે ગુજરાત હાઈકોર્ટે RBI, ઇન્ડિયન બેન્ક એસોસિએશ, બેન્ક યુનિયન ફેડરેશન અને ફાઇનાન્સ મિનિસ્ટરને નોટિસ ઈશ્યૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે અવારનવાર પોતાની પડતર માંગણીઓ ન સંતોષતા હડતાળ ઉપર જવા મજબુર બેંક કર્મચારીઓની હડતાળથી નારાજ વેપારી સંગઠનોએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. જાન્યુઆરીમાં સળંગ બે દિવસ અને માર્ચમાં ત્રણ દિવસની બેન્ક કર્મચારીઓની હડતાળ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી વેપારી સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજદારોની રજૂઆત છે કે આર્થિક હાડમારી ભોગવતા દેશમાં બેન્કો વારંવાર હડતાલ પાડશે તો નાના વેપારીઓનું શું થશે?
First published: March 4, 2020, 12:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading