માસ્ક ન પહેરનારા લોકોએ Covid સેન્ટરમાં સેવા આપવી પડશે, ગુજરાત હાઇકોર્ટનો મોટો આદેશ

માસ્ક ન પહેરનારા લોકોએ Covid સેન્ટરમાં સેવા આપવી પડશે, ગુજરાત હાઇકોર્ટનો મોટો આદેશ
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત હાઇકોર્ટે કોરોનાને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો

  • Share this:
ગુજરાત હાઇકોર્ટનો (Gujarat High court) કોરોના ને લઈને મહત્વનો નિર્ણય છે.લોકોએ કોવીડ કેરમાં (Covid Care) કરવી પડશે સર્વિસ. લઘુત્તમ 4 અને મહત્તમ 6 કલાક સુધીની સર્વિસ કરવી પડશે. 5થી 15 દિવસનો સમય ગાળો સર્વિસ માટેનો સરકાર નક્કી કરી શકે છે. ઉપરાંત ઉમર લાયકાત ના ધોરણે જવાબદારી સરકાર નક્કી કરી શકશે. જો કે  મોટાભાગે જવાબદારી નોન મેડિકલ પ્રકારની રહેશે. આ પ્રકારનું જાહેરનામુ બહાર પાડવા સરકારને હાઇકોર્ટની ખંડપીઠે  આદેશ કર્યો છે.

ઉપરાંત કોરોના સુઓમોટો અરજી અંતર્ગત તાપી ખાતે યોજાયેલા લગ્ન સમારોહ ની કોર્ટ એ ગંભીર નોંધ લીધી છે. તાપી ખાતે યોજાયેલ લગ્ન સમારોહ માં આટલી ભીડ આવી ક્યાંથી આવી. લગ્ન સમારોહ નો વીડિયો અમે જોયો છે.



હાઈકોર્ટે સરકારને જણાવ્યું. ભાજપ ના નેતા કાંતિ ગામીત ના પરિવાર માં લગ્ન હતા. ત્યારે 6 હજાર ની ભીડ સામે શુ પગલાં લીધા હાઈકોર્ટે સવાલ કર્યા હતા. રાજ્ય સરકાર વતી કોર્ટ માં સરકારી વકીલે જણાવ્યું કે સરકાર આ મામલે પોલીસ કાર્યવાહી કરી છે. અને રાજ્ય સરકારે આ મામલે તપાસ ના આદેશ પણ આપ્યા છે.

આ પણ વાંચો :  ટીમલી ડાન્સના તાલે ટ્રેનિંગ કરતી પોલીસનો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયામાં મચી ધૂમ

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના ના કહેર વધવાને પગલે રાત્રી કર્ફ્યુ યથાવત છે 1000 સુધીનો દંડ પણ વસુલ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં કેટલાક લોકો માત્ર વગર ઘરની બહાર ફરતા નજરે પડી રહ્યા છે જેની હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને હવે પછી covid કેર સેન્ટરમાં તમને સર્વિસ કરાવવા સુધીના પગલા લેવા સરકારને આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટે માસ્ક ન પહેરાનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે માસ્ક ન પહેરનારા લોકોને સરકાર કોવીડ સેન્ટરમાં સેવા કરાવે. હાઇકોર્ટે નારાજગી દર્શાવતા આ મામલે મહત્ત્વનો આદેશ આપ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે જેના કારણે હાઇકોર્ટે કડક વલણ અખત્યાર કર્યુ છે. આથી હવે સરકારે આ મામલે કાર્યવાહી કરવી પડશે.

આ પણ વાંચો : Big News: અમદાવાદીઓ માટે ખુશખબર! પહેલાં તબક્કામાં 50,000 લોકોને કોરોનાની વેક્સિન અપાય તેવી શક્યતા 

14 કરોડ કરતાં વધારે રૂપિયાનો દંડ વસૂલાયો

અમદાવાદ શહેરમાં માર્ચ મહિનાની 24 તારીખથી લઈને નવેમ્બર સુધી પોલીસે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી 14 કરોડ રૂપિયા કરતાં વધારેનો દંડ વસૂલ્યો છે. છતાં લોકો સુધરવાનું નામ નથી લેતા આમ અંતે હાઇકોર્ટે ડંડો હાથમાં લીધો અને પ્રજાની સુરક્ષા માટે કડક વલણ અખત્યાર કર્યુ છે. આગામી દિવસોમાં આ આદેશના પગલે સરકારે જાહેરનામું બહાર પાડવું પડશે.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન કડક પગલા ભરીશું

આ મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આ મામલે સરકાર હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરશે અને કડક પગલા ભરશે. આ ઉપરાંત તાપીના લગ્ન સમારંભના મુદ્દે પણ કાંતિ ગામિત સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
Published by:Jay Mishra
First published:December 02, 2020, 12:16 pm