પૂર્વ મંત્રી બાબુ બોખીરિયાને ગુજરાત હાઇકોર્ટે નોટિસ ફટકારી

News18 Gujarati
Updated: November 15, 2019, 9:43 PM IST
પૂર્વ મંત્રી બાબુ બોખીરિયાને ગુજરાત હાઇકોર્ટે નોટિસ ફટકારી
પૂર્વ મંત્રી બાબુ બોખીરિયાને ગુજરાત હાઇકોર્ટે નોટિસ ફટકારી

જગ્યા પર નીકળતા લાઇન સ્ટોર પર કબજો જમાવવાના આરોપસર તેમની સામે હાઈકોર્ટમાં પીઆઈએલ

  • Share this:
સંજય જોશી, અમદાવાદ : જામનગરના પરડવા ગામમાં જંગલની જમીનને નોન એગ્રીકલ્ચર લેન્ડમાં તબદીલ કરી અને તે જગ્યા પર નીકળતા લાઇન સ્ટોર પર કબજો જમાવવાના હેતુથી ખરીદેલી જમીનના વિવાદ મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીના પગલે હાઈકોર્ટે પૂર્વ મંત્રી બાબુ બોખીરિયા ને નોટીસ ઇસ્યુ કરી છે. રાજ્ય સરકારે જંગલખાતા, મહેસૂલ ખાતા સહિતના વિભાગો માટે કોર્ટની નોટિસ સ્વીકારી. બાબુ બોખીરિયાના સગા સબંધીની ભાગીદારી પેઢી કોર્ટમાં સામેથી હાજર થઈ અને જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે. વિકસાવેલા જંગલને નાશ કરી અને જમીન ખાનગી પક્ષકારોને આપી દેવાના કથિત કારસાને ઉજાગર કરતી જાહેર હિતની અરજીમાં બાબુ બોખીરીયા બે અઠવાડિયામાં જવાબ રજુ કરવાનો રહેશે.

પીટીશનરના એડવોકેટના જણાવ્યા અનુસાર 2000ની સાલમાં સરકારે પરડવા ગામમાં સરકારી સર્વેની 200 હેકટર જમીન સરકારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કરી છે. કબજો તો પહેલાં લેવાઈ ગયો હતો પણ 2000ની સાલથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રિઝર્વ ફોરેસ્ટ ડિકલેર કરી એક ગાઢ જંગલનો ત્યાં વિકાસ કરેલ છે. જ્યાં વન્યજીવો વસેલા છે અને અત્યારે સંપૂર્ણ ગાઢ જંગલમાં પરિવર્તિત થઈ ગયું છે.

ફોરેસ્ટની જમીન કેટલીક પ્રાઇવેટ પાર્ટીને સરકારે જમીન ગ્રાન્ટ કરેલી તેમાં એના ખોટા પાવર ઓફ એટર્ની લઈ બાબુભાઈ બોખરીયા તથા તેમના સગાસંબંધીઓ દ્વારા આ જમીન જેમને એલોટ થઈ હતી તે લોકોએ બાબુભાઈને વેચી હતી એવા પાવર ઓફ એટર્ની કરીને દાવા કરવામાં આવ્યા હતા. વીર ટ્રેડિંગ કંપની નામની પેઢી બનાવી જે પાર્ટનરશિપ ફોર્મ છે જેમાં બાબુભાઈ બોખરીયાનો દિકરો અને એમના જમાઈઓ ભાગીદાર છે એમણે આ જમીન ખરીદી અને જમીન ખરીદ્યા પછી રેવન્યુ ડિપાર્ટમેન્ટ આ ફાળવણી કરેલી જગ્યા રેવેન્યુ ડિપાર્ટમેન્ટની અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ની છે અને ગામમાં નહીં તેની સામેની બાજુની જમીન છે અને આ જમીન માટે મતભેદ ઊભા થયા છે. મૂળ વિવાદનું કારણ આ જમીનની નીચે પ્યોર લાઇમ સ્ટોન છે તેનું ઉત્તખનન કરવા માટેનો આખો કારસો છે.
First published: November 15, 2019, 9:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading