રાજ્યમાં કથળેલી જાહેર આરોગ્ય સેવા મામલે હાઇકોર્ટે સરકારને નોટિસ ફટકારી

News18 Gujarati
Updated: June 19, 2019, 7:50 PM IST
રાજ્યમાં કથળેલી જાહેર આરોગ્ય સેવા મામલે હાઇકોર્ટે સરકારને નોટિસ ફટકારી
ફાઇલ તસવીર

રાજ્યમાં જાહેર આરોગ્ય સેવાઓની ઉણપને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

  • Share this:
સંજય જોશી, અમદાવાદઃ રાજ્યમાં જાહેર આરોગ્ય સેવાઓની ઉણપને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાયમરી હેલ્થ સેન્ટર, સબ સેન્ટર અને જિલ્લા કક્ષાએ હોસ્પિટલોની મોટા પાયે ઊણપ હોવાની કોર્ટમાં રજૂઆત કરવામા આવી છે. અને તેને કારણે જાહેર આરોગ્ય જોખમમાં મુકાયું હોવાની પણ રજૂઆત હાઈકોર્ટમાં થઈ છે.

ઉપરાંત અરજદારે હાઈકોર્ટ સમક્સ એવી પણ રજુઆત કરી કે જાહેર આરોગ્ય સેવાઓ માટે હેલ્થ વર્કર અને નર્સીસ, ડોક્ટર, સ્પેશ્યલાઇઝ્ડ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફની મોટે પાયે અછત છે અને સરકાર દર વર્ષે જાહેર આરોગ્ય સેવાઓ માટેનું બજેટ ઘટાડી રહી હોવાનો દાવો પણ કરવામા આવ્યો છે.

અરજીના પગલે હાઈકોર્ટનો સરકારને નિર્દેશ આપ્યા છે.. કહ્યુ કે જાહેર આરોગ્ય સેવાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી કેટલું બજેટ ફાળવાય છે તેની વિગતો રજુ કરો.. આરોગ્ય સેવાઓ પાછળ ફંડનું ક્યાં, કેવી રીતે એલોકેશન થયું તેની પણ હાઇકોર્ટે વિગતો માગી છે.

હાઈકોર્ટે અરજદારને પણ નિર્દેશો કર્યા છે અને કહ્યુ કે આરોગ્ય સેવાઓ પાછળ કેટલો ખર્ચ થાય છે તે અંગે ની વિગતો નો રિપોર્ટ અરજદાર પણ કોર્ટને આપે.. આગામી સુનાવણીમાં સરકાર આ જાહેર આરોગ્ય સેવાની ઉણપ મામલે આજે હાઈકોર્ટે કરેલા નિર્દેશો બાદ સરકાર શુ વિગતો કોર્ટમા રજુ કરે છે જે જોવાનુ રહેશે.
First published: June 19, 2019, 7:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading